પ્રધાનમંત્રીનું કાર્યાલય
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
प्रविष्टि तिथि:
17 AUG 2026 1:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને સક્રિયપણે મદદ કરી રહ્યું છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું. હું પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યું છે: PM @narendramodi"
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2300385)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam