માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
કેબિનેટે આસામમાં NH-15 પર મંગલદોઈ બાયપાસ (15.11 કિમી) સિવાય ગુવાહાટી નજીક બાઇહાટા ચારિયાલીથી તેઝપુર સુધીના 135.87 કિમીના કુલ પ્રોજેક્ટ લંબાઈ ધરાવતા રૂ. 8970.20 કરોડના 4 લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
06 AUG 2026 4:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આસામમાં NH-15 ના 135.871 કિમી લાંબા, 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગુવાહાટી-તેઝપુર કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ NH(O) 6હેઠળ રૂ. 8970.20 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) ટોલ મોડ પર વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં તેઝપુર બાયપાસમાં એક ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) (4.9 કિમી) ના નિર્માણની પરિકલ્પના કરવામાં આવી છે જેને ભારતીય વાયુસેના (IAF) ના સમન્વયથી આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તે બ્રહ્મપુત્ર નદીની દક્ષિણ બાજુએ હાલના NH-27 (ઈસ્ટ વેસ્ટ કોરિડોર) પરનું ટ્રાફિકનું ભારણ ઘટાડશે. આ પ્રોજેક્ટમાં 58.7 કિમી લંબાઈના 05 મુખ્ય બાયપાસના નિર્માણનો સમાવેશ થાય છે, જેથી બાઇહાટા ચારિયાલી, સિપાઝાર, ખારૂપેટિયા, ઢેકિયાજુલી, તેઝપુર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ હળવું થશે.
આ ઉપરાંત, આ પ્રોજેક્ટમાં 15 મોટા બ્રિજ, 30 નાના બ્રિજ, 19 ફ્લાયઓવર, 01 એલિફન્ટ અંડર પાસ (તેઝપુર બાયપાસમાં) માટેની જોગવાઈ છે. ક્રોસ ટ્રાફિક મુવમેન્ટ જાળવી રાખવા માટે 210 કિમીના સર્વિસ રોડ સાથે 46 અંડરપાસ અને 19 ફ્લાયઓવર પણ પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવશે કારણ કે આ પ્રોજેક્ટ એક્સેસ કંટ્રોલ્ડ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે.
આ પ્રોજેક્ટ સરેરાશ મુસાફરીની ઝડપમાં 100% વધારો કરશે, મુસાફરીનો સમય અડધો કરશે, એકંદર માર્ગ સલામતીમાં સુધારો કરશે, બળતણ કાર્યક્ષમતા વધારશે અને વાહન સંચાલન ખર્ચ ઘટાડશે, જેથી પ્રાદેશિક ગતિશીલતા અને સામાજિક-આર્થિક વિકાસમાં વધારો થશે.
આ પ્રોજેક્ટ આસામ અને અરૂણાચલ પ્રદેશમાં મુખ્ય આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ નોડ્સને સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ઉપરાંત, અપગ્રેડ કરેલ કોરિડોર 08 PM ગતિ-શક્તિ આર્થિક નોડ્સ (08 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ), 02 સોશિયલ નોડ્સ (દરંગ અને ઉદાલગુરીના 02 આકાંક્ષી જિલ્લાઓ), 03 પ્રવાસન નોડ્સ (મા કૌખ્યા મંદિર, કાઝીરંગા નેશનલ પાર્ક, ઓરાંગ નેશનલ પાર્ક) અને 07 લોજિસ્ટિક નોડ્સ (03 મુખ્ય રેલવે સ્ટેશનો, 02 એરપોર્ટ, 02 વોટરવે ટર્મિનલ) માટે કનેક્ટિવિટી વધારશે, જેથી સમગ્ર પ્રદેશમાં માલસામાન અને મુસાફરોનું ઝડપી પરિવહન સુગમ બનશે.
કોરિડોરનો નકશો

SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2295530)
आगंतुक पटल : 6