શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

EPF યોજના, 2026માં એમ્નેસ્ટીની જોગવાઈઓ દ્વારા ભવિષ્ય નિધિ (PF) ટ્રસ્ટોની મુક્તિની સ્થિતિને ભૂતકાળથી નિયમિત કરવાની સુવિધા


EPFO સંભવિત લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી

પોસ્ટેડ ઓન: 02 SEP 2026 1:05PM by PIB Ahmedabad

29.06.2026ના રોજ જાહેર કરાયેલી કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના, 2026માં એમ્નેસ્ટી (Amnesty) માટેની જોગવાઈઓ સંક્રમણકાળીન પગલાં તરીકે રજૂ કરવામાં આવી છે. આ જોગવાઈઓ હેઠળ, આવકવેરા અધિનિયમ, 1961 (1961નો અધિનિયમ ક્રમાંક 43) હેઠળ માન્યતા પ્રાપ્ત થયેલા, પરંતુ કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 (EPF&MP Act)ની કલમ 17 અથવા સામાજિક સુરક્ષા સંહિતા (CoSS), 2020ની કલમ 143 હેઠળ સત્તાવાર મુક્તિ આદેશ મેળવ્યો ન હોય તેવા ભવિષ્ય નિધિ (PF) ટ્રસ્ટોને તેમની મુક્તિની સ્થિતિ નિયમિત (Regularise) કરાવવા માટે એક વખતની તક આપવામાં આવી છે.

એમ્નેસ્ટી (Amnesty) માટેની કાર્યકારી માર્ગદર્શિકા, જેમાં અરજી કરવાની રીત, પ્રક્રિયાત્મક આવશ્યકતાઓ વગેરેનો સમાવેશ થાય છે, તે 11.07.2026ના રોજ જારી કરાયેલા વિગતવાર પરિપત્રમાં આપવામાં આવી છે. એમ્નેસ્ટીની જોગવાઈઓ નોટિફિકેશનની તારીખથી છ મહિના સુધી એટલે કે 28.12.2026 સુધી અમલમાં રહેશે. મુક્તિની સ્થિતિને ભૂતકાળથી નિયમિત (Retrospective Regularization) કરવાની સુવિધા ઉપરાંત, PF ટ્રસ્ટોને અન્ય કેટલાક મહત્વપૂર્ણ લાભો પણ મળશે. તેમાં CoSS, 2020 હેઠળની લઘુત્તમ કર્મચારી સંખ્યા, ફંડના કોર્પસનું કદ અને 3 વર્ષના અનુપાલનના નિયમ જેવી કેટલીક આવશ્યકતાઓમાંથી મુક્તિનો સમાવેશ થાય છે. ભૂતકાળથી મુક્તિની સ્થિતિ નિયમિત થયા બાદ, કોઈપણ સંસ્થા મુક્તિ પ્રાપ્ત (Exempt) સંસ્થા તરીકે અથવા મુક્તિ વિનાની (Unexempt) સંસ્થા તરીકે અનુપાલન કરવાનું પસંદ કરી શકે છે.

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે કે સંભવિત અરજદારોને એમ્નેસ્ટીની જોગવાઈઓ વિશે યોગ્ય રીતે માહિતગાર કરવામાં આવે અને તેની ફીલ્ડ ઓફિસો દ્વારા સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. આઉટરીચ ડ્રાઇવના ભાગરૂપે, વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે જોડાણ હાલમાં ચાલુ છે. EPFOએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) જેવી વ્યાવસાયિક સંસ્થાઓનો સંપર્ક કર્યો છે, જેના સભ્યો (CAs) અનેક સ્થાપનાઓનું વૈધાનિક અથવા ઇનકમ ટેક્સ ઓડિટ કરે છે જેમાં ઘણા કિસ્સાઓમાં આવી સ્થાપનાઓએ PF ટ્રસ્ટ ફંડ્સ બનાવ્યા છે અને તે PF ટ્રસ્ટ્સની ઓળખ કરવા માટે સારી સ્થિતિમાં છે જે સંભવિતપણે એમ્નેસ્ટી સ્કીમનો લાભ લઈ શકે છે. ICAIને તેની સભ્યો વચ્ચે એમ્નેસ્ટી જોગવાઈઓનો પ્રચાર કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સ્કીમ પ્રત્યે PF ટ્રસ્ટ્સ તરફથી સારો પ્રતિસાદ મેળવી શકાય. ઉપરોક્ત ઉપરાંત, EPFO ફીલ્ડ ઓફિસો જેમ કે ઝોનલ ઓફિસ UP અને ઝોનલ ઓફિસ કોલકાતાએ સ્ટેકહોલ્ડર્સ સાથે સેમિનાર/વર્કશોપ યોજ્યા છે.

તદુપરાંત, EPFOએ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત PF ટ્રસ્ટ્સની વિગતો માંગી છે, જેમાં IT એક્ટ હેઠળ માન્યતા આપતા પહેલા અથવા EPFO તરફથી ઔપચારિક મુક્તિ ઓર્ડર ન ધરાવતા PF ટ્રસ્ટ્સની હાલની માન્યતા પાછી ખેંચતા પહેલા EPF&MP એક્ટ, 1952 અથવા CoSS, 2020 હેઠળ સ્થાપનાની કવરેજ અને મુક્તિની સ્થિતિની અનુરૂપ તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે.

સ્થાપનાના PF ટ્રસ્ટ્સ 11.07.2026ના રોજની EPFO પરિપત્રમાં દર્શાવેલ વિગતો મુજબ એમ્નેસ્ટી સ્કીમ માટે અરજી કરી શકે છે (EPFO વેબસાઇટ: https://www.epfo.gov.in પર ઉપલબ્ધ).

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2305875) મુલાકાતી સંખ્યા : 12