નાગરિક ઉડ્ડયન મંત્રાલય
04.08.2026 ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ AI2379 (ફૂકેટ–દિલ્હી) સાથે સંકળાયેલી ઘટના
प्रविष्टि तिथि:
04 AUG 2026 7:56PM by PIB Ahmedabad
ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એરબસ A320 એરક્રાફ્ટ (VT-EXO) દ્વારા સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 માં આજે ફ્લાઇટ દરમિયાન ક્ષણિક ઊંચાઈમાં તફાવત (ઓલ્ટીટ્યુડ વેરિએશન) અનુભવાયો હતો. એરક્રાફ્ટ ત્યારબાદ સ્થિર થયું હતું અને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવી દિલ્હી ખાતે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
આ ફ્લાઇટમાં 3 બાળકો સહિત 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર્સ (2 પાઇલટ અને 6 કેબિન ક્રૂ) સવાર હતા.
લેન્ડિંગ પછી તરત જ, સાવચેતીના પગલે તબીબી ટીમોએ તમામ મુસાફરો અને ક્રૂની તપાસ કરી હતી. આઠ મુસાફરો અને ચાર કેબિન ક્રૂ સભ્યોને વિગતવાર તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના મુસાફરોને જરૂરી સહાય અને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ શ્રી સમીર કુમાર સિંહા સાથે વ્યક્તિગત રીતે ફોર્ટિસ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્ત મુસાફરોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી અને તેમને તમામ જરૂરી સહાયની ખાતરી આપી હતી. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ ફોર્ટિસ અને મેદાંતા હોસ્પિટલોની મુલાકાત લીધી છે અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ અને તમામ જરૂરી સહાય સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલના સત્તાવાળાઓ અને એરલાઈન સાથે નજીકથી સંકલન કરી રહ્યા છે.
એરક્રાફ્ટને હેંગરમાં ખસેડવામાં આવ્યું છે અને વિગતવાર તપાસ માટે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કૌકપિટ વોઇસ રેકોર્ડરને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
DGCA એ આ ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહે છે, અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.



SM/DK/JD
(रिलीज़ आईडी: 2294587)
आगंतुक पटल : 19