સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
MSME સસ્ટેનેબલ (ZED) પ્રમાણપત્ર: ગુણવત્તા, ટકાઉપણું અને મહિલા-આધારિત સાહસોને મજબૂત બનાવવું
મહિલા ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ: MSME મંત્રાલય મહિલા-આધારિત MSME માટે ZED પ્રમાણપત્ર પર 100% સબસિડી આપી રહ્યું છે
વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે 6.7 લાખથી વધુ MSME એ ZED પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું
સફળતાની વાર્તાઓ ZED પ્રમાણપત્રની પરિવર્તનશીલ અસર દર્શાવે છે
प्रविष्टि तिथि:
04 AUG 2026 11:22AM by PIB Ahmedabad
Finex Industries Pvt. Ltd. – ZED સાથે ગુણવત્તા અને ટકાઉપણા તરફ આગળ વધી રહ્યું છે
દિંડોરી, નાસિક (મહારાષ્ટ્ર)માં આવેલી Finex Industries Pvt. Ltd., મેટલ અને લાકડાના ફર્નિચરનું ઉત્પાદન કરે છે અને તેણે 14 જુલાઈ 2025ના રોજ ZED સિલ્વર સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું હતું, ત્યારબાદ, એન્ટરપ્રાઇઝે ખરાબ ગુણવત્તાના ખર્ચ (COPQ) માં 11%, રિવર્કમાં 10% અને ખામીઓ (defects) માં 1% નો ઘટાડો કર્યો, જ્યારે કાર્યસ્થળની સુરક્ષા અને સંસાધનોના ઉપયોગમાં સુધારો કર્યો. તેણે સારી ઉર્જા કાર્યક્ષમતા, જગ્યાના ઉપયોગ અને વપરાશ યોગ્ય સામગ્રીના ઘટેલા ઉપયોગ દ્વારા બચત પણ પ્રાપ્ત કરી. એન્ટરપ્રાઇઝના જણાવ્યા અનુસાર, ZED સર્ટિફિકેશને ઉત્પાદકતા, ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યકારી ક્ષમતામાં વધારો કર્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ પદ્ધતિઓ MSME માટે ટકાઉ અને સ્પર્ધાત્મક વિકાસને વેગ આપી શકે છે.
Concept Clothing Pvt. Ltd. – ZED દ્વારા ગુણવત્તા અને કાર્યક્ષમતાને મજબૂત બનાવવી
જલંધર, પંજાબમાં આવેલી Concept Clothing Pvt. Ltd. એ 14 જૂન 2025ના રોજ ZED સિલ્વર સર્ટિફિકેશન મેળવ્યું, જે ગુણવત્તા, ક્ષમતા/ટકાઉપણા અને કાર્યકારી શ્રેષ્ઠતા પ્રત્યેની તેની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. ZED પદ્ધતિઓ અપનાવ્યા પછી, એન્ટરપ્રાઇઝે કાર્યસ્થળની ઘટનાઓમાં 80% ઘટાડો, મીન ટાઇમ ટુ રિપેર (MTTR) માં 50% ઘટાડો, રિવર્કમાં 7.4% ઘટાડો અને રિજેક્શનમાં 4% ઘટાડાની સાથે ગુણવત્તા, પર્યાવરણીય અને કાર્યસ્થળ સુધારણાની પહેલો દ્વારા નોંધપાત્ર બચત નોંધાવી છે. એન્ટરપ્રાઇઝના જણાવ્યા અનુસાર, ZED સર્ટિફિકેશને કાર્યકારી શિસ્તને મજબૂત કરી છે, પ્રક્રિયાની ક્ષમતામાં સુધારો કર્યો છે અને એકંદર સ્પર્ધાત્મકતામાં વધારો કર્યો છે, જે MSME માટે ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટનું મૂલ્ય દર્શાવે છે.
ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) સર્ટિફિકેશન દ્વારા MSMEs ને મજબૂત બનાવવું
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય MSME સસ્ટેનેબલ - ZED સર્ટિફિકેશન સ્કીમ દ્વારા ગુણવત્તા-સંચાલિત અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ પહેલ MSMEને ઉત્પાદન પ્રક્રિયાઓમાં સુધારો કરવા, સારી ગુણવત્તાના ધોરણો અપનાવવા અને તેમના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે, જેથી સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં તેમની સ્પર્ધાત્મકતા મજબૂત થાય છે.

આ પહેલનો એક મુખ્ય ધ્યાન કેન્દ્રિત વિષય ગુણવત્તાયુક્ત અને ટકાઉ ઉત્પાદનમાં મહિલા સાહસિકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. મહિલા સંચાલિત સાહસો માટે ખર્ચના અવરોધને ઘટાડવા માટે, સરકારે મહિલાઓની માલિકીના MSME માટે ZED સર્ટિફિકેશનના ખર્ચ પર 100% સબસીડી પૂરી પાડી છે. આ જોગવાઈ 11 નવેમ્બર 2023થી અમલમાં આવી છે અને પાત્ર મહિલાઓની માલિકીના MSME માટે સર્ટિફિકેશન ખર્ચ અસરકારક રીતે શૂન્ય બનાવે છે.
આ સપોર્ટ મહિલા સાહસિકોને ગુણવત્તા, ઉત્પાદકતા, સુરક્ષા અને પર્યાવરણીય ટકાઉપણાના માન્યતા પ્રાપ્ત માપદંડો સામે તેમની ઉત્પાદન પ્રણાલીઓનું મૂલ્યાંકન કરવા અને મજબૂત કરવા માટે સક્ષમ બનાવે છે. સંરચિત મૂલ્યાંકન અને સર્ટિફિકેશન સુધી પહોંચને સરળ બનાવીને, આ પહેલ મહિલા સંચાલિત સાહસોને મજબૂત પ્રક્રિયાઓ બનાવવામાં, બજારની વિશ્વનિયતા સુધારવામાં અને વ્યાપક વ્યવસાયિક તકો માટે પોતાને તૈયાર કરવામાં મદદ કરી શકે છે.
પૃષ્ઠભૂમિ
ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલ MSME ને તેમના પર્યાવરણીય પ્રભાવને ઓછો કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તે ગુણવત્તા, ઉત્પાદકતા અને ટકાઉપણામાં વધારો કરવા માટે એન્ટરપ્રાઇઝિસને તેમની ટેકનોલોજી, સિસ્ટમ્સ અને ઉત્પાદન પદ્ધતિઓમાં સતત સુધારો કરવામાં સપોર્ટ કરે છે. સર્ટિફિકેશન પ્રોગ્રામ કરતાં પણ વધુ, ZED એ MSMEને મૂલ્યાંકન, સુધારણા, પ્રોત્સાહનો અને ટેકનોલોજી અપગ્રેડેશન માટે એક સંરચિત માર્ગ પૂરો પાડે છે. સર્ટિફિકેશન માળખું બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ ધરાવે છે, જે સાહસોને ક્રમિક રીતે ગુણવત્તા અને ટકાઉપણાના ઉચ્ચ ધોરણો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે. પાત્ર MSME પણ ટેસ્ટિંગ/સિસ્ટમ/પ્રોડક્ટ સર્ટિફિકેશનના ખર્ચના 75% સુધી (મહત્તમ ₹50,000), હેન્ડહોલ્ડિંગ અને કન્સલ્ટન્સી સપોર્ટ માટે ₹2 લાખ સુધી અને ઝીરો ઇફેક્ટ સોલ્યુશન્સ, પ્રદૂષણ-નિયંત્રણના પગલાં અને સ્વચ્છ ટેકનોલોજી અપનાવવા માટે ₹3 લાખ સુધીની નાણાકીય સહાય મેળવી શકે છે.
ZEDની અસર સર્ટિફિકેશનથી આગળ છે. 22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ ZEDને તેમની ઔદ્યોગિક નીતિઓમાં એકીકૃત કર્યું છે અને સર્ટિફાઇડ MSME ને વધારાના પ્રોત્સાહનો આપી રહ્યા છે. આ ઉપરાંત, 19 નાણાકીય સંસ્થાઓ પ્રોસેસિંગ ફી અને વ્યાજ દરોમાં છૂટછાટ જેવા લાભો લંબાવી રહી છે, જેથી ZED-સર્ટિફાઇડ સાહસો માટે નાણાં મેળવવાનું સરળ બને છે. આ યોજનાનું એક નોંધપાત્ર લક્ષણ મહિલાઓની માલિકીના MSMEs માટે ZED સર્ટિફિકેશન પર 100% સબસીડી છે, જે ખર્ચના અવરોધને દૂર કરે છે અને મહિલા સાહસિકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદન, સંસાધન કાર્યક્ષમતા અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપીને, ZEDએ MSMEને તેમની સ્પર્ધાત્મકતા મજબૂત કરવા, બજારની વિશ્વનિયતા વધારવા અને સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વધુ અસરકારક રીતે સંકલિત થવામાં મદદ કરી રહ્યું છે.
વિગતો માટે, કૃપા કરીને વેબસાઇટ https://zed.msme.gov.in/ ની મુલાકાત લો.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2294189)
आगंतुक पटल : 16