પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી
નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા અને ક્રિટિકલ ટેકનોલોજીમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી
બંને નેતાઓએ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો સહિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું
પોસ્ટેડ ઓન:
30 SEP 2026 7:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો.
બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, ક્રિટિકલ ટેકનોલોજી અને પરસ્પર રસના અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી.
તેમણે ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને બંને દેશોના લોકોના કલ્યાણ માટે સહયોગને વધુ મજબૂત બનાવવા ગાઢ જોડાણ જાળવી રાખવા સંમતિ દર્શાવી હતી.
નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને વૈશ્વિક શાંતિ તથા સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ચાલુ પ્રયાસો પર ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ સંપર્કમાં રહેવા સંમતિ દર્શાવી હતી.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2317303)
મુલાકાતી સંખ્યા : 12