ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 16–17 ઓગસ્ટે તમિલનાડુની મુલાકાતે જશે
प्रविष्टि तिथि:
14 AUG 2026 3:34PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 16 અને 17 ઓગસ્ટ, 2026ના રોજ તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવારુર અને તંજાવુરમાં શૈક્ષણિક, સ્મરણાંજલિ અને સાહિત્યિક કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે.
16 ઓગસ્ટના રોજ તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ કટ્ટનકુલથુર, ચેંગલપટ્ટુ ખાતે SRM ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SRMIST)ના 22મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
તેઓ ચેન્નાઈના ટી. નગર ખાતે આવેલા વાણી મહલમાં નાગાલેન્ડ, મણિપુર અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી લા. ગણેશનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
બાદમાં, શ્રી સી. પી. રાધાકૃષ્ણન ચેન્નાઈના ડી.જી. વૈષ્ણવ કોલેજ ઓડિટોરિયમ ખાતે હિન્દુ મુન્નાનીના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી કે. રામગોપાલનના વિચારો અને લેખો પર આધારિત ‘Echoes of a Nationalist Mind’ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપશે.
17 ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ તિરુવારુર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ તમિલનાડુના 11મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
ત્યારબાદ તેઓ તંજાવુર ખાતે શાસ્ત્ર ડીમ્ડ યુનિવર્સિટીના રુબી અને સિલ્વર જ્યુબિલી સમાપન સમાંરંભમાં ભાગ લેશે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2299414)
आगंतुक पटल : 16