સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શન 2026માં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને સમકાલીન સિદ્ધિઓ પ્રદર્શિત કરાઈ


પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શનની 8મી આવૃત્તિમાં ગુજરાતના પરંપરાગત હસ્તકળા, સ્થાપત્ય વારસો અને આધુનિક નવીનતાઓને સ્થાન મળ્યું છે

પોસ્ટેડ ઓન: 21 SEP 2026 6:44PM by PIB Ahmedabad

પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શન 2026 ની 8 મી આવૃત્તિ ગુજરાતના યાદગાર ચિહ્નો (mementos) ના વિવિધ સંગ્રહને પ્રદર્શિત કરે છે, જે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, પરંપરાગત કળા અને હસ્તકળા, સ્થાપત્ય વારસા, કાપડ (ટેક્સટાઇલ) અને સમકાલીન સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે. આ સંગ્રહ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખની વિશિષ્ટ રજૂઆતોને એકસાથે લાવે છે, જે આધુનિક ભારતમાં તેના યોગદાનની સાથે તેની કાયમી પરંપરાઓને ઉજાગર કરે છે.

ગુજરાતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો સમકાલીન ભારતને મળે છે ગુજરાત સંગ્રહમાં રાજ્યના સ્થાપત્ય વારસા, પરંપરાગત ટેક્સટાઇલ આર્ટ્સ, સ્વદેશી ચિત્રકામની પરંપરાઓ, રમતગમતની સિદ્ધિઓ અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતિનિધિત્વ કરતા યાદગાર ચિહ્નો સામેલ છે.

17 મી સદીના હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગરની સ્થાપત્ય રજૂઆત ધરાવતું મેમેન્ટો, જેમાં તેનું વિશિષ્ટ અલંકરણ અને રામાયણ તથા મહાભારતમાંથી પ્રેરિત તત્વો દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર દ્વારા ભેટ આપવામાં આવેલી રમતગમતની યાદગીરી (memorabilia) વસ્તુ, જેમણે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપ સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

પરંપરાગત માતા-ની-પછેડી – ટ્રી ઓફ લાઈફ ટેક્સટાઇલ પેઇન્ટિંગ, જે જ્ઞાન, શક્તિ, સમૃદ્ધિ અને તમામ જીવોના આંતરિક જોડાણને દર્શાવે છે.

મધ્ય ગુજરાતના રાઠવા, ભીલ અને ભિલાલા સમુદાયો સાથે સંકળાયેલું ફ્રેમ કરેલું પીઠોરા પેઇન્ટિંગ, જેમાં ઘોડાઓ, દેવી-દેવતાઓ અને પીઠોરા કળા સાથે સંકળાયેલ સાંસ્કૃતિક અને માન્યતા પ્રણાલીઓનું પ્રતિનિધિત્વ કરતા મોટિફ્સ (ભાત) દર્શાવવામાં આવ્યા છે.

મોઢેરા સૂર્ય મંદિરના કોતરેલા કાચ સાથે ભારતની પ્રથમ સોલાર ટાઇલ, જે ગુજરાતના વારસા અને સૌર ઊર્જામાં ભારતની પ્રગતિને એકસાથે લાવે છે.

આ હરાજીમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને વિકાસનું પ્રતિનિધિત્વ કરતા અન્ય મેમેન્ટોઝનો પણ સમાવેશ થાય છે, જેમાં અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકાધીશ જી ની રજૂઆતો; એક પરંપરાગત ભુજોડી શાલ અને લિપ્પણ કળા; AIIMS રાજકોટનું પ્રતિકૃતિ (replica) મોડેલ; અડાલજ વાવનું એક સ્તરીય લાકડાનું સ્થાપત્ય મેમેન્ટો; અને ટાટા ઇલેક્ટ્રોનિક્સની "ચક્રથી ચિપ્સ" (Charkha to Chips) શીર્ષક વાળી સ્મારક સેમિકન્ડક્ટર પ્લેક (plaque) નો સમાવેશ થાય છે.

પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શનની 8 મી આવૃત્તિ 17 સપ્ટેમ્બર 2026 થી શરૂ થઈ છે, જે સમગ્ર ભારતમાંથી દેશની વિવિધ કલાત્મક પરંપરાઓ, પરંપરાગત કારીગરી, સાંસ્કૃતિક પદ્ધતિઓ, આધ્યાત્મિક પરંપરાઓ અને રમતગમતની સિદ્ધિઓનું પ્રતિનિધિત્વ કરતા કુલ 1,498 મેમેન્ટોઝ ઓફર કરે છે.

આ હરાજીનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA), નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે, જે નાગરિકો, સંગ્રહકર્તાઓ, સંસ્થાઓ અને કલા પ્રેમીઓને વિવિધ પ્રસંગોએ પ્રધાનમંત્રીને અર્પણ કરાયેલા અનન્ય મેમેન્ટોઝ મેળવવાની તક પૂરી પાડે છે.

પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શનમાંથી મળતી આવક નમામિ ગંગે પ્રોગ્રામને સમર્થન આપશે, જે ગંગા નદી અને તેની નિવસનતંત્ર (ecosystem) ના સંરક્ષણ, પુનરુજીવન અને સુરક્ષા માટે સમર્પિત રાષ્ટ્રીય મિશન છે. આ પહેલ ભારતના સાંસ્કૃતિક વારસાને એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પર્યાવરણીય મિશન સાથે જોડે છે.

પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શન, જે જાન્યુઆરી 2019 માં શરૂ થયું હતું, તેણે તેની અગાઉની આવૃત્તિઓ દ્વારા નમામિ ગંગે પ્રોજેક્ટ માટે રૂ. 50 કરોડથી વધુ એકત્ર કર્યા છે.

પીએમ મેમેન્ટોઝ ઈ-ઓક્શન 2026 અધિકૃત પોર્ટલ: https://pmmementos.gov.in/#/ પર ઓનલાઇન યોજાઈ રહ્યું છે.

SM/JD


(રીલીઝ આઈડી: 2313177) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Telugu