નાગરિક ઉડ્ડયન મંત્રાલય
વારાણસી એરપોર્ટ પર લાયસન્સવાળા હથિયારથી અચાનક ગોળીબારની ઘટના
प्रविष्टि तिथि:
16 AUG 2026 2:02PM by PIB Ahmedabad
16 ઑગસ્ટ 2026ના રોજ આશરે સવારે 9:30 વાગ્યે, શ્રી કમલેશ કેદારનાથ રાય નામના એક મુસાફર વારાણસીથી મુંબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 1810માં મુસાફરી કરવાના હતા. નિર્ધારિત પ્રક્રિયા અનુસાર, તેમણે ચેક-ઇન કાઉન્ટર પર લાઇસન્સધારી હથિયાર (7.62 મિમીની પિસ્તોલ અને 21 જીવંત કારતૂસ) હોવાની જાણકારી આપી હતી.
મુસાફરને ફરજિયાત સુરક્ષા ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે નિયુક્ત સ્ક્રીનીંગ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા. હથિયારના હેન્ડલિંગ અને નિરીક્ષણ દરમિયાન, આકસ્મિક રીતે એક રાઉન્ડ ફાયર થઈ ગયો હતો. ગોળી અથડાઈને બે સ્ક્રીનીંગ કર્મચારીઓ, શ્રી રોહિત રાજ અને સુશ્રી સુમન કુમારીને ઈજા પહોંચાડી હતી.
બંને કર્મચારીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી હતી અને તબીબી સારવાર માટે ન્યૂ લક્ષ્મી ટ્રોમા સેન્ટર, વારાણસી ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને કાયદા અનુસાર તપાસ અને આગળની કાર્યવાહી માટે મુસાફરની અટકાયત કરવામાં આવી છે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) એરપોર્ટ પર લાઇસન્સ વાળા હથિયારોના હેન્ડલિંગ અને વહન માટેની નિર્ધારિત પ્રક્રિયાઓના પાલન સહિત, ઘટના તરફ દોરી ગયેલા સંજોગોની તપાસ કરી રહ્યું છે. નિષ્કર્ષના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ઘટના પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને એરપોર્ટ કામગીરી કોઈપણ વિક્ષેપ વિના ચાલુ છે.
SM/DK/GP/JT
(रिलीज़ आईडी: 2300153)
आगंतुक पटल : 25