નાણા મંત્રાલય
DRIએ સરહદ પાર તસ્કરી પર કડક કાર્યવાહી કરીને આસામ અને મિઝોરમમાં આશરે રૂ. 20.31 કરોડની કિંમતનો 125,000 કિગ્રાથી વધુ વિદેશી મૂળનો તસ્કરી કરેલ સોપારીનો જથ્થો અને 41,000 કિગ્રા ખસખસ જપ્ત કરી; ચારની ધરપકડ
ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં દાણચોરી કરાયેલી સોપારીનો આ સૌથી મોટા જપ્તી પૈકીનો એક જથ્થો છે
પોસ્ટેડ ઓન:
25 SEP 2026 4:42PM by PIB Ahmedabad
સીમાપાર તસ્કરી સામે તેની સતત કડક કાર્યવાહી ચાલુ રાખીને, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મિઝોરમ અને આસામમાં બે ગુપ્ત માહિતી આધારિત કામગીરીમાં આશરે રૂ. 20.31 કરોડની કુલ કિંમતનો 1,25,680 કિગ્રા વિદેશી મૂળની સોપારી અને 41,697 કિગ્રા વિદેશી મૂળની ખસખસનો જથ્થો જપ્ત કર્યો છે. તસ્કરી કરાયેલી ખસખસના વહન સંબંધિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તારીખ 23-24.09.26ના રોજ, મિઝોરમમાં એક મોટી ગુપ્ત માહિતી આધારિત કામગીરીમાં, DRI એ કસ્ટમ્સ ચંપાઈ, આસામ રાઇફલ્સની 14મી બટાલિયન અને ચંપાઈ પોલીસની સહાયથી ભારત-મ્યાનમાર સરહદથી આશરે 20 કિમી દૂર આવેલા ચંપાઈ જિલ્લાના રૂઆંતલાંગ ગામ અને તેની આસપાસના ત્રણ ગોડાઉનોની તલાશી લીધી હતી. તમામ પરિસરો બંધ અને બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. પરિસરની તપાસ કરતા આશરે રૂ. 14 કરોડની કિંમતની 1,25,680 કિગ્રા શંકાસ્પદ વિદેશી મૂળની સોપારી અને રૂ. 3.81 કરોડની કિંમતની 25,440 કિગ્રા ખસખસ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સામાન મ્યાનમારથી ભારતમાં તસ્કરી કરીને લાવવામાં આવ્યો હતો. કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અગાઉ તારીખ 22.09.26ના રોજ, મિઝોરમ સરહદી વિસ્તારમાંથી આસામ તરફ વિદેશી મૂળની ખસખસના વહન અંગેની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, DRIના અધિકારીઓએ 38 બટાલિયન આસામ રાઇફલ્સની સહાયથી, સિલચરના લાઈલાપુર નજીક બે ટ્રકોને અટકાવ્યા હતા. વાહનોની વિગતવાર તપાસ અને તલાશી લેતા 290 HDPE બેગ મળી આવી હતી જેમાં 16,257 કિગ્રા વિદેશી મૂળની ખસખસ હતી. બેગ પર વિદેશી ઉત્પાદન અને વેપાર સૂચવતા ગુણ દર્શાવેલા હતા અને આ માલસામાન સાથે કોઈ કાયદેસર આયાત દસ્તાવેજો નહોતા. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આશરે રૂ. 2.43 કરોડની કિંમતની ખસખસ અને બે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્સપોર્ટેશનમાં સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશી મૂળની તસ્કરી કરાયેલી સોપારીનો જથ્થો જપ્ત કરવો, જે દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં આ કોમોડિટીનો સૌથી મોટો જથ્થો જપ્ત કરાયા પૈકીનો એક છે, તે સીમાપાર તસ્કરીને અટકાવવાના DRI ના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સફળતા છે.
ફોરેન ટ્રેડ પોલિસીના ITC (HS) વર્ગીકરણ હેઠળ ખસખસને "પ્રતિબંધીત" (રેસ્ટ્રિક્ટેડ) વસ્તુ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેની આયાત ચોક્કસ શરતોને આધીન રહીને કરવાની મંજૂરી આપવામા આવે છે, જેમાં નિયુક્ત દેશોમાંથી મેળવવી અને નાર્કોટિક્સ કમિશનર, ગ્વાલિયર સાથે આયાત કરારોની નોંધણી કરવાનો સમાવેશ થાય છે.
આ જપ્તી સંવેદનશીલ ભારત-મ્યાનમાર સરહદ દ્વારા સક્રિય તસ્કરી નેટવર્કને અટકાવવા અને દેશમાં પ્રતિબંધિત અને વિદેશી મૂળની કૃષિ કોમોડિટીઝના ગેરકાયદેસર પ્રવેશને રોકવા પર DRIના સતત ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડે છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2314937)
મુલાકાતી સંખ્યા : 10