સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટેલિકોમ્યુનિકેશન વિભાગે નાગરિકોને સિમ કાર્ડ જારી કરવામાં છેતરપિંડી, ટેલિકોમ ઓળખકર્તાઓનો દુરુપયોગ અથવા IMEI નંબર સાથે ચેડાં કરવા સામે ચેતવણી આપી
દુરુપયોગ બદલ 3 વર્ષ સુધીની કેદ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે
નાગરિકોને તેમના મોબાઈલ કનેક્શન અને હેન્ડસેટની ચકાસણી કરવા અને તેને સુરક્ષિત કરવા માટે સંચાર સાથી પોર્ટલ અને મોબાઈલ એપનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે
પોસ્ટેડ ઓન:
21 SEP 2026 12:23PM by PIB Ahmedabad
દૂર સંચાર વિભાગ (DoT)ની મધ્ય પ્રદેશ (MP) LSAએ છેતરપિંડીથી સિમ જારી કરવાના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરી છે. તાજેતરની સાયબર ક્રાઇમ તપાસમાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં છત્તીસગઢના એક પોઇન્ટ ઑફ સેલ (PoS) એજન્ટ દ્વારા નાગરિકોની જાણકારી કે સંમતિ વિના તેમના ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે 25 મોબાઇલ કનેક્શન (સિમ) સક્રિય કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પછી, DoT અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે સંબંધિત PoSને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી દીધો, જેથી તે ભવિષ્યમાં મોબાઈલ કનેક્શન્સ (SIMs) ઈશ્યુ ન કરી શકે. આ 25 મોબાઈલ કનેક્શન્સની DoTના ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર તપાસ કરવામાં આવી હતી, અને જે શંકાસ્પદ જણાયા હતા તેમનું પુનઃચકાસણી (re-verification) કરવામાં આવ્યું હતું. પુનઃચકાસણીમાં નિષ્ફળ ગયેલા નંબરોને બાદમાં ડીએક્ટિવેટ કરવામાં આવ્યા હતા.
DoTની એડવાઈઝરી
દૂરસંચાર વિભાગ (DoT) પુનરાવર્તન કરે છે કે સિમ કાર્ડનું છેતરપિંડીથી ઈશ્યુઅન્સ, ટેલિકોમ આઈડેન્ટિફાયરનો દુરુપયોગ અથવા IMEI નંબરોમાં છેડછાડ એ ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023 હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. આ પ્રકારના ઉલ્લંઘન બદલ 3 વર્ષ સુધીની કેદ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ટેલિકોમ-સંબંધિત છેતરપિંડી રોકવા, નાગરિકોનું રક્ષણ કરવા અને સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ટેલિકોમ્યુનિકેશન વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, 2023ના વિધાનો અને તે હેઠળ બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
નાગરિકોને તેમના નામે ઈશ્યુ કરાયેલા સિમ કાર્ડ શેર કે ટ્રાન્સફર ન કરવા સાવચેત કરવામાં આવે છે, કારણ કે જો સિમનો દુરુપયોગ થયો હોવાનું જણાશે તો મૂળ સબ્સ્ક્રાઇબર પર કાનૂની જવાબદારી આવી શકે છે. પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે, નાગરિકોને સંચાર સાથી પોર્ટલ (www.sancharsaathi.gov.in) અને મોબાઈલ એપ દ્વારા તેમના મોબાઈલ કનેક્શન્સની નિયમિતપણે ચકાસણી કરવા સલાહ આપવામાં આવે છે. આ પ્લેટફોર્મ યુઝર્સને તેમના નામે ઈશ્યુ થયેલા તમામ મોબાઈલ નંબરો તપાસવા અને બિનજરૂરી અથવા વાસ્તવિક રીતે તેમના ન હોય તેવા નંબરોને બ્લોક કરવાની સુવિધા આપે છે. સાયબર છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોનો દુરુપયોગ રોકવા અને સુરક્ષિત તથા સક્ષમ સંચાર વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે. ભારતભરમાં મોબાઈલ કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાઓના ઝડપી વિસ્તરણ સાથે, સિમ, ટેલિકોમ્યુનિકેશન આઈડેન્ટિફાયર, જેમાં મોબાઈલ ઉપકરણોના ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી (IMEI) નંબરનો દુરુપયોગ ગંભીર ચિંતાની બાબત તરીકે ઉભરી આવ્યો છે. આ પ્રકારનો દુરુપયોગ નાગરિકોની સલામતી સાથે ચેડાં કરી શકે છે અને ટેલિકોમ્યુનિકેશન નેટવર્કની સુરક્ષા અને અખંડિતતા માટે જોખમ ઊભું કરી શકે છે. ભારત સરકારે યુનિક ટેલિકોમ્યુનિકેશન આઈડેન્ટિફાયર સાથે છેડછાડ અને તેના દુરુપયોગને રોકવા માટે કડક કાનૂની જોગવાઈઓ અમલમાં મૂકી છે.
નાગરિકોએ શું ન કરવું જોઈએ
દૂરસંચાર વિભાગ (DoT) નાગરિકોને નીચેની બાબતોથી દૂર રહેવા સલાહ આપે છે:
- કોન્ફિગરેબલ અથવા છેડછાડ કરેલ IMEI ધરાવતા મોડેમ, મોડ્યુલ, SIM બોક્સ અથવા અન્ય સાધનો જેવા ઉપકરણોનો ઉપયોગ કરવો, ખરીદી કરવી અથવા એસેમ્બલ કરવું;
- નકલી દસ્તાવેજો, છેતરપિંડી, ઠગાઈ અથવા વેશપલટો (impersonation) દ્વારા સિમ કાર્ડ મેળવવા;
- પોતાના નામે મેળવેલા સિમ કાર્ડ્સ અન્ય લોકોને ટ્રાન્સફર કરવા, વેચવા અથવા સોંપવા જે તેનો દુરુપયોગ કરી શકે છે;
- કોલિંગ લાઈન આઈડેન્ટિટી (CLI) અથવા અન્ય ટેલિકોમ્યુનિકેશન આઈડેન્ટિફાયરને સુધારવા માટે મોબાઈલ એપ્લિકેશન્સ, વેબસાઇટ્સ અથવા અન્ય કોઈપણ માધ્યમનો ઉપયોગ કરવો;
- પોતાના નામે સિમ કાર્ડ મેળવવું અને ત્યારબાદ સાયબર છેતરપિંડી અથવા અન્ય કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં દુરુપયોગ માટે સિમ લોન પર આપવું, ભાડે આપવું અથવા મુલિંગ (muling) કરવું, જે મૂળ સબ્સ્ક્રાઇબર માટે કાનૂની જવાબદારીમાં પરિણમી શકે છે;
- છેડછાડ કરાયેલા IMEI નંબરવાળા ઉપકરણોનો ઉપયોગ કરવો, છેતરપિંડીના માધ્યમો દ્વારા સિમ કાર્ડ મેળવવા અથવા સિમ કાર્ડનો દુરુપયોગ કરનારી વ્યક્તિઓને ટ્રાન્સફર કરવા, જેનાથી ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે.
સંચાર સાથી દ્વારા ચકાસણી અને રિપોર્ટિંગ
સરકારે ટેલિકોમ્યુનિકેશન સંસાધનોનો દુરુપયોગ રોકવા અને ભારતના ટેલિકોમ્યુનિકેશન ઇકોસિસ્ટમની સુરક્ષા અને ક્ષમતાને મજબૂત કરવા માટે મજબૂત પગલાં અમલમાં મૂક્યા છે. નાગરિકો તેમના મોબાઈલ કનેક્શન અને ઉપકરણોની ચકાસણી કરવા અને સુરક્ષિત કરવા માટે સંચાર સાથી પહેલ હેઠળ ઉપલબ્ધ વિવિધ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. નાગરિકોને સાવધાન રહેવા અને તેમના મોબાઈલ હેન્ડસેટની ચકાસણી કરવા અને સુરક્ષિત કરવા માટે સંચાર સાથી પહેલ દ્વારા ઉપલબ્ધ ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે.
મોબાઈલ હેન્ડસેટની IMEI વિગતો સંચાર સાથી પ્લેટફોર્મ દ્વારા 'ચેક જેન્યુઈનનેસ ઓફ યોર મોબાઈલ હેન્ડસેટ' સુવિધાનો ઉપયોગ કરીને ચકાસી શકાય છે. આ સેવા નાગરિકોને ઉપકરણ સાથે સંકળાયેલ બ્રાન્ડ નામ, મોડેલ નામ અને ઉત્પાદકની માહિતી જેવી વિગતો તપાસવા માટે સક્ષમ બનાવે છે.
નાગરિકોને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિવિધ નાગરિક-કેન્દ્રી સેવાઓનો ઉપયોગ કરવા માટે www.sancharsaathi.gov.in પર સંચાર સાથી પોર્ટલની મુલાકાત લેવા અથવા સંચાર સાથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
Android માટે:
https://play.google.com/store/apps/details?id=com.dot.app.sancharsaathi
iOS માટે:
https://apps.apple.com/app/sancharsaathi/id6739700695
વધુ માહિતી માટે DoT હેન્ડલ્સ ફોલો કરો: -
X - https://x.com/DoT_India
Insta- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==
Fb - https://www.facebook.com/DoTIndia
Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad