નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

RBIની USD-INR સ્વેપ ફેસિલિટીએ ભારતમાં અભૂતપૂર્વ ફોરેક્સ ઇનફ્લો વધાર્યો, બેંકોએ અગિયાર સપ્તાહમાં 73 બિલિયન યુએસ ડોલર એકત્ર કર્યા


યોજનાની સફળતા ભારતના બેંકિંગ ક્ષેત્ર અને અર્થતંત્રમાં ભારતીય ડાયસ્પોરાના વિશ્વાસને દર્શાવે છે

प्रविष्टि तिथि: 24 AUG 2026 7:53PM by PIB Ahmedabad

FCNR(B) થાપણો, ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઇંગ્સ (OFCB) અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ECB) માટે 8 જૂન 2026 ના રોજ શરૂ કરાયેલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ USD-INR ફોરેક્સ સ્વેપ ફેસિલિટીએ, 21 ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 73 બિલિયન યુએસ ડોલરનો વિદેશી હૂંડિયામણ પ્રવાહ એકત્ર કરીને દેશમાં વિદેશી હૂંડિયામણના પ્રવાહમાં અભૂતપૂર્વ ઉછાળો આપ્યો છે. માત્ર FCNR(B) થાપણોનો હિસ્સો 65.40 બિલિયન યુએસ ડોલર હતો, જે આ યોજના પ્રત્યે અિનવાસી ભારતીયોના અસાધારણ પ્રતિસાદને રેખાંકિત કરે છે.

આ યોજનાની સફળતા ભારતીય ડાયસ્પોરાની શક્તિને રેખાંકિત કરે છે, જેમણે ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસ મૂક્યો છે અને ભારતના વિકાસની વાર્તામાં તેમના સતત આર્થિક અને ભાવનાત્મક હિતને ફરી એકવાર સાબિત કર્યું છે, તેમજ અપેક્ષાઓ કરતાં સતત વધુ ઝડપે FCNR(B) થાપણોમાં બચત મોકલી રહ્યા છે.

અગિયાર અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં 73 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચીને, જેમાં હજી એક સપ્તાહ બાકી છે, આ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલ સૌથી મોટું અને સૌથી ઝડપી વિદેશી ચલણ એકત્રીકરણ કવાયત તરીકે અલગ તરી આવે છે, જેણે 2013 ની RBI ની FCNR(B) સ્વેપ યોજનાના સ્કેલ અને ગતિને આરામથી પાછળ છોડી દીધી છે, જેણે લગભગ ત્રણ મહિનામાં આશરે 26 બિલિયન યુએસ ડોલર એકત્ર કર્યા હતા. આ પ્રતિસાદ એટલો મજબૂત રહ્યો છે કે RBI એ તેના લક્ષ્યને સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધું હોવાથી FCNR(B) વિન્ડો બંધ કરવાની તારીખ 30 સપ્ટેમ્બરથી વહેલી કરીને 31 ઓગસ્ટ 2026 કરી દીધી છે.

મોટા પાયે, લાંબા ગાળાની અિનવા થાપણો અને વ્યાપારી સંસ્થાકીય ભંડાળ સંપૂર્ણપણે ઓન-ટેપ સુરક્ષિત કરીને, ભારત સરકારે મહત્તમ ખર્ચ-કાર્યક્ષમતા સાથે તેના બાહ્ય બફર્સને મજબૂત બનાવ્યા છે. આ શાનદાર પ્રતિસાદ એ વાતનો પુરાવો છે કે વૈશ્વિક નાણાકીય પરિદ્રશ્યમાં અભૂતપૂર્વ પડકારો હોવા છતાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય અર્થતંત્ર ઉત્તરોત્તર મજબૂત બની રહ્યું છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2302921) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada