સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ રાજ્ય મંત્રી CENJOWS ના દ્વિતીય વાર્ષિક ટ્રાઇડેન્ટ લેક્ચરનું ઉદ્ઘાટન કરશે
પોસ્ટેડ ઓન:
31 AUG 2026 1:12PM by PIB Ahmedabad
સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ માણેકશા સેન્ટર, નવી દિલ્હી ખાતે સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝ (CENJOWS)ના દ્વિતીય વાર્ષિક ટ્રાઇડેન્ટ લેક્ચરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ રાજ્ય મંત્રી ‘રાષ્ટ્ર નિર્માણ માટે આગામી પેઢીની ક્ષમતાઓનો ઉપયોગ કરવો’ વિષય પર વિશેષ સંબોધન કરશે.
CENJOWSની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે, આ લેક્ચરનું આયોજન ‘સંરક્ષણ દળોના દૃષ્ટિકોણથી રાષ્ટ્રીય પુનરુત્થાન’ થીમ પર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ટુ ચેરમેન ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (CISC) અને ચેરમેન, CENJOWS, એર માર્શલ તેજિંદર સિંહ દ્વારા ‘સંયુક્તતા અને એકીકરણના ઉભરતા પરિમાણો’ પર કીનોટ એડ્રેસ રજૂ કરવામાં આવશે. લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત) દ્વારા ‘Civil-Military ફ્યુઝન: ધ વે ફોર નેશનલ ગ્રોથ’ અને આર્મી સ્ટાફના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન દ્વારા ‘ફાઇટિંગ સ્માર્ટલી: મલ્ટી-ડોમેન ઓપરેશન્સ અને ધ કોન્સેપ્ટ ઓફ જોઈન્ટનેસ’પર પણ વિશેષ સંબોધન કરવામાં આવશે.
આ લેક્ચર સંયુક્તતા અને એકીકરણ, મલ્ટી-ડોમેન ઓપરેશન્સ, સિવિલ-મિલીટરી ફ્યુઝન અને રાષ્ટ્ર નિર્માણમાં સશસ્ત્ર દળોની ભૂમિકા પર વિચાર-વિમર્શ માટે વરિષ્ઠ નેતૃત્વ અને વિખ્યાત નિષ્ણાતોને એક મંચ પર લાવશે.
CENJOWS, જેની સ્થાપના 2007માં હેડક્વાર્ટર ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના નેજા હેઠળ કરવામાં આવી હતી, તે એક ત્રિ-સેવા થિંક ટેન્ક છે જે સંયુક્ત યુદ્ધ, રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય શક્તિના ઉપયોગથી સંબંધિત મુદ્દાઓ પર સંશોધન, વિશ્લેષણ અને માહિતગાર ચર્ચા માટે એક મંચ પૂરો પાડે છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad