પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કલમ 370 અને 35(A) રદ્દ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ચિહ્નિત કર્યો
प्रविष्टि तिथि:
05 AUG 2026 2:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઐતિહાસિક કલમ 370 અને 35(A) રદ્દ કર્યાના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને ચિહ્નિત કર્યો હતો, જેમાં તેમણે 5મી ઓગસ્ટ 2019ને સમાવેશી વિકાસ તરફની ભારતની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ બાબત ગણાવી હતી.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે છેલ્લા સાત વર્ષોમાં, જમ્મુ અને કાશ્મીર તથા લડાખના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક પરિવર્તન જોયું છે. પાયાની માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માં નોંધપાત્ર વિસ્તાર થયો છે, જ્યારે શિક્ષણ, આરોગ્યસંભાળ, ઉદ્યોગસાસિકતા અને રમતગમતમાં નવી તકો ઉભરી આવી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "મહિલાઓ અને વંચિત સમુદાયોના સભ્યો, જેઓ દાયકાઓથી કેટલાક બંધારણીય અધિકારોથી વંચિત હતા, તેઓ હવે ભારતના બંધારણના સંપૂર્ણ અમલ દ્વારા સશક્ત બન્યા છે."
પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે આ વર્ષે 5 ઓગસ્ટનું મહત્વ વધુ છે કારણ કે આ વર્ષે આપણું રાષ્ટ્ર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપે છે. દાયકાઓ પહેલા તેમણે જે કલ્પના કરી હતી તે 5 ઓગસ્ટ 2019ના રોજ ઐતિહાસિક પરિપૂર્ણતા પામી.
જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખની પ્રગતિ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક નાગરિકને મોટા સપના જોવા, સિદ્ધ કરવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાની તક મળવી જોઈએ.
પ્રધાનમંત્રીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું:
સાત વર્ષ પહેલાં, આજના દિવસે, કલમ 370 અને 35(A) ઇતિહાસ બની ગઈ હતી, જેણે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખની યાત્રામાં એક નિર્ણાયક નવો અધ્યાય શરૂ કર્યો હતો.
ત્યારથી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે, શિક્ષણ, આરોગ્યસંભાળ, ઉદ્યોગસાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં તકોનો વિકાસ થયો છે. મહિલાઓ હોય કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો, ભારતના બંધારણના સંપૂર્ણ અમલને કારણે દાયકાઓથી તેમના મૂળભૂત બંધારણીય અધિકારોથી વંચિત રહેલા લોકો સશક્ત બન્યા છે.
આ વર્ષે 5 ઓગસ્ટનું મહત્વ વધુ છે કારણ કે આ વર્ષે આપણું રાષ્ટ્ર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપે છે. દાયકાઓ પહેલા તેમણે જે કલ્પના કરી હતી તે 5 ઓગસ્ટ 2019ના રોજ ઐતિહાસિક પરિપૂર્ણતા પામી.
અમે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખની પ્રગતિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે દરેક નાગરિકને મોટા સપના જોવા, સિદ્ધ કરવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાની તક મળે.
#Article370Abrogation
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2294800)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam