નાણા મંત્રાલય
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 27 થી 29 સપ્ટેમ્બર 2026 દરમિયાન કતારની સત્તાવાર મુલાકાતે જશે
કેન્દ્રીય નાણાં મંત્રી મુલાકાત દરમિયાન એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 11મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી સીતારમણ AIIB પ્રમુખ અને જોર્ડન, સ્વિટ્ઝર્લેન્ડ, અલ્જીરિયા, સાઉદી અરેબિયા અને નેપાળ સહિતના તેમના સમકક્ષો સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરશે
પોસ્ટેડ ઓન:
27 SEP 2026 8:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 27 થી 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કતાની સત્તાવાર મુલાકાતે જશે. કેન્દ્રીય નાણાં મંત્રી નાણા મંત્રાલયના અધિકારીઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન, શ્રીમતી સીતારમણ 28 સપ્ટેમ્બર 2026 ના રોજ દોહા ખાતે યોજાનાર એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 11મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે, આ ઉપરાંત AIIB પ્રમુખ અને જોર્ડન, સ્વિટ્ઝર્લેન્ડ, અલ્જીરિયા, સાઉદી અરેબિયા અને નેપાળના તેમના સમકક્ષો સાથે અન્ય મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો કરશે.
AIIB ની વાર્ષિક બેઠકમાં, કેન્દ્રીય નાણાં મંત્રી AIIB માં ભારતના ગવર્નર તરીકે હાજરી આપશે. ભારત બેંકનું બીજા ક્રમનું સૌથી મોટું શેરહોલ્ડર છે.
સત્તાવાર મુલાકાતના ભાગરૂપે, કેન્દ્રીય નાણાં મંત્રી કતાર સરકારના નેતૃત્વ સાથે મુલાકાત કરે અને કતારના વ્યાપારી નેતાઓ અને રોકાણકારો સાથે પણ જોડાય તેવી અપેક્ષા છે.
AIIB અને વાર્ષિક બેઠકો વિશે
AIIB વાર્ષિક બેઠકમાં સભ્ય દેશોના પ્રતિનિધિમંડળો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોની ભાગીદારી જોવા મળે છે. એક બહુપક્ષીય વિકાસ બેંક તરીકે, AIIB એશિયામાં ટકાઉ પાયાની સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) વિકસાવવા અને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, સંપત્તિનું સર્જન કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટીમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઉત્પાદક ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2315672)
મુલાકાતી સંખ્યા : 6