યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

પીએમ મોદીના ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા’ના આહ્વાનને પ્રોત્સાહન આપવા માટે 89મી ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ યોજાશે


ડૉ. મનસુખ માંડવિયા સુરતમાં સાયકલિંગ પહેલનું નેતૃત્વ કરશે; ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાગ લેશે

પદ્મશ્રી ઓલિમ્પિયન અચંત શરથ કમલ, અર્જુન એવોર્ડી સરિતા મોર આ પહેલમાં જોડાનારા અગ્રણી રમતવીરોમાં સામેલ

પોસ્ટેડ ઓન: 04 SEP 2026 4:25PM by PIB Ahmedabad

તંદુરસ્ત અને ડ્રગ-મુક્ત યુવાનોને પ્રોત્સાહિત કરવાના સાધન તરીકે ફિટનેસ, રમતગમત અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપતા, 'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા' ની થીમ સાથે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની 89મી આવૃત્તિ 6 સપ્ટેમ્બરના રોજ સુરતમાં યોજાશે.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સાયકલિંગ પહેલનું નેતૃત્વ કરશે, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ભાગ લેશે.

"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા' ના આહ્વાનને આગળ ધપાવતા, ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલની આ આવૃત્તિ આપણા યુવાનોને નશાથી દૂર રહેવા અને તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત છે. સન્ડેઝ ઓન સાયકલ અને અન્ય ફિટનેસ પ્રવૃત્તિઓ દ્વારા, ફિટ ઇન્ડિયા એવી પેઢીનું નિર્માણ કરવામાં મદદ કરી રહ્યું છે જે સ્વસ્થ, આત્મવિશ્વાસુ અને શિસ્તબદ્ધ છે અને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે," તેમ ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું.

સ્વતંત્રતા દિવસે  લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નશાખોરીને દેશ અને તેના યુવાનો માટે એક મોટુ સંકટ ગણાવ્યું હતું.

89મી આવૃત્તિ 'વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા' હેઠળ 100-અઠવાડિયાના દેશવ્યાપી જન ભાગીદારી અભિયાન સાથે પણ સુસંગત છે, જે રમતગમત, ફિટનેસ, જાગૃતિ અને સમુદાયની ભાગીદારી દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે સતત ચળવળ બનાવવાનો પ્રયાસ કરે છે.

સુરતમાં સાયકલિંગ ઈવેન્ટ સવારે 6:00 વાગ્યે સરદાર પટેલ સ્ટેચ્યુ, માનગઢ ચોકથી શરૂ થશે, જે મિની બજાર અને વરાછા મેઈન રોડ પરથી પસાર થઈને સરથાણા પ્રાણીસંગ્રહાલય (ઝૂ) ખાતે પૂર્ણ થશે.

પદ્મશ્રી ઓલિમ્પિયન અચંત શરથ કમલ, અર્જુન એવોર્ડી સરિતા મોર, કુસ્તીબાજ શિવાની પવાર અને કોમનવેલ્થ મેડલ વિજેતા રાહુલ માન સહિતના અગ્રણી રમતવીરો પણ આ પહેલમાં ભાગ લેશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2306738) મુલાકાતી સંખ્યા : 44
આ રીલીઝ વાંચો: Urdu , English , Marathi , हिन्दी , Tamil