પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અસમમાં પૂરની સ્થિતિ અંગે રાજ્યના સાંસદો સાથે સમીક્ષા કરી
प्रविष्टि तिथि:
28 JUL 2026 2:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના સંસદસભ્યો સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવર્તમાન પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવામાં આસામ સરકાર સાથે મળીને નજીકથી કામ કરી રહી છે.
શ્રી મોદીએ દરેકની સુરક્ષા અને કુશળતા માટે પ્રાર્થના કરી હતી.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“આસામના સંસદસભ્યો સાથે મુલાકાત કરી અને રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવર્તમાન પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
કેન્દ્ર સરકાર અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવામાં આસામ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. હું દરેકની સુરક્ષા અને કુશળતા માટે પ્રાર્થના કરું છું.”
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2290353)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam