સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે મુંબઈમાં NUCFDCની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરશે
'સહકાર નવ-ક્રાંતિ' કાર્યક્રમમાં શહેરી સહકારી બેંકો માટે સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર અને દેશવ્યાપી કોર બેંકિંગ સર્વિસનો પ્રારંભ કરવામાં આવશે
NUCFDC અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વચ્ચે સામંજસ્ય કરાર (MoU) ની આપ-લે પણ કરવામાં આવશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝન મુજબ શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રને આધુનિક, સુરક્ષિત અને સ્પર્ધાત્મક બનાવવાની મહત્વપૂર્ણ પહેલ
प्रविष्टि तिथि:
07 AUG 2026 7:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ' ના વિઝનને આગળ ધપાવતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 8 ઓગસ્ટ 2026 ના રોજ શારદા સદન, ફોર્ટ, મુંબઈ ખાતે નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ—NUCFDC ની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે શ્રી અમિત શાહ મહારાષ્ટ્રના સ્ટેટ અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન્સ અને ડિસ્ટ્રિક્ટ એસોસિએશન્સના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ પણ કરશે.
ત્યારબાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બીએસઈ (BSE) ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે 'સહકાર નવ-ક્રાંતિ' કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ દરમિયાન, NUCFDC અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી—NFSU વચ્ચે સામંજસ્ય કરારની આપ-લે કરવામાં આવશે. આ સહયોગ શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રમાં સાયબર સુરક્ષા, ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શહેરી સહકારી બેંકોની સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર—SOC નું ઉદ્ઘાટન પણ કરશે. દેશવ્યાપી સર્વિસ બંડલ હેઠળ કોર બેંકિંગ સર્વિસ અને સંલગ્ન સેવાઓનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ પહેલોનો ઉદ્દેશ્ય શહેરી સહકારી બેંકોને આધુનિક, સુરક્ષિત અને સહિયારા ડિજિટલ બેંકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે. 'સહકાર સીબીએસ' (Sahakar CBS) સાથે સફળતાપૂર્વક જોડાયેલી પ્રથમ છ શહેરી સહકારી બેંકોના પ્રતિનિધિઓનું પણ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવશે.
આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જી. પી. મિસ્ત્રી દ્વારા લિખિત 'ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ – એ પ્રેક્ટિકલ ગાઇડ ટુ અર્બન કો-ઓપરેટિવ બેંકિંગ' નામના પુસ્તકનું વિમોચન પણ કરશે. આ પુસ્તક શહેરી સહકારી બેંકોને ઓપરેશનલ જોખમોની ઓળખ, મૂલ્યાંકન અને અસરકારક સંચાલન અંગે વ્યાવહારિક માર્ગદર્શન પૂરું પાડે છે.
NUCFDC ને 2 માર્ચ 2024 ના રોજ શહેરી સહકારી બેંકો માટે છત્ર સંસ્થા તરીકે લોન્ચ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય આ બેંકોને સહિયારા ટેકનોલોજી પ્લેટફોર્મ, કોર બેંકિંગ સેવાઓ, સાયબર-સુરક્ષા સોલ્યુશન્સ, ક્ષમતા નિર્માણ અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનો છે. સહિયારી સેવાઓ દ્વારા, ખાસ કરીને નાની અને મધ્યમ શહેરી સહકારી બેંકો આધુનિક બેંકિંગ ટેકનોલોજી અપનાવવાનો ખર્ચ ઘટાડી શકશે, ગ્રાહકોને સુધારેલી સેવાઓ ઓફર કરી શકશે અને ખાનગી તથા વ્યાપારી બેંકો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરી શકશે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2296346)
आगंतुक पटल : 13