મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 0-6 વર્ષના બાળકોમાં ન્યુટ્રિશનલ પરિણામોમાં સુધારો કરવા માટે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0નો શુભારંભ કર્યો


મંત્રાલયે એક મહત્વપૂર્ણ ગવર્નન્સ ટૂલ તરીકે 'પોષણ ટ્રેકર' એપ્લિકેશન રજૂ કરી

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સંયુક્ત રીતે બાળકોમાં કુપોષણના વ્યવસ્થાપન માટે પ્રોટોકોલ બહાર પાડ્યો

प्रविष्टि तिथि: 24 JUL 2026 2:01PM by PIB Ahmedabad

0-6 વર્ષની વયના બાળકોમાં ન્યુટ્રિશનલ પરિણામોમાં સુધારો કરવા માટે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આંગણવાડી સેવાઓ, પોષણ અભિયાન અને કિશોરીઓ માટેની યોજના (આકાંક્ષી જિલ્લાઓ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં 14-18 વર્ષ) ને સમાવીને મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 (મિશન પોષણ 2.0) નો શુભારંભ કર્યો છે. તે એક કેન્દ્ર પુરસ્કૃત મિશન છે, જ્યાં વિવિધ પ્રવૃત્તિઓના અમલીકરણની જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે. આ મિશનમાં દેશના લાભાર્થીઓ; 6 વર્ષથી ઓછી વયના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ (ઉત્તરપૂર્વીય રાજ્યો અને આકાંક્ષી જિલ્લાઓમાં 14-18 વર્ષ) નો સમાવેશ થાય છે.

મંત્રાલયે મિશન પોષણ 2.0 હેઠળ વ્યાખ્યાયિત સૂચકાંકો પર તમામ આંગણવાડી કેન્દ્રો (AWCs), આંગણવાડી કાર્યકરો (AWWs) અને લાભાર્થીઓના નિરીક્ષણ અને ટ્રેકિંગ માટે માર્ચ 2021માં એક મહત્વપૂર્ણ ગવર્નન્સ ટૂલ તરીકે 'પોષણ ટ્રેકર' એપ્લિકેશન રજૂ કરી હતી. તેણે આંગણવાડી સેવાઓ જેવી કે, AWCs ખુલવા, બાળકોની દૈનિક હાજરી, ECCE પ્રવૃત્તિઓ, બાળકોનું ગ્રોથ મોનિટરિંગ, હોટ કૂક્ડ મીલ (HCM) અને ટેક-હોમ રાશન (THR) નું વિતરણ વગેરે માટે નિયર રિયલ ટાઈમ ડેટા કલેક્શનની સુવિધા પૂરી પાડી છે. પોષણ ટ્રેકર એપ્લિકેશને વિવિધ માપદંડો પર યોજનાના અમલીકરણની સમીક્ષા કરવા અને કોર્સ કરેક્શન કરવા માટે સક્ષમ બનાવ્યા છે. સેવા વિતરણના લાસ્ટ માઇલ ટ્રેકિંગ માટે, ટેક-હોમ રાશનના વિતરણ માટે પોષણ ટ્રેકર એપમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) શરૂ કરવામાં આવી છે જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે લાભ માત્ર પોષણ ટ્રેકરમાં નોંધાયેલા ઇચ્છિત લાભાર્થીને જ આપવામાં આવે. શાહજહાંપુર મતવિસ્તાર સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ન્યુટ્રિશનલ સૂચકાંકો, લાભાર્થી બાળકો અને યોજનાની પ્રગતિની વિગતો પોષણ ટ્રેકર ડેશબોર્ડ: https://www.poshantracker.in/statistics પર ઉપલબ્ધ છે.

મિશન પોષણ 2.0 હેઠળ કુપોષણમાં ઘટાડો કરવા તેમજ લોકોના આરોગ્ય, સુખાકારી અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો લાવવા માટે નવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આ માટે સમુદાયની ભાગીદારી, જનજાગૃતિ અને પહોંચ કાર્યક્રમો, વર્તણૂકમાં સકારાત્મક પરિવર્તન તેમજ જનહિત જાગૃતિ (Advocacy) જેવી પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ વ્યૂહરચનામાં માતૃ પોષણ, શિશુ અને નાનાં બાળકોના યોગ્ય આહારના ધોરણો, ગંભીર તીવ્ર કુપોષણ (SAM) અને મધ્યમ તીવ્ર કુપોષણ (MAM)ની સારવાર તેમજ આયુષ પદ્ધતિઓ દ્વારા સુખાકારીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય હેતુ બાળકોમાં ક્ષીણતા (Wasting), ઠીંગણાપણું (Stunting), અનીમિયા (લોહીની ઉણપ) અને ઓછા વજન જેવી કુપોષણ સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ ઘટાડવાનો છે.

મિશન હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો, 2013ની અનુસૂચિ-II માં સમાવિષ્ટ ન્યુટ્રિશન નોર્મ્સ અનુસાર બાળકો (6 મહિનાથી 6 વર્ષ), સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પૂરક પોષણ પૂરું પાડવામાં આવે છે. આ નોર્મ્સ જાન્યુઆરી 2023 માં સુધારવામાં આવ્યા છે. જૂના નોર્મ્સ મોટે ભાગે કૅલરી-વિશિષ્ટ હતા; જો કે, સુધારેલા નોર્મ્સ ડાયેટ ડાઇવર્સિટીના સિદ્ધાંતો પર આધારિત પૂરક પોષણની માત્રા અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ વધુ વ્યાપક અને સંતુલિત છે જે ગુણવત્તાયુક્ત પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ (કેલ્શિયમ, ઝિંક, આયર્ન, ડાયેટરી ફોલેટ, વિટામિન A, વિટામિન-B6 અને વિટામિન B-12) પૂરું પાડે છે. સિવિયરલી એક્યુટલી માલનરિશ્ડ (SAM) બાળકોને ટેક-હોમ રાશન (THR) ના રૂપમાં વધારાનું પૂરક પોષણ આપવામાં આવે છે.

ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સંયુક્ત રીતે બાળકોમાં ગંભીર તીવ્ર કુપોષણને રોકવા અને તેની સારવાર કરવા માટે અને તેની સાથે સંકળાયેલ રોગ અને મૃત્યુદર ઘટાડવા માટે બાળકોમાં કુપોષણના વ્યવસ્થાપન માટેનો પ્રોટોકોલ બહાર પાડ્યો છે. સમુદાય આધારિત અભિગમમાં સમુદાયમાં ગંભીર તીવ્ર કુપોષણ ધરાવતા બાળકોની સમયસર ઓળખ અને સ્ક્રીનીંગ, તબીબી જટિલતાઓ વિનાના બાળકો માટે ઘરમાં પૌષ્ટિક, સ્થાનિક પૌષ્ટિક ખોરાક અને સહાયક તબીબી સંભાળ સાથે વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. આ મિશન હેઠળ, હાથ ધરવામાં આવેલી મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક જનજાગૃતિ અને જાગૃતિ એડવોકેસી છે જેથી લોકોને ન્યુટ્રિશનલ પાસાઓ પર શિક્ષિત કરી શકાય કારણ કે સારી ન્યુટ્રિશન આદત અપનાવવા માટે વર્તણૂકીય પરિવર્તન માટે સતત પ્રયત્નોની જરૂર પડે છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અનુક્રમે સપ્ટેમ્બર અને માર્ચ-એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવતા પોષણ માહ અને પોષણ પખવાડિયા દરમિયાન જન આંદોલન હેઠળ નિયમિત સંવેદનશીલતા પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યા છે અને તેનો અહેવાલ આપી રહ્યા છે. સમુદાય આધારિત કાર્યક્રમો (CBEs) એ ન્યુટ્રિશનલ પદ્ધતિઓને બદલવામાં એક સાર્થક વ્યૂહરચના તરીકે સેવા આપી છે અને તમામ આંગણવાડી કાર્યકરોએ દર મહિને બે સમુદાય આધારિત કાર્યક્રમો યોજવા જરૂરી છે. આ માહિતી મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2288844) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Tamil , Bengali , English , हिन्दी