ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ડિજિટલ ઇન્ડિયા ભાષિણી ડિવિઝન અને કાઠમંડુ યુનિવર્સિટીએ લેંગ્વેજ AIમાં સહયોગ માટેની શક્યતાઓ ચકાસી
ચર્ચાઓ નેપાળી અને સ્થાનિક ભાષાઓ, લેંગ્વેજ ડેટા, લિપિઓ અને વોઇસ-આધારિત ઉકેલો પર કેન્દ્રિત રહી
પોસ્ટેડ ઓન:
02 SEP 2026 3:42PM by PIB Ahmedabad
ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન (DIC), ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY), ભારત સરકાર હેઠળના ડિજિટલ ઇન્ડિયા ભાષિણી ડિવિઝન (DIBD)એ કાઠમંડુ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (DPI-AI)ની ટીમ સાથે એક આંતરક્રિયાત્મક સત્ર (ઇન્ટરેક્ટિવ સેશન) યોજ્યું હતું, ત્યારબાદ વાઇસ ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી. આ જોડાણમાં નેપાળ માટે ભાષાકીય ટેકનોલોજીને મજબૂત કરવાની સહિયારી ક્ષમતા સાથે, લેંગ્વેજ AI માં સંયુક્ત સહયોગ માટેની તકો ચકાસવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ચર્ચાઓમાં હાલના લેંગ્વેજ મોડલ્સને મજબૂત કરવાની સાથે AIમાં જે ભાષાઓનું પ્રતિનિધિત્વ ઓછું રહ્યું છે તેવી ભાષાઓ માટે નવા મોડલ્સ બનાવવા માટેની તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેપાળની ભાષાકીય વિવિધતાને ડિજિટલ અને AI ઇકોસિસ્ટમમાં લઈ જવાના મહત્વને સ્વીકારીને, પ્રચલિત લિપિ અને રંજના લિપિ સહિતની પરંપરાગત લિપિઓ સાથે નેપાળી, નેવારી, તમાંગ અને ગુરુંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

વાતચીતનો એક મુખ્ય ભાગ લેંગ્વેજ ડેટાના પડકાર પર કેન્દ્રિત હતો. ઉચ્ચ ગુણવત્તાવાળા, પ્રતિનિધિ ડેટાસેટ્સ બનાવવા માટે વિવિધ ભાષાઓ, બોલનારાઓ અને લિપિઓમાં સતત સંગ્રહ અને ક્યુરેશનની જરૂર પડે છે. આ ચર્ચામાં અનુવાદ ક્ષમતાઓમાં સુધારો કરવા અને લેંગ્વેજ મોડલ્સને તાલીમ આપવા, શુદ્ધ કરવા અને વિસ્તૃત કરવા માટે જરૂરી કમ્પ્યુટિંગ આવશ્યકતાઓને ઉકેલવાનો પણ સમાવેશ થયો હતો.
આ જોડાણમાં માત્ર મોડલ ડેવલપમેન્ટથી આગળ વધીને વાસ્તવિક દુનિયામાં તેનો ઉપયોગ, જેમાં વોઇસ-ફર્સ્ટ સોલ્યુશન્સની સંભાવનાનો પણ સમાવેશ થાય છે તે બાબત પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સ્થાનિક ભાષાઓમાં અર્થપૂર્ણ ડિજિટલ અનુભવો બનાવી શકે તેવા એપ્લિકેશનો સાથે લેંગ્વેજ ડેટા, મોડલ્સ અને ટેકનોલોજીને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

એક શૈક્ષણિક અને સંશોધન સંસ્થા તરીકે, કાઠમંડુ યુનિવર્સિટી, તેના DPI-AI સેન્ટર દ્વારા, સંશોધન, નવીનતા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂલ્યવાન ક્ષમતાઓ લાવે છે. આ વાર્તાલાપે દ્રષ્ટિકોણનું આદાનપ્રદાન કરવા અને એવા ક્ષેત્રોની શોધ કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો જ્યાં નેપાળ માટે લેંગ્વેજ AI ને આગળ વધારવા માટે ટેકનોલોજી, સંશોધન અને સ્થાનિક ભાષાની કુશળતા એકસાથે આવી શકે છે.
ડિજિટલ ઇન્ડિયા ભાષિણી ડિવિઝન (DIBD) વિશે
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન (DIC) હેઠળનું ડિજિટલ ઇન્ડિયા ભાષિણી ડિવિઝન (DIBD), AI-સંચાલિત બહુભાષી ડિજિટલ સમાવેશ માટે ભારતનું રાષ્ટ્રીય મંચ છે. ભાષિણી (BHASHINI) 800 થી વધુ સરકારી વેબ સાઇટ્સને સંચાલિત કરે છે, 9 અબજથી વધુ સંચિત AI ઇન્ફરન્સિસ (અનુમાનો)ને સક્ષમ કર્યા છે, દરરોજ 24 મિલિયન (2.4 કરોડ) થી વધુ AI ઇન્ફરન્સિસ પ્રક્રિયા કરે છે, અને 36 ભારતીય ટેક્સ્ટ ભાષાઓ, 23 ભારતીય વોઇસ ભાષાઓ અને 35 આંતરરાષ્ટ્રીય ભાષાઓને સપોર્ટ કરે છે, જે લેંગ્વેજ AI દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુલભ બનાવે છે.
કાઠમંડુ યુનિવર્સિટી (KU) વિશે
કાઠમંડુ યુનિવર્સિટી (KU) એ 1991 માં સંસદના એક અધિનિયમ દ્વારા સ્થાપિત સ્વાયત્ત, બિન-લાભકારી, સ્વ-નાણાકીય સાર્વજનિક સંસ્થા છે. ક્લાસિકલ અને વ્યાવસાયિક વિષયોમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે સમર્પિત, યુનિવર્સિટી સંશોધન, તકનીકી સાક્ષરતા, નેતૃત્વ અને સમુદાયના જોડાણ પર મજબૂત ભાર મૂકે છે. જ્ઞાન અને ટેકનોલોજીને માનવજાતની સેવામાં લાવવાનું તેનું વિઝન, જ્ઞાન અને કૌશલ્યોને "કેમ્પસથી સમુદાય સુધી" લઈ જવાના તેના સિદ્ધાંત સાથે, શૈક્ષણિક નિપુણતાને અર્થપૂર્ણ સામાજિક અસરમાં રૂપાંતરિત કરવાની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
(રીલીઝ આઈડી: 2306062)
મુલાકાતી સંખ્યા : 6