ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભ્રામક મોબાઇલ એપ્લિકેશન્સ

प्रविष्टि तिथि: 11 AUG 2026 4:10PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાયબર ગુનાઓ સાથે સુમેળભર્યા અને સર્વગ્રાહી રીતે નિવારણ માટે એક સંલગ્ન કાર્યાલય તરીકે 'ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) ની સ્થાપના કરી છે.

મહિલાઓ અને બાળકો સામેના સાયબર ગુનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, તમામ પ્રકારના સાયબર ગુનાઓથી સંબંધિત ઘટનાઓની જાણ કરવા માટે લોકોને સક્ષમ બનાવવા માટે I4C ના એક ભાગ તરીકે 'નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ' (NCRP) (https://cybercrime.gov.in) શરૂ કરવામાં આવ્યું છે.

કોઈપણ ગેરકાનૂની કૃત્ય કરવા માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ માહિતી, ડેટા અથવા સંચાર લિંકને દૂર કરવા અથવા તેની પહોંચ અક્ષમ કરવાની સુવિધા આપવા માટે IT એક્ટ, 2000 ની કલમ 79 ની ઉપ-કલમ (3) ના કલમ (b) હેઠળ યોગ્ય સરકાર અથવા તેની એજન્સી દ્વારા IT મધ્યસ્થીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 'સહયોગ' (Sahyog) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. 30.06.2026 સુધીમાં, IT એક્ટ 2000 ની કલમ 69(A), કલમ 79(3)(b) હેઠળ I4C દ્વારા છેતરપિંડી કરતી લોન એપ્સ સહિત કુલ 3718 મોબાઇલ એપ્સને બ્લોક કરવામાં આવી છે.

નાણાકીય છેતરપિંડીઓની તાત્કાલિક જાણ કરવા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ભંડોળને બારોબાર સેરવી લેતા અટકાવવા માટે વર્ષ 2021 માં I4C હેઠળ 'સિટિઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ' (CFCFRMS) શરૂ કરવામાં આવી છે. I4C દ્વારા સંચાલિત CFCFRMS મુજબ, 30.06.2026 સુધીમાં, 32.80 લાખથી વધુ ફરિયાદોમાં રૂ. 11,158 કરોડથી વધુની નાણાકીય રકમ બચાવવામાં આવી છે.

બેંકો/નાણાકીય સંસ્થાઓના સહયોગથી I4C દ્વારા 10.09.2024 ના રોજ સાયબર ગુનેગારોની ઓળખની એક સસ્પેક્ટ રજિસ્ટ્રી (Suspect Registry) શરૂ કરવામાં આવી છે. 30.06.2026 સુધીમાં, બેંકો પાસેથી મળેલા 30.48 લાખથી વધુ સસ્પેક્ટ આઇડેન્ટિફાયર ડેટા અને 32.08 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ સસ્પેક્ટ રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે શેર કરવામાં આવ્યા છે અને રૂ. 25,698 કરોડના વ્યવહારો નાંજૂર કરવામાં આવ્યા છે. 30.06.2026 સુધીમાં, પોલીસ સત્તાવાળાઓ દ્વારા નોંધાવ્યા મુજબ 15.75 લાખથી વધુ સિમ કાર્ડ અને 5.77 લાખ IMEI ભારત સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે.

ઓપરેશનલ કાર્યક્ષમતાને મજબૂત કરવા અને સાયબર ક્રાઇમની ફરિયાદોને હેન્ડલ કરવામાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે, મંત્રાલયે NCRP-CFCFRMS માટે એક વ્યાપક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે. SOP, NCRP મારફતે મળતી ફરિયાદોના આધારે ફરિયાદ પ્રક્રિયા, બેંક સંકલન, ફરિયાદ નિવારણ, લિયન માર્કિંગ હટાવવા અને છેતરપિંડી કરાયેલ ફંડના હકદાર દાવેદારોને પુનઃસ્થાપિત કરવા માટેનું એક પ્રમાણભૂત માળખું નિર્ધારિત કરે છે. પીડિતોને છેતરપિંડી કરાયેલા નાણાં ઝડપથી પાછા મેળવવા માટે મની રિસ્ટોરેશન મોડ્યુલ અને બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અને રકમના લિયન માર્કિંગ સંબંધિત ફરિયાદોનું સમયસર નિવારણ કરવા માટે ગ્રીવન્સ રેડ્રેસલ મોડ્યુલ, એપ્રિલ 2026 થી કાર્યરત કરવામાં આવ્યા છે.

સાયબર ક્રાઇમ અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે, કેન્દ્ર સરકારે પગલાં લીધાં છે જેમાં અન્ય બાબતો ઉપરાંત; કોલર ટ્યુન ઝુંબેશ, SMS દ્વારા સંદેશાઓનું પ્રસારણ, I4C સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે X (અગાઉ ટ્વિટર) (@CyberDost), ફેસબુક (CyberDostI4C), ઇન્સ્ટાગ્રામ (CyberDostI4C), ટેલિગ્રામ (cyberdosti4c), SMS ઝુંબેશ, TV ઝુંબેશ, રેડિયો ઝુંબેશ, સ્કૂલ કેમ્પેઇન, સિનેમા હોલમાં જાહેરાત, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ, IPL ઝુંબેશ, મલ્ટિપલ મીડિયમ્સમાં પ્રચાર માટે માયગોવ (MyGov) ને જોડવું, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી અવેરનેસ વીક્સનું આયોજન કરવું, કિશોરો/વિદ્યાર્થીઓ માટે હેન્ડબુકનું પ્રકાશન, દેશભરના રેલવે સ્ટેશનો અને એરપોર્ટ્સ પર ડિજિટલ ડિસ્પ્લે વગેરેનો સમાવેશ થાય છે.

આ માહિતી ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી બંદી સંજય કુમારે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2297693) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Punjabi , Telugu