ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રની ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવ્યો
ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોને જીવનભર ઇન્સ્યુલિનના ઈન્જેક્શનની આવશ્યકતા હોય છે, જે તેમના પરિવારો પર મોટો આર્થિક બોજ નાખે છે
મોદીજીના નેતૃત્વમાં આપણી સરકાર દ્વારા આવા તમામ બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે
આ દુરંદેશી પહેલ, જેને કેટલાય વિકસિત દેશો પણ હજુ લાગુ કરવા માટે પ્રયાસરત છે, મોદી સરકારની ‘સેવા, સંવેદના અને સુરક્ષા’ ના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધતાનું પ્રમાણ છે
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 4:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રની ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવ્યો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ‘X’ પર પોતાની એક પોસ્ટમાં કહ્યું, “આજે અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રની ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવ્યો. ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોને જીવનભર ઇન્સ્યુલિનના ઈન્જેક્શનની આવશ્યકતા હોય છે, જે તેમના પરિવારો પર મોટો આર્થિક બોજ નાખે છે. મોદીજીના નેતૃત્વમાં આપણી સરકાર દ્વારા આવા તમામ બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ દુરંદેશી પહેલ, જેને કેટલાય વિકસિત દેશો પણ હજુ લાગુ કરવા માટે પ્રયાસરત છે, મોદી સરકારની ‘સેવા, સંવેદના અને સુરક્ષા’ ના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધતાનું પ્રમાણ છે.”
आज अहमदाबाद में अपने संसदीय क्षेत्र की टाइप-1 डायबिटीज से पीड़ित बेटियों के साथ रक्षाबंधन का पावन पर्व मनाया।
टाइप-1 डायबिटीज से पीड़ित बच्चों को जीवनभर इंसुलिन के इंजेक्शन की आवश्यकता होती है, जो उनके परिवारों पर बड़ा आर्थिक बोझ डालता है। मोदी जी के नेतृत्व में हमारी सरकार… pic.twitter.com/JQCGwPZUD7
— Amit Shah (@AmitShah) August 28, 2026
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમામ બાળકીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ આપતા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી.

શ્રી અમિત શાહના સંવેદનશીલ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં 0 થી 18 વર્ષની વયના ટાઈપ-1 જુવેનાઈલ ડાયાબિટીસથી પીડિત બાળકોને મોદી સરકારની દુરંદેશી પહેલનો લાભ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ જ દિશામાં આ બાળકીઓ સહિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકોને જીવનભર આવશ્યક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવા માટે “સ્ક્રીનિંગ – નિદાન – ઇન્સ્યુલિન/ઉપચાર – મોનિટરિંગ – ફોલોઅપ” ની સંકલિત વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે.

આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું, “મોદી સરકાર માટે જનસેવા માત્ર એક જવાબદારી નથી, પરંતુ સંવેદનશીલ શાસનનો મૂળમંત્ર છે. દીકરીનું સ્વાસ્થ્ય સુરક્ષિત હશે, ત્યારે જ પરિવાર અને સમાજનું ભવિષ્ય સુરક્ષિત હશે. રક્ષાબંધનના પાવન પર્વ પર દીકરીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવાની આ પહેલ ‘દીકરીની રક્ષા અને દીકરીના સ્વાસ્થ્ય’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પણ પ્રતીક છે.”
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2304441)
મુલાકાતી સંખ્યા : 10