રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે મિશન-મોડ ભરતી દ્વારા કાર્યબળને આપી મજબૂતી


2014 થી (જૂન 2026 સુધી) 5.56 લાખ ભરતીઓ કરવામાં આવી, જેમાં સધર્ન રેલવેમાં 50,485 ભરતીનો સમાવેશ થાય છે: શ્રી અશ્વિની વૈષ્ણવ

2024 અને 2025ની પરીક્ષા ચક્ર દરમિયાન કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)માં અંદાજે 4.5 કરોડ ઉમેદવારોએ ભાગ લીધો

રેલવે ઉમેદવારો માટે વ્યાપક પહોંચ અને સુવિધા સુનિશ્ચિત કરવા 150 થી વધુ શહેરોમાં 15 ભાષાઓમાં ભરતી પરીક્ષાઓ યોજાઈ

प्रविष्टि तिथि: 29 JUL 2026 4:11PM by PIB Ahmedabad

2004-05 થી 2013-14 દરમિયાન વિરુદ્ધ 2014-15 થી 2025-26 દરમિયાન ભારતીય રેલવેમાં કરાયેલી ભરતી નીચે મુજબ છે: -

સમયગાળો

ભરતીઓ

2004-2005 થી 2013-2014

4.11 લાખ

2014-2015 થી 2026-2027 (30.06.2026 સુધી)

5.56 લાખ (સધર્ન રેલવે માટે 50,485 સહિત)

ભારતીય રેલવેના કદ, ભૌગોલિક વિસ્તાર અને કામગીરીની જટિલતાને ધ્યાનમાં લેતાં જગ્યાઓ ઊભી થવી અને તે ભરાવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. નિયમિત કામગીરી, ટેકનોલોજીમાં ફેરફારો, મશીનીકરણ અને નવીન પદ્ધતિઓને પહોંચી વળવા માટે પર્યાપ્ત અને યોગ્ય માનવબળ પૂરું પાડવામાં આવે છે. ઓપરેશનલ અને ટેકનોલોજીકલ જરૂરિયાતો અનુસાર ભરતી એજન્સીઓ પાસે રેલવે દ્વારા માગણી પત્રો (ઈન્ડેન્ટ) મૂકીને મુખ્યત્વે જગ્યાઓ ભરવામાં આવે છે.

આરઆરબી (RRB) પરીક્ષાઓ તકનીકી સ્વરૂપની હોય છે જેમાં મોટા પાયે માણસો અને સંસાધનોની ગતિશીલતા તથા માનવબળની તાલીમ શામેલ હોય છે. રેલવેએ આ તમામ પડકારો પર વિજય મેળવ્યો અને નિર્ધારિત તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીને પારદર્શક રીતે ભરતી સફળતાપૂર્વક યોજી.

વધુમાં, વ્યવસ્થામાં સુધારા તરીકે, રેલવે મંત્રાલયે ગ્રુપ 'C' ની વિવિધ શ્રેણીઓની પોસ્ટ્સ પર ભરતી માટે 2024 થી વાર્ષિક કેલેન્ડર પ્રકાશિત કરવાની પ્રથા શરૂ કરી છે. વાર્ષિક કેલેન્ડરની શરૂઆતથી ઉમેદવારોને નીચે મુજબ ફાયદો થઈ રહ્યો છે:

  • ઉમેદવારો માટે વધુ તકો;
  • દર વર્ષે પાત્ર બનતા ઉમેદવારોને તકો;
  • પરીક્ષાઓની નિશ્ચિતતા;
  • ઝડપી ભરતી પ્રક્રિયા, તાલીમ અને નિમણૂકો.

હાલમાં, વાર્ષિક કેલેન્ડર 2024, 2025 અને 2026 અનુસાર ભારતીય રેલવેમાં બિન-ગેઝેટેડ કર્મચારીઓની 1,61,889 જગ્યાઓ (સધર્ન રેલવે માટેની 11,387 જગ્યાઓ સહિત) પર ભરતી હાથ ધરવામાં આવી છે.

જાન્યુઆરી થી ડિસેમ્બર 2024 દરમિયાન, સહાયક લોકો પાઇલટ (ALP), ટેકનિશિયન, સબ-ઇન્સ્પેક્ટર, રેલવે સુરક્ષા દળ (RPF) માં કોન્સ્ટેબલ, જુનિયર એન્જિનિયર (JE)/ ડેપો મટિરિયલ સુપ્રિટેન્ડન્ટ (DMS)/ કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA), પેરામેડિકલ શ્રેણીઓ, નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ), નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર-ગ્રેજ્યુએટ), મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ કેટેગરીઝ તથા આસિસ્ટન્ટ, ટ્રેક મેઇન્ટેનર અને પોઇન્ટ્સમેન જેવી લેવલ-1 શ્રેણીઓની જગ્યાઓ ભરવા માટે 92,116 જગ્યાઓ (સધર્ન રેલવે માટેની 6,927 જગ્યાઓ સહિત) માટે દસ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન્સ (CENs) બહાર પાડવામાં આવ્યા હતા.

92,116 જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની/સિંગલ સ્ટેજ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ (CBTs) પૂર્ણ થઈ ગઈ છે. વિગતો નીચે મુજબ છે:-

પરીક્ષા

ઉમેદવારો

શહેરો

ભાષાઓ

એએલપી (ALP) ની પોસ્ટ માટે પ્રથમ તબક્કાની સીબીટી (18,799 જગ્યાઓ)

18,40,347

156

15

ટેકનિશિયનની પોસ્ટ માટે સીબીટી (14,298 જગ્યાઓ)

26,99,892

139

15

જેઈ/ડીએમએસ/સીએમએ (JE/DMS/CMA) ની પોસ્ટ માટે પ્રથમ તબક્કાની સીબીટી (7,951 જગ્યાઓ)

11,01,266

146

15

આરપીએફ-એસઆઈ (RPF-SI) ની પોસ્ટ માટે સીબીટી (452 જગ્યાઓ)

15,35,635

143

15

આરપીએફ-કોન્સ્ટેબલ (RPF-Constable) ની પોસ્ટ માટે સીબીટી (4,208 જગ્યાઓ)

45,30,288

147

15

પેરામેડિકલ શ્રેણીઓ માટે સીબીટી (1,376 જગ્યાઓ)

7,08,321

143

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) માટે પ્રથમ તબક્કાની સીબીટી (8,113 જગ્યાઓ)

58,41,774

141

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર ગ્રેજ્યુએટ) માટે પ્રથમ તબક્કાની સીબીટી (3,445 જગ્યાઓ)

63,27,473

157

15

મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ શ્રેણીઓ માટે સીબીટી (1,036 જગ્યાઓ)

4,46,013

139

15

લેવલ-1 ની પોસ્ટ્સ માટે સીબીટી (32,438 જગ્યાઓ)

1,08,28,261

152

15

કુલ ઉમેદવારો

3,58,59,270

   

એએલપી (ALP), જેઈ/ડીએમએસ/સીએમએ (JE/DMS/CMA) અને નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ અને અંડર-ગ્રેજ્યુએટ) ની પોસ્ટ્સ માટે બીજા તબક્કાની સીબીટી (CBTs) પણ પૂર્ણ થઈ ગઈ છે. વિગતો નીચે મુજબ છે:

પરીક્ષા

ઉમેદવારો

શહેરો

ભાષાઓ

એએલપી (ALP) ની પોસ્ટ માટે બીજા તબક્કાની સીબીટી (18,799 જગ્યાઓ)

2,66,363

112

15

જેઈ/ડીએમએસ/સીએમએ (JE/DMS/CMA) ની પોસ્ટ માટે બીજા તબક્કાની સીબીટી (7,951 જગ્યાઓ)

1,17,339

118

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) માટે બીજા તબક્કાની સીબીટી (8,113 જગ્યાઓ)

1,21,931

129

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર-ગ્રેજ્યુએટ) માટે બીજા તબક્કાની સીબીટી (3,445 જગ્યાઓ)

51,978

79

15

કુલ ઉમેદવારો

5,57,611

   

એએલપી (ALP) અને નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) ની પોસ્ટ્સ માટે કમ્પ્યુટર આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ (CBAT) અને નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ) તથા મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ કેટેગરીઝની પોસ્ટ્સ માટે કમ્પ્યુટર આધારિત સ્કિલ ટેસ્ટ પણ પૂર્ણ થઈ ગયા છે. વિગતો નીચે મુજબ છે:

પરીક્ષા

ઉમેદવારો

શહેરો

ભાષાઓ

એએલપી (ALP) ની પોસ્ટ માટે સીબીએટી (CBAT)

1,32,044

84

2

મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ શ્રેણીઓ માટે ટ્રાન્સલેશન ટેસ્ટ

1,233

8

2

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) ની પોસ્ટ માટે સીબીએટી (CBAT)

13,616

38

2

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) ની પોસ્ટ્સ માટે કમ્પ્યુટર આધારિત ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ (CBTST)

30,341

58

2

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર ગ્રેજ્યુએટ) ની પોસ્ટ માટે સીબીટીએસટી (CBTST)

13,145

44

2

કુલ ઉમેદવારો

1,90,379

   

2026-2027 સત્ર દરમિયાન (30.06.2026 સુધી) ટેકનિશિયન, જુનિયર એન્જિનિયર, પેરામેડિકલ શ્રેણીઓ, મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ શ્રેણીઓ તથા આસિસ્ટન્ટ લોકો પાઇલટ સહિત વિવિધ પોસ્ટ્સ માટે 3,300 થી વધુ ઉમેદવારોના પેનલ આખરી કરવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગના સેફ્ટી કેટેગરીના છે.

આ ઉપરાંત, વર્ષ 2025 ના વાર્ષિક કેલેન્ડર મુજબ, 51,970 જગ્યાઓ માટે (સધર્ન રેલવે માટેની 3,412 જગ્યાઓ સહિત) નવ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન્સ (CENs) પણ બહાર પાડવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે:-

સીઈએન (CEN) નં.

પોસ્ટનું નામ

નોટિફાય કરેલ જગ્યાઓની સંખ્યા

નોટિફિકેશનનો મહિનો

01/2025

આસિસ્ટન્ટ લોકો પાઇલટ

10,970

માર્ચ-2025

02/2025

ટેકનિશિયન

6,238

જૂન-2025

03/2025

પેરામેડિકલ શ્રેણીઓ

434

જુલાઈ-2025

04/2025

સેક્શન કંટ્રોલર

368

ઓગસ્ટ-2025

05/2025

જુનિયર એન્જિનિયર (JE)/ ડેપો મટિરિયલ સુપ્રિટેન્ડન્ટ (DMS)/ કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA)

2,585

ઓક્ટોબર-2025

06/2025

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ)

5,810

ઓક્ટોબર-2025

07/2025

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર-ગ્રેજ્યુએટ)

3,058

ઓક્ટોબર-2025

08/2025

આઇસોલેટેડ શ્રેણીઓ

312

ડિસેમ્બર-2025

09/2025

લેવલ-1 ની પોસ્ટ્સ

22,195

ડિસેમ્બર-2025

કુલ

 

51,970

 

29,775 પોસ્ટ્સ માટે પ્રથમ તબક્કાની/સિંગલ સ્ટેજ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ (CBTs) પૂર્ણ થઈ ગઈ છે. વિગતો નીચે મુજબ છે:-

પરીક્ષા

ઉમેદવારો

શહેરો

ભાષાઓ

સેક્શન કંટ્રોલરની પોસ્ટ માટે સીબીટી (368 જગ્યાઓ)

4,33,748

131

15

એએલપી (ALP) ની પોસ્ટ માટે પ્રથમ તબક્કાની સીબીટી (10,970 જગ્યાઓ)

10,03,719

141

15

જેઈ/ડીએમએસ/સીએમએ (JE/DMS/CMA) ની પોસ્ટ માટે પ્રથમ તબક્કાની સીબીટી (2,585 જગ્યાઓ)

5,74,351

133

15

ટેકનિશિયનની પોસ્ટ માટે સીબીટી (6,238 જગ્યાઓ)

8,41,525

117

15

પેરામેડિકલ શ્રેણીઓ માટે સીબીટી (434 જગ્યાઓ)

3,19,396

106

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) માટે પ્રથમ તબક્કાની સીબીટી (5,810 જગ્યાઓ)

25,89,851

142

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર ગ્રેજ્યુએટ) માટે પ્રથમ તબક્કાની સીબીટી (3,058 જગ્યાઓ)

32,95,980

142

15

આઇસોલેટેડ શ્રેણીઓ માટે સીબીટી (312 જગ્યાઓ)

37,774

34

15

કુલ ઉમેદવારો

90,96,344

   

જેઈ/ડીએમએસ/સીએમએ (JE/DMS/CMA) અને નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) ની પોસ્ટ્સ માટે બીજા તબક્કાની સીબીટી (CBTs) પણ પૂર્ણ થઈ ગઈ છે. વિગતો નીચે મુજબ છે:

પરીક્ષા

ઉમેદવારો

શહેરો

ભાષાઓ

જેઈ/ડીએમએસ/સીએમએ (JE/DMS/CMA) ની પોસ્ટ માટે બીજા તબક્કાની સીબીટી (2,585 જગ્યાઓ)

39,034

90

15

નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) માટે બીજા તબક્કાની સીબીટી (5,810 જગ્યાઓ)

87,317

98

15

કુલ ઉમેદવારો

1,26,351

   

સેક્શન કંટ્રોલરની પોસ્ટ્સ માટે કમ્પ્યુટર આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ (CBAT) પણ પૂર્ણ થઈ ગઈ છે. વિગતો નીચે મુજબ છે:

પરીક્ષા

ઉમેદવારો

શહેરો

ભાષાઓ

સેક્શન કંટ્રોલરની પોસ્ટ માટે સીબીએટી (368 જગ્યાઓ)

2,989

24

2

વધુમાં, વર્ષ 2026 ના વાર્ષિક કેલેન્ડર મુજબ, 17,803 જગ્યાઓ માટે (સધર્ન રેલવે માટેની 1,048 જગ્યાઓ સહિત) ત્રણ સેન્ટ્રલાઇઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન્સ (CENs) બહાર પાડવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે:

સીઈએન (CEN) નં.

પોસ્ટનું નામ

નોટિફાય કરેલ જગ્યાઓની સંખ્યા

નોટિફિકેશનનો મહિનો

01/2026

આસિસ્ટન્ટ લોકો પાઇલટ

11,127

માર્ચ-2026

02/2026

ટેકનિશિયન

6,557

મે-2026

03/2026

સેક્શન કંટ્રોલર

119

જૂન-2026

આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2291117) आगंतुक पटल : 49
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Telugu , Malayalam