નાણા મંત્રાલય
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈએ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 97 તેજસ્વી રમતવીરોનો સમાવેશ કર્યો
प्रविष्टि तिथि:
12 AUG 2026 6:14PM by PIB Ahmedabad
ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈએ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 97 કુશળ રમતવીરોનો સમાવેશ કર્યો છે, જે રમતગમતની શ્રેષ્ઠતાને માન્યતા આપવા અને જાહેર સેવામાં ઉચ્ચ કક્ષાની પ્રતિભાને પોષવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આજે આયકર ભવન, મુંબઈ ખાતે ઇનકમ ટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર, મુંબઈ, શ્રી આલોક કુમાર દ્વારા નવા સમાવાયેલા રમતવીરોને ઔપચારિક રીતે નિયુક્તિ પત્રો સોંપવામાં આવ્યા હતા.
97 ખાલી જગ્યાઓ માટે 07.01.2026 ની અધિસૂચના દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ભરતીમાં વિવિધ રમતોના રમતવીરો તરફથી 3,595 અરજીઓ મળી હતી. નિર્ધારિત માપદંડો અનુસાર સખત ચકાસણી અને મૂલ્યાંકન પછી, ગુણવત્તા (merit) ના આધારે 97 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
આ ભરતીનું એક નોંધપાત્ર પાસું એ છે કે પસંદ કરાયેલા 80% થી વધુ રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે અથવા ભાગ લીધો છે, જે વિભાગમાં જોડાતી પ્રતિભાના અસાધારણ સ્તરને પ્રતિબિંબિત કરે છે.
નોંધપાત્ર સમાવેશમાં મુંબઈ રણજી ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શ્રી તનુષ કોટિયન કે જેઓ ભારત ટેસ્ટ ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે, પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ, અમદાવાદ (2026) માં બે ગોલ્ડ મેડલ મેળવનાર શ્રી અભિષેક, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી કુમારી તેજલ હસબનીસ, દિવ્યાંગ રમતવીર (para-sportsperson) શ્રી આકાશ કે જેમણે વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ વર્લ્ડ કપ, નવી દિલ્હી (2024) માં ટીમ ગોલ્ડ મેડલ અને ડબ્લ્યુએસપીએસ (WSPS) વર્લ્ડ કપ, અલ અઇન, દુબઈ (2025) માં ગોલ્ડ મેડલ જીત્યો છે તેનો સમાવેશ થાય છે.



આ ભરતી કુશળ રમતવીરોને દેશની સેવા કરવાની તક પૂરી પાડવાની સાથે રમતગમતની શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાના ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવે છે. આ પ્રસંગે બોલતા, ઇનકમ ટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર, મુંબઈ, શ્રી આલોક કુમારે નવા સમાવિષ્ટ રમતવીરોને આશ્વાસન આપ્યું હતું કે તેમને તેમની રમતગમતની પ્રેક્ટિસ અને સ્પર્ધાઓ ચાલુ રાખવાની દરેક તક મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, મુંબઈ એવી અપેક્ષા રાખે છે કે નવા સમાવાયેલા રમતવીરો જાહેર સેવામાં પણ એ જ શિસ્ત, દ્રઢ નિશ્ચય અને શ્રેષ્ઠતા લાવશે જેણે તેમની રમત કારકિર્દીને વિશિષ્ટ બનાવી છે.
ઇન્ડક્શન પ્રોગ્રામના ભાગરૂપે, નવા ભરતી થયેલા રમતવીરોને તેમની ભૂમિકાઓ, જવાબદારીઓ અને લાગુ પડતા સરકારી નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

SM/JY/JD
(रिलीज़ आईडी: 2298573)
आगंतुक पटल : 11