જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 22 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક 2026નું ઉદ્ઘાટન કરશે


પાંચ દિવસીય કાર્યક્રમમાં ક્લાઇમેટ રેસિલિઅન્ટ વોટર મેનેજમેન્ટ મુખ્ય કેન્દ્રસ્થાને રહેશે

પોસ્ટેડ ઓન: 20 SEP 2026 11:43AM by PIB Ahmedabad

જળ શક્તિ મંત્રાલય, ભારત સરકાર, મુખ્ય કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ સંસ્થાઓ, વિકાસ ભાગીદારો, નાગરિક સમાજ અને ખાનગી ક્ષેત્રના ભાગીદારોના સહયોગથી, “ક્લાઇમેટ રેસિલિઅન્ટ વોટર મેનેજમેન્ટ” ની થીમ પર ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે 22-26 સપ્ટેમ્બર 2026 દરમિયાન 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક (IIWW) 2026નું આયોજન કરી રહ્યું છે. આ પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ ઉભરતી જળ સબંધી  પડકારોને પહોંચી વળવા અને જળ-સુરક્ષિત અને હવામાન-પ્રતિકૂળતા સક્ષમ ભવિષ્યને આગળ વધારવા માટે સંવાદ, જ્ઞાનની આપ-લે, નવીનતા અને ભાગીદારી માટે નીતિ નિર્માતાઓ, વૈશ્વિક જળ નેતાઓ, નિષ્ણાતો, સંશોધકો, પ્રેક્ટિશનરો, ઉદ્યોગો, નાગરિક સમાજ અને યુવા વ્યાવસાયિકોને એકસાથે લાવતું એક બહુવિધ પ્લેટફોર્મ પૂરું પાડશે.

IIWW-2026ના મુખ્ય આકર્ષણો

  • ઉદ્ઘાટન: આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ દ્વારા 22 સપ્ટેમ્બર 2026ના રોજ માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
  • વૈશ્વિક ભાગીદારી અને ભાગીદાર દેશો: નેધરલેન્ડ અને જર્મની ભાગીદાર દેશો તરીકે ભાગ લેશે, જેની સાથે ભારતના અને વિદેશના મંત્રીઓ, નીતિ નિર્માતાઓ, વૈશ્વિક જળ નેતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, નિષ્ણાતો, સંશોધકો, પ્રેક્ટિશનરો, ઉદ્યોગના પ્રતિનિધિઓ, નાગરિક સમાજ, સ્ટાર્ટ-અપ્સ, યુવાનો અને અન્ય હિતધારકો ભાગ લેશે, જે જળ વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈશ્વિક અનુભવની આપ-લેને સમૃદ્ધ બનાવશે.
  • રાષ્ટ્રીય ભાગીદારી અને સુમેળ: ચૌદ રાજ્યો ભાગીદાર રાજ્યો તરીકે ભાગ લેશે, જ્યારે છ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો તરીકે ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જે ક્લાઇમેટ રેસિલિઅન્ટ વોટર મેનેજમેન્ટ માટે કેન્દ્ર-રાજ્ય સહયોગ અને આંતર-ક્ષેત્રીય સુમેળને મજબૂત કરશે.
  • દસ મુખ્ય મંચ (ફોરમ): આ કાર્યક્રમમાં મંત્રી સ્તરીય પ્લેનરી, ગ્લોબલ વોટર લીડર્સ પ્લેનરીઝ, કન્ટ્રી ફોરમ્સ, વોટર લીડર્સ ફોરમ્સ, પ્રેક્ટિશનર્સ ફોરમ્સ, થીમેટિક ફોરમ્સ, સ્ટાર્ટઅપ ફોરમ, યુથ ફોરમ, ઇન્ડસ્ટ્રિયલ ફોરમ અને સાઇડ ઇવેન્ટ્સ સામેલ હશે, જે નીતિ, ટેકનોલોજી, સંશોધન અને અમલીકરણમાં સંવાદને સરળ બનાવશે.
  • સાત મુખ્ય સબ-થીમ્સ: ચર્ચાઓમાં સમાવેશી અને સમાન જળ શાસન; જળ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે સહયોગ; જળ સુરક્ષા માટે ટેકનોલોજી અને સમુદાય; આબોહવા સંબંધિત જોખમમાં પાણી; જળ માળખાકીય સુવિધાઓ અને આધુનિકીકરણ માટે નવીન નાણાકીય મોડેલો; ટકાઉ જળ સંસાધન વ્યવસ્થાપન; અને લોકો અને ગ્રહ માટે પાણી આવરી લેવામાં આવશે.
  • આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને ટેકનોલોજી શોકેસ: 22-25 સપ્ટેમ્બર 2026 દરમિયાન ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ટકાઉ અને ક્લાઇમેટ-રેસિલિઅન્ટ જળ વ્યવસ્થાપન માટે નવીન તકનીકો, ઉત્પાદનો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
  • આંતરરાષ્ટ્રીય WASH પરિષદ: પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા 22-24 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત બીજી આંતરરાષ્ટ્રીય WASH પરિષદ 2026, સ્કેલેબલ, પરવડે તેવા અને ટકાઉ ઉકેલો પર ભાર મૂકવા સાથે પીવાના પાણીની પહોંચ, સ્વચ્છતા માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા વર્તન અને જાહેર આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • પરિણામ-લક્ષી ચર્ચાઓ: IIWW-2026 જળ સુરક્ષા અને આબોહવા પ્રતિકૂળતા સક્ષમતાને મજબૂત કરવા માટે નીતિ, નાણાકીય સહાય, ટેકનોલોજી અને સામુદાયિક ભાગીદારીને એકસાથે લાવીને જ્ઞાન અને સંવાદને વ્યવહારિક ભલામણો, ભાગીદારી અને સ્કેલેબલ ઉકેલોમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરશે.
  • સમાપન અને અભ્યાસ પ્રવાસ: ચર્ચાઓ 25 સપ્ટેમ્બર 2026 ના રોજ સમાપન સત્રમાં પરિણમશે, જેના પછી 26 સપ્ટેમ્બર 2026 ના રોજ અભ્યાસ પ્રવાસ યોજાશે.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક એ અનુભવોની આપ-લે કરવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને જળ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા માટે ભારત અને વિશ્વભરના વિવિધ હિતધારકોને એકસાથે લાવવા માટેના એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. IIWW-2026 ટકાઉ જળ વ્યવસ્થાપન માટે સંવાદથી વ્યવહારિક, સહયોગી અને અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો તરફ આગળ વધવા પર ભાર મૂકવાની સાથે, જળ ચર્ચાના કેન્દ્રમાં આબોહવા પ્રતિકૂળતા સક્ષમતા (ક્લાઇમેટ રેસિલિઅન્સ)ને સ્થાન આપશે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2312649) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Tamil