રાષ્ટ્રપતિ સચિવાલય
ઈરાન ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
12 SEP 2026 4:35PM by PIB Ahmedabad
ઈરાન ઈસ્લામિક રિપબ્લિકના મહામહિમ રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પિઝેશકિયાને આજે (12 સપ્ટેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપતિ પિઝેશકિયાનની પ્રથમ ભારત મુલાકાત વખતે તેમનું સ્વાગત કરતાં, રાષ્ટ્રપતિજીએ ભારતની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા દરમિયાન ઈરાન દ્વારા આપવામાં આવેલા સહયોગની સરાહના કરી હતી.
બંને નેતાઓએ ઈરાન અને ભારત વચ્ચેના દ્રઢ સાંસ્કૃતિક અને જન-સંપર્કો સહિતના લાંબા સમયથી ચાલ્યા આવતા મિત્રતાના સંબંધો અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિજીએ ક્ષેત્રમાં કાયમી શાંતિની વિનંતી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, અને સંઘર્ષોનો ઉકેલ સંવાદ અને મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) દ્વારા લાવવા હાકલ કરી હતી.


SM/NP/JD
(રીલીઝ આઈડી: 2309507)
મુલાકાતી સંખ્યા : 10