વિદ્યુત મંત્રાલય
કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઈકોનોમી (CAFE) ના નવા ધોરણો અધિસૂચિત કરાયા
5 વર્ષમાં ઇંધણ ક્ષમતામાં 16%થી વધુ સુધારાની અપેક્ષા
વૈકલ્પિક ઇંધણ, ઈવી (EVs) અને હાઇબ્રિડ કારના વિકાસને સમર્થન આપે છે
કારમાં ઊંચી ઊર્જા કાર્યક્ષમતા માટે નવી ટેકનોલોજીઓમાં નવીનતાઓને પ્રોત્સાહન આપે છે
પોસ્ટેડ ઓન:
30 SEP 2026 9:57AM by PIB Ahmedabad
ઉર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પેસેન્જર વાહનો માટે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઈકોનોમી (CAFE)ના નવા ધોરણો અધીસૂચિત કરવામાં આવ્યા છે, જે 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે અને 31 માર્ચ 2032 સુધી લાગુ રહેશે. નવા ધોરણો ભારતમાં વેચાણ માટે ઉત્પાદિત અથવા આયાત કરવામાં આવતા નવા પેસેન્જર વાહનોને લાગુ પડશે.
નવું CAFE માળખું તમામ પાંચ વર્ષ દરમિયાન ઉત્તરોત્તર લક્ષ્યોને કડક બનાવીને ઇંધણ અર્થવ્યવસ્થા/ક્ષમતામાં ક્રમશઃ સુધારા તરફ દોરી જશે. ઇંધણના વપરાશના બેન્ચમાર્કને 2027-28માં 3.996 લિટર/100 કિમીથી ઘટાડીને 2031-32માં 3.3273 લિટર/100 કિમી કરવામાં આવ્યો છે, જે આ સમયગાળા દરમિયાન લગભગ 16.7 ટકાનો સુધારો દર્શાવે છે.
હળવા વાહનો માટે પ્રમાણમાં નરમ લક્ષ્યો અને ભારે વાહનો માટે વધુ ઇંધણ ક્ષમતાની જરૂરિયાતો સાથે, વધુ સંતુલિત, વજન-સંવેદનશીલ અભિગમ પૂરો પાડવા માટે સુધારેલી લક્ષ્ય રેખાને પણ સમતલ કરવામાં આવી છે. સંદર્ભ વજન વર્તમાન ધોરણો હેઠળના 1,082 કિલોગ્રામથી વધારીને નવા CAFE ધોરણો હેઠળ 1,229 કિલોગ્રામ કરવામાં આવ્યું છે, જે લગભગ 13.6 ટકાનો વધારો છે, જે પેસેન્જર વાહન ફ્લીટની વિકસતી વિશેષતાઓને પ્રતિબિંબિત કરે છે.
નવા ધોરણો ઉત્પાદકોને વધુ સ્વચ્છ ટેકનોલોજી, વૈકલ્પિક ઇંધણ અને અન્ય નવીન ઉકેલો અપનાવવા માટે ફ્લેક્સિબિલિટી (લવચીકતા) પૂરી પાડે છે. નવું CAFE માળખું સોલાર રિફ્લેક્ટિવ પેઇન્ટ્સ, એડવાન્સ ગ્લેઝિંગ, સુધારેલી ઇંધણ ક્ષમતા માટે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા એર-કંડિશનિંગ જેવી નવી ટેકનોલોજીઓમાં ટેકનોલોજીકલ નવીનતા તથા ભારતની ઊર્જા સુરક્ષા અને ટકાઉપણાંના (સસ્ટેનેબિલિટી) ઉદ્દેશ્યોને પ્રોત્સાહન આપે છે.
પેસેન્જર વાહન વિભાગ ભારતની પરિવહન ઊર્જા માંગમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને અશ્મિભૂત ઇંધણના વપરાશમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રહે છે. નવું CAFE માળખું ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિ, વૈકલ્પિક અને પુનઃપ્રાપ્ય ઇંધણની વધતી ઉપલબ્ધતા, વધતું ઈલેક્ટ્રિફિકેશન અને વિકસતી વૈશ્વિક ઓટોમોટિવ ટેકનોલોજી સાથે સુસંગત છે અને તેને સમર્થન આપે છે.
સ્પષ્ટતાત્મક નોંધ
2027-28 થી 2031-32 સુધીના કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઈકોનોમી (CAFE) ધોરણો: ભારતના ઓટોમોટિવ ક્ષેત્ર માટે ભવિષ્ય માટે તૈયાર અને લવચીક માળખું
આજે અધીસૂચિત કરવામાં આવેલા નવા CAFE ધોરણો, 1 એપ્રિલ 2027 થી 31 માર્ચ 2032 સુધીના સમયગાળા માટે પેસેન્જર વાહનોને લાગુ પડશે. તેઓ 1 એપ્રિલ 2027થી વર્તમાન CAFE ધોરણોનું સ્થાન લેશે અને ભારતમાં વેચાણ માટે ઉત્પાદિત અથવા આયાત કરવામાં આવતા નવા પેસેન્જર વાહનોને લાગુ પડશે. નવું માળખું ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વધુ નિયામક સ્પષ્ટતા અને સ્થિર નીતિગત માળખું પૂરું પાડે છે, જ્યારે ટેકનોલોજીકલ નવીનતાઓને સરળ બનાવે છે અને વધુ ઊર્જા ક્ષમતા અને ઓછા ઇંધણ વપરાશ તરફ ભારતના પેસેન્જર વાહન ક્ષેત્રના સતત વિકાસને સમર્થન આપે છે.
CAFE માળખું વધુ સ્વચ્છ, વધુ ઊર્જા-કાર્યક્ષમ અને ટકાઉ ગતિશીલતા (મોબિલિટી) તરફ ભારતના સંક્રમણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવે છે. નવા CAFE ધોરણોને પેસેન્જર વાહન ક્ષેત્ર માટે ભવિષ્ય માટે તૈયાર, ટેકનોલોજી-તટસ્થ અને લવચીક નિયામક માળખું પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ઓટોમોબાઈલ ઉત્પાદકો, ઉદ્યોગ મંડળો, શિક્ષણવિદો અને અન્ય ભાગીદારો સાથે વ્યાપક પરામર્શ પછી આખરી ઓપ આપવામાં આવ્યો છે.
CAFE માળખું ઓટોમોટિવ ઉદ્યોગને વધુ ટેકનોલોજી પસંદગી, લવચીકતા અને નિયામક નિશ્ચિતતા પૂરી પાડવાની સાથે વર્તમાન વ્યવસ્થા હેઠળ મેળવેલા લાભો પર આધારિત છે.
આ માળખું સ્વચ્છ ટેકનોલોજી, વૈકલ્પિક ઇંધણ અને નવીન ઉકેલોને વધુ અપનાવવા માટે સક્ષમ બનાવવાની સાથે ઇંધણ ક્ષમતામાં સતત સુધારાઓ કરવાનો પ્રયાસ કરે છે, જેથી ભારતની ઊર્જા સુરક્ષા અને ટકાઉપણાના ઉદ્દેશ્યોને સમર્થન મળે. આ માળખું ભારતનો વિકાસ અને ઊર્જા સુરક્ષાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે સ્વચ્છ, ઊર્જા-કાર્યક્ષમ અને ટકાઉ ગતિશીલતા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરાયેલા વ્યાપક વિઝન સાથે સુસંગત છે.
નવા CAFE ધોરણોની મુખ્ય વિશેષતાઓ
- વર્તમાન લક્ષ્યોની સરખામણીમાં સમગ્ર ફ્લીટ-એવરેજ ટાર્ગેટને ઉત્તરોત્તર મજબૂત કરવામાં આવ્યો છે, સાથે સાથે ઉત્પાદકોને સ્વચ્છ ઇંધણ, સ્વચ્છ ટેકનોલોજી અને વધુ કાર્યક્ષમ વાહનો અપનાવવાનું પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ પ્રોત્સાહનો અને અનુપાલન માર્ગો પૂરા પાડવામાં આવ્યા છે. તેથી આ માળખું સૌથી યોગ્ય ટેકનોલોજી માર્ગો નક્કી કરવા માટે ઉદ્યોગ માટે વધુ લવચીકતા સાથે ઉચ્ચ મહત્વાકાંક્ષાને જોડવામાં આવ્યું છે.
- આ માળખું કાર્બન ન્યુટ્રાલિટી ફેક્ટર (CNF) ના પરિચય દ્વારા એથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ, બાયોફ્યુઅલ અને CBG સહિત પુનઃપ્રાપ્ય અને લો-કાર્બન ઇંધણના યોગદાનને સ્વીકારે છે. આ ઉત્પાદકોને વાહન ક્ષમતામાં સુધારા અને ઈલેક્ટ્રિફિકેશનની સાથે સાથે તેમના ફ્લીટ-લેવલ CAFE પ્રદર્શનને સુધારવા માટે એક વધારાનો માર્ગ પૂરો પાડે છે. આ જોગવાઈ બહુવિધ ટેકનોલોજી માર્ગો પર નવીનતાને પ્રોત્સાહિત કરવાની સાથે સ્વચ્છ ઇંધણ તરફ ભારતના વ્યાપક સંક્રમણને સમર્થન આપે છે.
- માન્યતા પ્રાપ્ત ઇંધણ-સંરક્ષણ ટેકનોલોજીઓની યાદીને ચારથી વધારીને નોંધપાત્ર રીતે બાર ટેકનોલોજી સુધી વિસ્તારવામાં આવી છે. આ ઉત્પાદકોને મંજૂર થયેલ ઇંધણ-બચત ટેકનોલોજીઓ અપનાવવા અને માન્યતા મેળવવા માટે વધુ લવચીકતા પૂરી પાડે છે. દરેક પાત્ર ટેકનોલોજી માટે 1 g CO₂/km ની છૂટછાટ, મહત્તમ 9.0 g CO₂/km ને આધીન, આ માળખા હેઠળ ઉપલબ્ધ છે.
- બેટરી ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (BEVs), રેન્જ-એક્સ્ટેંડેડ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (REEVs), પ્લગ-ઈન હાઇબ્રિડ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (PHEVs), સ્ટ્રોંગ હાઇબ્રિડ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (SHEV) અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને ફ્લીટ-એવરેજ ગણતરીઓમાં વોલ્યુમ ડેરોગેશન ફેક્ટર્સ, જેને 'સુપર ક્રેડિટ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રાપ્ત થશે. આ ઉત્પાદકોને સ્વચ્છ અને અદ્યતન વાહન ટેકનોલોજીઓનો ઉપયોગ અને માર્કેટ પેનિટ્રેશન ઝડપી બનાવવા માટે વધારાનું પ્રોત્સાહન પૂરું પાડે છે.
- અનુપાલનની સરળતા સુગમ બનાવવા અને ઉત્પાદકોને વધુ ઓપરેશનલ લવચીકતા પૂરી પાડવા માટે, ઉત્પાદકો આ માળખા હેઠળ પૂરા પાડવામાં આવેલ નિર્દિષ્ટ બે-વર્ષ/ત્રણ-વર્ષના અનુપાલન બ્લોક્સ પર તેમની જવાબદારીઓ પૂર્ણ કરવાનું પસંદ કરી શકે છે. આ ઉત્પાદકોને અનુપાલન સમયગાળા દરમિયાન તેમના ટેકનોલોજી સંક્રમણ અને પ્રોડક્ટ પોર્ટફોલિયોનું સંચાલન કરવામાં વધુ લવચીકતા આપે છે.
- આ માળખું ઉત્પાદકોને તેમની CAFE જવાબદારીઓ પૂરી કરવામાં વધુ લવચીકતા પૂરું પાડે છે. જે ઉત્પાદકો તેમના નિર્ધારિત લક્ષ્યો કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે તેઓ ક્રેડિટ્સ જનરેટ કરશે, જેને નિર્દિષ્ટ અનુપાલન બ્લોક્સની અંદર આગળ ખેંચી (કેરી ફોરવર્ડ કરી) શકાય છે. અનુપાલન ગેપ ધરાવતા ઉત્પાદકો પાત્ર કેરી-ફોરવર્ડ જોગવાઈઓનો ઉપયોગ કરી શકે છે, અન્ય ઉત્પાદકો સાથે ક્રેડિટની આપ-લે/વેપાર કરી શકે છે, અથવા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા સંચાલિત બાયઆઉટ મિકેનિઝમ દ્વારા ક્રેડિટ ખરીદી શકે છે. આ જોગવાઈઓનો ઉદ્દેશ્ય અનુપાલનનો બોજ હળવો કરવાનો, સંક્રમણ દરમિયાન લવચીકતા પૂરી પાડવાનો અને ઉત્પાદકોને તેમના પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ટેકનોલોજી અપનાવવાની પદ્ધતિઓમાં ફેરફારોનું સંચાલન કરવા માટે સક્ષમ કરવાનો છે.
- રિપોર્ટિંગ મોડિફાઇડ ઇન્ડિયન ડ્રાઇવિંગ સાયકલ (MIDC) અને વર્લ્ડવાઇડ હાર્મોનાઇઝ્ડ લાઇટ વ્હીકલ્સ ટેસ્ટ પ્રોસિજર (WLTP) બંને હેઠળ હાથ ધરવામાં આવશે. આ દ્વિઅભિગમ વૈશ્વિક સ્તરે સુસંગત વાહન પરીક્ષણ પદ્ધતિઓ તરફ ભારતના ક્રમશઃ સંક્રમણને સુગમ બનાવશે.
- 1,000 થી ઓછા વાર્ષિક વેચાણ ધરાવતા ઉત્પાદકો ફ્લીટ-એવરેજ જવાબદારીઓમાંથી મુક્ત રહેશે, જેનાથી ઓછા વોલ્યુમ ધરાવતા ઉત્પાદકો માટે નિયામક બોજ ટાળી શકાશે.
SM/DK/GP
(રીલીઝ આઈડી: 2316803)
મુલાકાતી સંખ્યા : 20