પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયા કપ જાળવી રાખવા બદલ ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 13 SEP 2026 8:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાનદાર અણનમ અભિયાન સાથે એશિયા કપ જાળવી રાખવા બદલ ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટીમની સફળતા ખેલાડીઓનું કૌશલ્ય અને દ્રઢ સંકલ્પ દર્શાવે છે.

શ્રી મોદીએ સમગ્ર ટીમને પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

“ભારતીય હોકી માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ!
શાનદાર અણનમ અભિયાન સાથે એશિયા કપ જાળવી રાખવા બદલ આપણી જૂનિયર મહિલા હોકી ટીમને અભિનંદન.
તેમની સફળતા ખેલાડીઓનું કૌશલ્ય અને દ્રઢ સંકલ્પ દર્શાવે છે.
સમગ્ર ટીમને શુભકામનાઓ!
@TheHockeyIndia”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2309902) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi