પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરિનાઝ ધાલીવાલ, મહેશ્વરી ચૌહાણ અને રાયઝા ધિલ્લોનને મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
23 SEP 2026 12:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિનાઝ ધાલીવાલ, મહેશ્વરી ચૌહાણ અને રાયઝા ધિલ્લોનને આજે મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું ફોકસ, ચોકસાઇ અને ટીમવર્કે ભારતીય રમતગમતમાં વધુ એક ગર્વની ક્ષણ લાવી છે. તેમણે તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પણ પાઠવી છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:
"મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પરિનાઝ ધાલીવાલ, મહેશ્વરી ચૌહાણ અને રાયઝા ધિલ્લોનને અભિનંદન.
તેમનું ધ્યાન, ચોકસાઇ અને ટીમવર્ક ભારતીય રમતગમતમાં વધુ એક ગર્વની ક્ષણ લાવી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ: PM @narendramodi"
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad