લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

લોકસભાના અધ્યક્ષે લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી જી.એમ.સી. બાલયોગીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 01 OCT 2026 3:03PM by PIB Ahmedabad

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે 'સંવિધાન સદન'ના સેન્ટ્રલ હોલમાં લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી જી.એમ.સી. બાલયોગીની જન્મજયંતી નિમિત્તે તેમની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના ઉપ-સભાપતિ શ્રી હરિવંશ, સંસદ સભ્યો, ભૂતપૂર્વ સભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ શ્રી બાલયોગીની તસવીર સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદીએ પણ 'સંવિધાન સદન'ના સેન્ટ્રલ હોલમાં શ્રી બાલયોગીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રી બાલયોગી બારમી લોકસભાના અધ્યક્ષ હતા અને તેઓ તેરમી લોકસભાના અધ્યક્ષ તરીકે પણ પુનઃ ચૂંટાયા હતા.

શ્રી બાલયોગીનું ચિત્ર શ્રી હિમ ચેટર્જી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચિત્ર 'સંવિધાન સદન'ની બાહ્ય લોબીમાં મૂકવામાં આવ્યું છે અને તેનું અનાવરણ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા 10 ફેબ્રુઆરી, 2014ના રોજ કરવામાં આવ્યું હતું.


 

a SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2317593) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: हिन्दी , English , Urdu , Bengali , Tamil , Telugu