પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
15 AUG 2026 4:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી હતી, જેમાં 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા તરફની યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રની અપ્રતિમ પ્રગતિ, વૈશ્વિક કટોકટીઓ દરમિયાન સ્થિતિસ્થાપકતા અને આત્મનિર્ભર ભારતના વિઝન પર વિચાર રજૂ કરતા, તેમણે વૃદ્ધિના મુખ્ય સ્તંભો, યુવા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ અને વિકસિત ભારત બનાવવા માટે જરૂરી સામૂહિક સંકલ્પ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રના બહુવિધ વિકાસ પર ભાર મૂકતા તેમણે નોંધ્યું હતું કે સપ્તધારાના શક્તિશાળી માળખા દ્વારા દેશને નવી ગતિ મળવા જઈ રહી છે અને તે નવી ઊંચાઈઓ પર પહોંચશે.
X (ટ્વિટર) પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"લાલ કિલ્લા પર યાદગાર સ્વતંત્રતા દિવસ! આ દિવસ આપણને એ લોકોના સાહસ અને ત્યાગની યાદ અપાવે છે જેમણે આપણને સ્વતંત્રતા અપાવી. આ સાથે જ, આ દિવસ એક વિકસિત ભારત બનાવવા માટેની આપણી પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાનો દિવસ છે. તિરંગો આપણને હંમેશા દરેક પડકારથી ઉપર ઉઠવાની, એકતાના બંધનોને મજબૂત કરવાની અને રાષ્ટ્ર પ્રત્યે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે."
"સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી કેટલીક વધુ ઝલક અહીં છે."
"આપણું લક્ષ્ય નક્કી છે… 2047 સુધીમાં વિકસિત ભારત બનવું. છેલ્લા 12 વર્ષોમાં ભારતની પ્રગતિની ગતિ અને સ્કેલ અપ્રતિમ રહ્યા છે. આજે ભારત નવા આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યું છે. વિશ્વ પણ ભારતની આ ગતિનું સાક્ષી બની રહ્યું છે."
"એક વિકસિત ભારત આત્મનિર્ભર ભારત પણ હોવું જોઈએ. કાયમી શક્તિ આપણી પોતાની ક્ષમતાઓના નિર્માણથી આવે છે. 'મેક ઇન ઇન્ડિયા' અને વોકલ ફોર લોકલ પાછળનો દ્રઢ વિશ્વાસ આ જ છે. આ રૂપાંતરણ અત્યારે પણ દ્રશ્યમાન છે. ભારત એક સંપૂર્ણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ શરૂ થઈ ગયા છે, ચિપ નિકાસ શરૂ થઈ ગઈ છે અને આગામી વર્ષોમાં વધુ પ્લાન્ટ્સમાં ઉત્પાદન અપેક્ષિત છે. આપણે ક્રિટિકલ મિનરલ્સમાં પણ આપણી ક્ષમતાઓને મજબૂત કરી રહ્યા છીએ."
"'નો ગો' થી 'ગો અહેડ' સુધી…"
"હથિયારી નક્સલ તો ગયા, પરંતુ દિમાગી નક્સલ સમાજને ખોટા રાહ પર ધસીડવા માટે ભાંતિ-ભાંતિના દાવ અજમાવી રહ્યા છે. તેમને ઓળખીને આઇસોલેટ કરવા સાથે જ દેશની યુવા પેઢીને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મુખ્યધારા સાથે જોડવી પડશે."
"ગરીબ અને મિડિલ ક્લાસ પરિવારો પર કોચિંગ ક્લાસીસનો આર્થિક બોજ ન આવે, તેથી અમે યુવાનો માટે વિવિધ પરીક્ષાઓની ફ્રી ઓનલાઇન કોચિંગનો નિર્ણય લીધો છે. આ દિશામાં અમે એક મજબૂત નેટવર્ક પણ ઊભું કરવાના છીએ."
"2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને દેશના ગામડાઓથી લઈને શહેરો સુધી ટૅલેન્ટ હન્ટનું એક મોટું અભિયાન ચલાવવામાં આવશે. આ હેઠળ 5 થી 15 વર્ષના બાળકોની રમત પ્રતિભાને સ્પેશિયલ ટ્રેનિંગથી નિખારવામાં આવશે."
"કટોકટીના સમયમાં ભારતની સાચી શક્તિનું પરીક્ષણ થયું છે. કોવિડ-19 મહામારીથી લઈને યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ સુધી, ભારત અંગે ઘણી આશંકાઓ હતી. પરંતુ, છેલ્લા દાયકામાં ભારતે નિર્માણ કરેલી ક્ષમતાઓએ આ તમામ આશંકાઓને ખોટી સાબિત કરવામાં મદદ કરી. અમે ગરીબ પરિવારો અને ખેડૂતોને કોઈપણ પ્રકારના દબાણની પૂર્ણ અસરથી બચાવવા માટે હંમેશા કામ કર્યું છે. આપણી તૈયારીઓએ અનિશ્ચિત વિશ્વનો સામનો કરવાની આપણી ક્ષમતાને મજબૂત કરી છે."
"આજે ભારત પાસે સ્થિર Political Mandate, સ્થિર સરકાર, વાઇબ્રન્ટ લોકશાહી, મજબૂત ન્યાય તંત્ર અને આપણને સૌને દિશા આપનારું બંધારણ છે. એટલા માટે જ સમગ્ર વિશ્વમાં આજે ભારતનો આદર ઝડપથી વધી રહ્યો છે."
"દેશને શક્તિની આ સપ્તધારાથી નવી ગતિ અને નવી ઊંચાઈ મળવાની છે:
મેન્યુફેક્ચરિંગ પાવર
કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ
ટેકનોલોજી અને ઇનોવેશન
ગતિશક્તિ
રક્ષા શક્તિ
ગ્રીન ઇકોનોમી અને બ્લુ ઇકોનોમી
સોફ્ટ પાવર"
"દેશની માતૃશક્તિને નમન કરતા તમામ રાજકીય પક્ષોને હું એક વાર ફરી આગ્રહ કરું છું કે તેઓ મહિલા અનામતને વહેલામાં વહેલી તકે લાગુ કરાવવા માટે આગળ આવે."
"દેશની પહેલી ડિજિટલ જનગણનાને લઈને તમામ દેશવાસીઓ, વિશેષ કરીને યુવા સાથીઓને મારો આ નમ્ર આગ્રહ…"
"સમય આપણો છે, અવસર આપણો છે, સંકલ્પ આપણો છે… આવો, મળીને વિકસિત ભારત બનાવીએ."
SM/
(रिलीज़ आईडी: 2299945)
आगंतुक पटल : 23