શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

NCS પોર્ટલ


રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલની શરૂઆતથી અત્યાર સુધીમાં 10.05  કરોડથી વધુ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલની શરૂઆતથી અત્યાર સુધીમાં 6.64 કરોડથી વધુ નોકરી વાંચ્છુકોએ નોંધણી કરાવી છે

15 જુલાઈ, 2026 સુધીમાં રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ પર 17.68 લાખથી વધુ સક્રિય ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે

NCS અને ખાનગી ભાગીદારો વચ્ચે અત્યાર સુધીમાં 40થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે

प्रविष्टि तिथि: 05 AUG 2026 8:58AM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર મંત્રાલય નોકરી શોધનારાઓ અને નોકરીદાતાઓને મદદ કરવા માટે રાષ્ટ્રીય રોજગાર સેવાનું સંચાલન કરે છે. તે રોજગાર સહાયક સેવાઓ પૂરી પાડે છે જેમ કે નોકરી શોધનારાઓની નોંધણી, કંપનીઓમાંથી ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરવી અને વ્યાવસાયિક અને પરામર્શ માર્ગદર્શન. રાષ્ટ્રીય રોજગાર સેવાનું નામ હવે રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) રાખવામાં આવ્યું છે. NCS પોર્ટલ [www.ncs.gov.in] એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે કારકિર્દી સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. તેમાં ખાનગી અને સરકારી ક્ષેત્રની નોકરીઓ, ઓનલાઈન અને ઓફલાઈન નોકરી મેળાઓ, નોકરી શોધ અને મેચિંગ, કારકિર્દી સલાહ, વ્યાવસાયિક માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો અને કૌશલ્ય/તાલીમ કાર્યક્રમની માહિતી સામેલ છે.

શરૂઆતથી અત્યાર સુધીમાં NCS પોર્ટલ પર 6.64 કરોડથી વધુ નોકરી વાંચ્છુકોએ નોંધણી કરાવી છે, જેમાંથી 15.07.2026 ના રોજ 2.89 કરોડ સક્રિય નોકરી શોધનારાઓ છે. ઉપરાંત, શરૂઆતથી અત્યાર સુધીમાં પોર્ટલ પર 10.05 કરોડથી વધુ ખાલી જગ્યાઓ એકત્રિત કરવામાં આવી છે, જેમાંથી 15.07.2026 ના રોજ 17.68 લાખ સક્રિય ખાલી જગ્યાઓ છે. સમગ્ર દેશમાં NCS પોર્ટલ પર નોંધાયેલા નોકરી વાંચ્છુકો અને એમ્પ્લોયરની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ-વાર વિગતો અને એકત્રિત કરાયેલી ખાલી જગ્યાઓની સંખ્યા https://www.ncs.gov.in/_layouts/15/ncsp/ViewStaticReport.aspx પર જોઈ શકાય છે.

પોર્ટલમાં સુધારો એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે. જરૂરિયાત મુજબ અને નવીનતમ ઉપલબ્ધ તકનીકનો ઉપયોગ કરીને સમયની જરૂરિયાત મુજબ ફેરફારો/અપડેટ્સનું આયોજન કરવામાં આવે છે. NCS પોર્ટલને ક્લાઉડ-આધારિત, ઓપન-આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર અપગ્રેડ કરવામાં આવ્યું છે અને તેનો સુધારો એક સતત અને ગતિશીલ પ્રક્રિયા છે. નવીનતમ ઉપલબ્ધ તકનીકોનો લાભ લઈને, ઉભરતી જરૂરિયાતોને અનુરૂપ સુધારાઓ અને અપડેટ હાથ ધરવામાં આવે છે. અપગ્રેડ્સમાં વિવિધ જાહેર અને ખાનગી જોબ અને સ્કિલ પોર્ટલ સાથે એકીકરણ, ઉન્નત AI-સંચાલિત સુવિધાઓ (ઇન્ટેલિજન્ટ જોબ મેચિંગ, AI સ્કિલ ગેપ એનાલિસિસ, પર્સનલાઇઝ્ડ જોબ ભલામણો, AI ઇન્ટરવ્યુ કોચ, ભાષિણી (Bhasini) દ્વારા બહુભાષી સહાય વગેરે સહિત), નોકરી વાંચ્છુકો અને એમ્પ્લોયર્સ માટે ક્લાઉડ-આધારિત એપ્લિકેશન્સ, મજબૂત ચકાસણી પદ્ધતિઓ અને એક્સેસિબિલિટી તથા વપરાશકર્તા અનુભવને સુધારવા માટે મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ સામેલ છે.

સરકાર તેમની સતત સુસંગતતા, અસરકારકતા અને વિકસતી પ્રાથમિકતાઓ સાથે સંરેખણ સુનિશ્ચિત કરવા માટે દરેક ફાઇનાન્સ કમિશન (નાણા પંચ) સાયકલની શરૂઆત પહેલાં તમામ યોજનાઓ અને કાર્યક્રમોની વ્યવસ્થિત સમીક્ષા અને મૂલ્યાંકન કરે છે.

વધુમાં, મંત્રાલયે તમામ નોકરી શોધનારાઓ માટે રોજગારની તકો વધારવા માટે જાહેર-ખાનગી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રના નોકરીદાતાઓ/પોર્ટલ/પ્લેટફોર્મ સાથે અનેક સમજૂતી કરાર (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે. અત્યાર સુધીમાં 40 થી વધુ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં APNA, Swiggy, Rapido, Zomato, Amazon, TCS iON, Quikr, FoundIt (Monster) જેવા ખાનગી ભાગીદારો શામેલ છે. ભાગીદારો NCS પોર્ટલ પર જોબ ફેર લિસ્ટિંગ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને કારકિર્દી કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

NCS પોર્ટલ ઉદ્યમ (Udyam), -શ્રમ (eShram), સ્કિલ ઈન્ડિયા ડિજિટલ હબ (Skill India Digital Hub), EPFO, ESIC, MHRD, ડિજિલૉકર (DigiLocker) વગેરે જેવા વિવિધ સરકારી પોર્ટલ સાથે પણ સંકલિત છે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), એગ્રીકલ્ચરલ સાયન્ટિસ્ટ્સ રિક્રુટમેન્ટ બોર્ડ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ વગેરે જેવી સરકારી ભરતી સંસ્થાઓ સાથે જોડાણ ધરાવે છે.

NCS પ્રોજેક્ટમાં અન્ય બાબતોની સાથે આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા નોકરી વાંચ્છુકો અને એમ્પ્લોયરોને રાજ્ય અને અન્ય સંસ્થાઓના સહયોગથી ઓનલાઇન/ઓફલાઇન જોબ ફેરનું આયોજન કરવું, એમ્પ્લોયરોને એકત્રિત કરવા, સ્થાનિક સ્તરે ઓનલાઇન/ઓફલાઇન કરિયર કાઉન્સેલિંગ પૂરું પાડવું વગેરે જેવી કરિયર સંબંધિત સેવાઓ પહોંચાડવા માટે દેશમાં રોજગાર વિનિમય કચેરીઓ (Employment Exchanges) ના રૂપાંતર દ્વારા મોડેલ કરિયર સેન્ટર્સ (MCCs)ની સ્થાપના કરવાની પરિકલ્પના પણ કરવામાં આવી હતી. આજ સુધીમાં, સરકારે 407 મોડેલ કરિયર સેન્ટર્સ (MCCs) ને મંજૂરી આપી છે, જેમાં 370 રોજગાર વિનિમય કચેરીઓનો પણ સમાવેશ થાય છે, જેને MCCs તરીકે અપગ્રેડ કરવામાં આવી છે.

વધુમાં, આજની તારીખે 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો NCS પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવ્યા છે જેમાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે જે સીધા NCS પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા છે.

માહિતી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા 3 ઓગસ્ટ 2026ના રોજ લોકસભામાં એક લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

 

SM/DK/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2294683) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu