પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયા કપ જીતવા બદલ ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
13 SEP 2026 8:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફાઇનલમાં 4-1થી શાનદાર વિજય મેળવીને એશિયા કપ જીતવા બદલ ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ આ સિદ્ધિને અસાધારણ ગણાવી હતી અને કહ્યું હતું કે આ સિદ્ધિ યુવા ખેલાડીઓની અપાર પ્રતિભા દર્શાવે છે.
શ્રી મોદીએ સમગ્ર ટીમને પોતાની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ફાઇનલમાં 4-1થી શાનદાર જીત મેળવીને એશિયા કપ જીતવા બદલ આપણી જૂનિયર પુરુષ હોકી ટીમને અભિનંદન. આ ખરેખર એક અસાધારણ સિદ્ધિ છે.
આ સિદ્ધિ આપણા યુવા ખેલાડીઓની અપાર પ્રતિભા દર્શાવે છે. સમગ્ર ટીમને શુભકામનાઓ!”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2309895)
મુલાકાતી સંખ્યા : 8