રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

NHRC, ઇન્ડિયા દ્વારા દિલ્હીના મુનિરકા વિસ્તારમાં મણિપુરના બે પુરુષો પર થયેલા શારીરિક હુમલાના અહેવાલ પર સુઓ મોટો સંજ્ઞાન લેવાયું


અહેવાલો અનુસાર એક પીડિતને માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

કમિશને દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે

प्रविष्टि तिथि: 19 AUG 2026 12:41PM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી), ઇન્ડિયા દ્વારા દિલ્હીના મુનિરકા વિસ્તારમાં મણિપુરના બે પુરુષો પર બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના મીડિયા અહેવાલ પર સુઓ મોટો સંજ્ઞાન લેવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, પીડિતોમાંથી એકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય તો, માનવ અધિકારોના ભંગના ગંભીર મુદ્દાઓ ઊભા કરે છે. તેથી, તેણે દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અહેવાલમાં તપાસ અને ઇજાગ્રસ્તોની આરોગ્ય સ્થિતિનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે.

14 ઓગસ્ટ 2026ના રોજ પ્રકાશિત મીડિયા અહેવાલ મુજબ, એક નાની બાબતે થયેલા વિવાદને કારણે પીડિતો પર હુમલો થયો હતો.

 

SM/DK/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(रिलीज़ आईडी: 2301126) आगंतुक पटल : 11