પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બ્રિક્સ એનર્વાયરનમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠકોનું આયોજન કરશે (17-18 ઓગસ્ટ 2026)


બ્રિક્સ સભ્ય દેશો સહિયારી પર્યાવરણીય પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શ કરશે અને સ્થિતિસ્થાપક અને ટકાઉ ભવિષ્ય માટે સહયોગ મજબૂત કરશે

प्रविष्टि तिथि: 16 AUG 2026 9:11AM by PIB Ahmedabad

ભારત 18.08.2026 ના રોજ નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે, જે અગાઉ 17.08.2026 ના રોજ એનર્વાયરનમેન્ટ વર્કિંગ ગ્રૂપ અને કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની બ્રિક્સ સિનિયર ઓફિસર્સની બેઠક યોજાશે. આ કાર્યક્રમ ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 થીમ - 'બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી' હેઠળ યોજાશે.

બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ કરશે અને તે સભ્ય દેશોના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, નીતિ ઘડવૈયાઓ અને નિષ્ણાતોને રચનાત્મક ચર્ચાઓમાં જોડાવા, સર્વસંમતિ સાધવા અને પર્યાવરણીય સહયોગને મજબૂત કરવા માટે એક મંચ પૂરો પાડશે.

પ્રથમ દિવસે સિનિયર ઓફિસર્સની બેઠક યોજાશે, જેમાં ઉદ્ઘાટન સત્ર અને બ્રિક્સ એનર્વાયરનમેન્ટ વર્કિંગ ગ્રૂપ અને કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શનો સમાવેશ થશે.

બીજા દિવસે પરિણામ દસ્તાવેજ પર મંત્રી-સ્તરની વિચારણાઓ અને થીમેટિક ચર્ચાઓ સાથે સમાપન થશે જે પર્યાવરણીય સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યે બ્રિક્સ સભ્ય દેશોની સામૂહિક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અધ્યક્ષતાના ભાગ રૂપે, ભારતે બ્રિક્સ એનર્વાયરનમેન્ટ વર્કિંગ ગ્રૂપ હેઠળ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચાર પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરી છે.

પ્રાથમિકતા I: સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપવું એ વિચારપૂર્વક વપરાશ અને સામુદાયિક પદ્ધતિઓ દ્વારા ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપીને પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરે છે, જ્યારે સભ્ય દેશોમાંથી નવીન અભિગમો વિકસાવવા માટે સહયોગ વધારવા, જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા, અગ્રણી પદ્ધતિઓ અને સફળતાની વાર્તાઓ શેર કરવા પર ભાર મૂકે છે.

પ્રાથમિકતા II: વનીકરણ, ફોરેસ્ટ ફાયર મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર રેઝિલિયન્સ એ અદ્યતન ડેટા સંગ્રહ, મોનિટરિંગ અને એકીકૃત, લેન્ડસ્કેપ-આધારિત ગ્રીનિંગ અભિગમો દ્વારા સહિયારા પડકારોને સંબોધવા સાથે સંરચિત જ્ઞાન વિનિમય અને ક્ષમતા નિર્માણને જોડીને જમીનની પુનઃસ્થાપનાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રાથમિકતા જંગલની આગનું સંચાલન, નિવારણ, સજ્જતા, વહેલી શોધ અને ઝડપી પ્રતિભાવ પર પણ ભાર મૂકે છે.

પ્રાથમિકતા III: સરક્યુલર ઈકોનોમી મજબૂત એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી નીતિ માળખાં અને નિયમનકારી અભિગમો વિકસાવીને અસરકારક કચરા સંચાલનની પદ્ધતિઓ દર્શાવે છે. આ પ્રાથમિકતાનો ઉદ્દેશ્ય સભ્ય દેશોમાં ઇક્વિટી અને સંસાધન વપરાશ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે અગ્રણી પદ્ધતિઓનું ઉદાહરણ આપવાનો છે જે સરક્યુલર ઈકોનોમી સંક્રમણોને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ નીતિ સાધન તરફ દોરી જશે.

પ્રાથમિકતા IV: એડેપ્ટેશન એ પરંપરાગત જ્ઞાન પર આધારિત લોકો-કેન્દ્રિત અને સમુદાય-સંચાલિત અનુકૂલન દ્વારા આબોહવા અનુકૂલન પર સહયોગ આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રાથમિકતા વ્યવહારુ સહયોગ, સંરચિત જ્ઞાન વિનિમય, શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન અને પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ પર બનેલા નીતિ-સંગત પરિણામો પર વિચાર-વિમર્શને સમર્થન આપે છે જે બ્રિક્સ સભ્ય દેશોમાં આબોહવા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવે છે.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે, તેની બ્રિક્સ 2026 અધ્યક્ષતા હેઠળ, માર્ચથી જુલાઈ 2026 દરમિયાન વર્ચ્યુઅલ બેઠકો, તકનીકી સત્રો, વેબિનારો અને સંવાદોની શ્રેણી દ્વારા ચર્ચાઓ અને વિચાર-વિમર્શની શરૂઆત કરી હતી. 'બ્રિક્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સરક્યુલર ઈકોનોમી' અને 'એલાઈનિંગ કાર્બન માર્કેટ્સ વિથ એડેપ્ટેશન ગોલ્સ' પર સંવાદ ઉપરાંત 'ઈનિશિયેટિવ્સ ટુવર્ડ્સ એડ્રેસિંગ લેન્ડ ડીગ્રેડેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાઉટ' અને 'ઈન્ટીગ્રેટેડ એપ્રોચિસ ટુ વાઈલ્ડફાયર મેનેજમેન્ટ ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્સ' પર વેબિનારો પણ યોજાયા હતા. આ પરામર્શોએ સર્વસંમતિ સાધવા અને 17મી - 18મી ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં રૂબરૂ વિચાર-વિમર્શ માટેનો સંદર્ભ નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડ્યો હતો.

પૃષ્ઠભૂમિ

બ્રિક્સ એનર્વાયરનમેન્ટ વર્કિંગ ગ્રૂપ (EWG) ની સ્થાપના 2015 માં મોસ્કોમાં પ્રથમ બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક દરમિયાન કરવામાં આવી હતી. તેને બ્રિક્સ માટે મૂળભૂત પર્યાવરણ પ્રાથમિકતાઓને સંબોધવા, અનુભવોનું આદાન-પ્રદાન કરવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા અને બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે સામૂહિક કાર્યવાહીને મજબૂત કરવા માટેના એક મંચ તરીકે વિઝન કરવામાં આવ્યું હતું.

બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે આબોહવા પરિવર્તનના મુદ્દાઓ પર સહયોગ માટે એક અસરકારક વ્યવસ્થા તરીકે 2024 માં કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2300106) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam