કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ રેનફેડ એરિયા ઓથોરિટી દ્વારા વોટરશેડ વિકાસ અને વ્યવસ્થાપન માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 23 SEP 2026 11:14AM by PIB Ahmedabad

નેશનલ રેનફેડ એરિયા ઓથોરિટી (NRAA), MoA&FW એ ગઈકાલે (22.09.26) NASC કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે રિવોર્ડ (રીજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રીકલ્ચરલ રેસિલિયન્સ થ્રુ ઇનોવેટિવ ડેવલપમેન્ટ - REWARD) પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલ ટેકનિકલ કમિટી (NLTC)ની બેઠકનું આયોજન કર્યું હતું.

NRAAના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ડૉ. ચંદ્રશેખર કુમાર, IASની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ડૉ. એ. કે. નાયક, DDG (NRM), ICAR; શ્રી નીતિન ખાડે, IAS, સંયુક્ત સચિવ (WM), DoLR; ડૉ. સુબ્રત પાંડા, IAS, નિયામક (DSC&WD), ઓડિશા; તેમજ શ્રી ઉપેન્દ્ર પ્રતાપ સિંહ, કમિશનર, WDD, કર્ણાટક (ઓનલાઇન) પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્ટેટ લેવલ નોડલ એજન્સી (SLNA), ઓડિશા અને કર્ણાટકના વૈજ્ઞાનિકો તથા પ્રતિનિધિઓ, ICAR સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓના ટેકનિકલ ભાગીદારો, IIT, NGO, કન્સોર્ટિયમ ભાગીદારો, DoLR અને NRAAની REWARD PMU ટીમ તેમજ CoE-WMના પ્રતિનિધિઓ સહિત આશરે 45 સહભાગીઓએ ભાગ લીધો હતો. બેઠકનું સંકલન ડૉ. સુષમા સુધિશ્રી, ટેકનિકલ નિષ્ણાત (વોટરશેડ ડેવલપમેન્ટ) અને PI-REWARD, NRAA દ્વારા કરવામાં આવ્યું હતું.

NRAAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ડૉ. ચંદ્ર શેખર કુમારે, REWARD પ્રોગ્રામમાં એકત્રિત કરાયેલા ડેટાના આધારે ડ્રાફ્ટ NTG માં કરવામાં આવેલા વિધાન / દાવોની ચકાસણી (વૈલિડેશન) પર ભાર મૂક્યો હતો. તેમણે ઓડિશા અને કર્ણાટક રાજ્ય સરકારોને વોટરશેડ ડેટા અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS) તમામ હિસ્સેદારો સાથે શેર કરવા માટે પણ સલાહ આપી હતી. ડૉ. એ. કે. નાયકે વોટરશેડ્સના બહેતર આયોજન માટે લેન્ડ રિસોર્સ ઇન્વેન્ટરી (LRI) અને હાઇડ્રોલોજીના એકીકરણ (ઇન્ટિગ્રેશન) પર ભાર મૂક્યો હતો.

ડૉ. એ. કે. નાયક, DDG (NRM), ICAR એ જણાવ્યું હતું કે ચોક્કસ પરિણામો / તારણો પર પહોંચવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓ NTG માં સ્પષ્ટપણે લખાયેલી હોવી જોઈએ અને વહેલામાં વહેલી તકે વેબ પોર્ટલ વિકસાવવામાં આવવા જોઈએ.

શ્રી નિતિન ખાડે, IAS, જોઈન્ટ સેક્રેટરી (WM), DoLR એ અભિપ્રાય આપ્યો હતો કે પ્રવૃત્તિઓના અમલીકરણ માટે વધુ સમય મેળવવા માટે DPR તૈયારીનો સમય 6 મહિનાથી ઘટાડીને 3 મહિના કરી શકાય છે. ક્ષેત્રોના સંકલન (કન્વર્જન્સ) ના પાસાઓ પણ તપાસવા જોઈએ અને NTG માં શામેલ કરી શકાય છે.

બેઠકની શરૂઆતમાં, ડૉ. સુષમા સુધીશ્રીએ છેલ્લી NLTC બેઠકનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો અને નેશનલ ટેકનિકલ ગાઇડલાઇન્સ (NTG)ના બીજા ડ્રાફ્ટમાં કરવામાં આવેલા ઉમેરાઓ પણ રજૂ કર્યા હતા.

ડૉ. સુષમાએ ઓડિશા અને કર્ણાટકની સ્ટેટ લેવલ નોડલ એજન્સીઓને વિશ્લેષણ અને અહેવાલો તૈયાર કરવા અને NTGની ચકાસણી (વૈલિડેશન) માટે રેકોર્ડ કરેલ ડેટા NRAA અને કન્સોર્ટિયમ ભાગીદારો સાથે શેર કરવા વિનંતી કરી હતી. વિકસાવવામાં આવી રહેલ NTG નો ઉપયોગ આપણા દેશમાં વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 3.0 હેઠળ ભવિષ્યની પેઢીના વોટરશેડ વિકાસ માટે કરવામાં આવશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2313834) મુલાકાતી સંખ્યા : 15