પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 12:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રાવણ પૂર્ણિમાના અવસરે વિશ્વ સંસ્કૃત દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આપણે સંસ્કૃતની શાશ્વત સમૃદ્ધિની ઉજવણી કરીએ છીએ, જે ભારતના જ્ઞાન, વિચાર અને સર્જનાત્મકતાનું સતત માધ્યમ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, "આ ખાસ દિવસે, આપણે ભારત અને વિશ્વભરમાં સંસ્કૃતનો અભ્યાસ કરનારા અને શીખવનારા તેમજ ભવિષ્યની પેઢીઓને આ ભાષામાં રહેલા શાશ્વત ખજાનાને પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેલા તમામ લોકોની પ્રશંસા કરીએ છીએ."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
विश्वसंस्कृतदिवसस्य शुभाशयाः।
अद्य, श्रावणपूर्णिमादिने, वयं संस्कृतस्य चिरन्तन-समृद्धेः उत्सवम् आचरामः। एषा भाषा भारतस्य ज्ञानस्य, चिन्तनस्य, सर्जनशीलतायाः च निरन्तर-संवाहिका आसीत्। तस्याः सकारात्मकः प्रभावः बहुषु क्षेत्रेषु अद्यापि द्रष्टुं शक्यते।
एतस्मिन् विशिष्टे दिने, भारते विश्वे
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad