પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મિક્સ્ડ 4x400 મીટર રિલે ટીમને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 25 SEP 2026 11:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મિક્સ્ડ 4x400 મીટર રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ મનુ ટી.એસ., પૂવમ્મા એમ.આર., વિશાલ ટી.કે. અને વિથ્યા રામરાજને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની ગતિ, તાલમેલ અને દ્રઢ નિશ્ચયને કારણે આ સ્પર્ધા રોમાંચક બની હતી અને તે ભારતીય એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ હતી. શ્રી મોદીએ તેઓ ભવિષ્યમાં પણ વધુ ઊંચાઈઓ સર કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

'X' પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે:

"આપણી મિક્સ્ડ 4x400 મીટર રિલે ટીમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન!

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ મનુ ટી.એસ., પૂવમ્મા એમ.આર., વિશાલ ટી.કે. અને વિથ્યા રામરાજને અભિનંદન. તેમની ગતિ, તાલમેલ અને દ્રઢ નિશ્ચયને કારણે આ સ્પર્ધા રોમાંચક બની હતી અને તે ભારતીય એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ હતી.

તેઓ સતત વધુ ઊંચાઈઓ સર કરતા રહે તેવી કામના: પ્રધાનમંત્રી @narendramodi"


 

SB/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2314696) મુલાકાતી સંખ્યા : 18