પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ લવલીના બોરગોહેનને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
02 AUG 2026 12:59AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ લવલીના બોરગોહેનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે લવલીના બોરગોહેને સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્તમ કૌશલ્ય દર્શાવ્યું હતું.
શ્રી મોદીએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમનું સમર્પણ અને સાતત્ય દેશભરના એથ્લેટ્સને પ્રેરણા આપવાનું યથાવત રાખે છે.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ લવલીના બોરગોહેન પર ગર્વ છે! તેમણે પોતાની રમતો દરમિયાન ઉત્તમ કૌશલ્ય દર્શાવ્યું. તેમને અભિનંદન. તેમનું સમર્પણ અને સાતત્ય દેશભરના એથ્લેટ્સને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે.
#CWG2026”
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2293268)
आगंतुक पटल : 4