સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે માદક દ્રવ્યોની માંગ ઘટાડવા માટેના પ્રયાસો મજબૂત કર્યા, વ્યસન મુક્તિ સેવાઓનો વિસ્તાર કર્યો અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ સહાયને વધુ સરળ બનાવી: લોકસભામાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માનો લેખિત જવાબ


રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનો દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ 29.68 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચવામાં આવી

સરકાર NAPDDR હેઠળ દેશભરમાં 765 વ્યસન મુક્તિ અને પુનર્વસન સુવિધાઓને સહાય પૂરી પાડે છે

प्रविष्टि तिथि: 23 JUL 2026 2:18PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, પુનર્વસન અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં સમયસર નાણાકીય સહાય, વધુ પારદર્શિતા અને સેવાઓની સુધારેલી ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓના અમલીકરણને સતત મજબૂત કરી રહ્યું છે. મંત્રાલયે ભંડોળ મુક્ત કરવાની પ્રક્રિયાઓને સરળ બનાવવા, વ્યસન મુક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા અને દેશભરમાં પુનર્વસન સેવાઓ સુધી પહોંચ વધારવા માટેના પગલાં રજૂ કર્યા છે.

માહિતી સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા દ્વારા સાંસદ શ્રીમતી પ્રતિમા મંડલ દ્વારા પૂછવામાં આવેલા સંખ્યાબંધ પ્રશ્નોના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

મંત્રીશ્રીએ ગૃહને માહિતી આપી હતી કે વિભાગે સમયસર પ્રસ્તાવોની પ્રક્રિયા અને વિવિધ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ ભંડોળ મુક્ત કરવાનું સુનિશ્ચિત કરવા માટે એક કડક નિરીક્ષણ પ્રણાલી સ્થાપિત કરી છે. નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન (NAPDDR) અને અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) જેવી યોજનાઓનો અમલ કરતી ભાગીદાર NGO ને ગ્રાન્ટ મુક્ત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે દસ્તાવેજીકરણની જરૂરિયાતો ઘટાડીને અને વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરીને સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ રજૂ કરવામાં આવી છે.

નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે લડવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા, શ્રી વર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન (NAPDDR) હેઠળ એક વ્યાપક અને પુરાવા-આધારિત વ્યૂહરચનાનો અમલ કરી રહ્યું છે. વ્યૂહરચના એઈમ્સ (AIIMS), નવી દિલ્હી ખાતે NDDTC દ્વારા ભારતમાં નશીલા દ્રવ્યોના ઉપયોગના પ્રમાણ અને પેટર્ન પર હાથ ધરાયેલા પ્રથમ રાષ્ટ્રીય સર્વેક્ષણના તારણો પર આધારિત છે.

સર્વેક્ષણનો અંદાજ છે કે પુખ્ત વયના લોકોમાં (18 થી 75 વર્ષ) આલ્કોહોલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પદાર્થ છે, જેના લગભગ 15.10 કરોડ યુઝર્સ છે, ત્યારબાદ કેટેગરીમાં 2.90 કરોડ ગાંજો યુઝર્સ, 1.90 કરોડ ઓપિયોઇડ યુઝર્સ, 1.10 કરોડ સેડેટિવ યુઝર્સ અને 60 લાખ ઇનહેલન્ટ યુઝર્સ છે. બાળકો અને કિશોરોમાં (10 થી 17 વર્ષ), સર્વેક્ષણ અનુસાર લગભગ 40 લાખ ઓપિયોઇડ યુઝર્સ, 30 લાખ આલ્કોહોલ યુઝર્સ, 30 લાખ ઇનહેલન્ટ યુઝર્સ અને 20 લાખ કેનાબિસ યુઝર્સ હોવાનો અંદાજ છે, જે સતત જાગૃતિ, નિવારણ અને સારવારની પહેલોની જરૂરિયાત પર ભાર મૂકે છે.

મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપી હતી કે NAPDDR હેઠળ, મંત્રાલય રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, NGO અને સરકારી હોસ્પિટલોને નિવારક શિક્ષણ, જાગૃતિ નિર્માણ, કાઉન્સેલિંગ, સારવાર અને પુનર્વસન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. વર્તમાનમાં, મંત્રાલય દેશભરમાં 344 ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર્સ ફોર એડિક્ટ્સ (IRCAs), 45 કમ્યુનિટી-બેઝ્ડ પીઅર લેડ ઇન્ટરવેન્શન્સ (CPLIs), 76 આઉટરીચ એન્ડ ડ્રોપ-ઇન સેન્ટર્સ (ODICs), 145 ડિસ્ટ્રિક્ટ ડી-એડિક્શન સેન્ટર્સ (DDACs) અને 155 એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ (ATFs) ને સહાય પૂરી પાડે છે.

લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ 2020 ના રોજ શરૂ કરાયેલ અને ઓગસ્ટ 2023 માં તમામ જિલ્લાઓમાં વિસ્તારવામાં આવેલ નશા મુક્ત ભારત અભિયાન (NMBA), નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે વિશ્વના સૌથી મોટા જાગૃતિ અભિયાનોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે.

આજની તારીખ સુધીમાં, અભિયાન રાષ્ટ્રવ્યાપી જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા 11.43 કરોડથી વધુ યુવાનો અને 8.05 કરોડ મહિલાઓ સહિત 29.68 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચ્યું છે. સમુદાયની ભાગીદારીને મજબૂત કરવા માટે 1.17 લાખથી વધુ નશા મુક્તિ મિત્રો પણ અભિયાનમાં જોડાયા છે. ઉપરાંત, દેશભરની 21.73 લાખ શૈક્ષણિક સંસ્થાઓમાં આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉપરાંત 28.29 લાખથી વધુ લોકોની સારવાર અને પુનર્વસન કરવામાં આવ્યું છે.

સારવાર સેવાઓ સુધી પહોંચમાં સુધારો કરવા માટે, મંત્રાલયે NMBA 2.0 મોબાઈલ એપ્લિકેશન લોંચ કરી છે, જે નાગરિકોને નજીકના વ્યસન મુક્તિ કેન્દ્રને શોધવામાં સક્ષમ બનાવે છે. 2024-25 દરમિયાન, GAP જિલ્લાઓમાં 55 નવા ડિસ્ટ્રિક્ટ ડી-એડિક્શન સેન્ટર્સ (DDACs) ને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 2025-26 દરમિયાન વધુ 21 DDACs ની સ્થાપના કરવામાં આવી હતી, જેનાથી દેશના વ્યસન મુક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ વિસ્તાર થયો છે.

મંત્રીશ્રીએ ગૃહને પણ માહિતી આપી હતી કે ડિસેમ્બર 2024 માં મેસર્સ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને 2025 માં નીતિ આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર થર્ડ-પાર્ટી મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન દેશભરમાં સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવા અને નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે જાગૃતિ લાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

સરકાર પુનર્વસન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરીને, નિવારક પગલાં વધારીને, અમલીકરણ પ્રક્રિયાઓને સરળ બનાવીને અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરીને નશા મુક્ત અને સામાજિક રીતે સમાવેશી ભારત તરફની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે. સતત સામૂહિક ભાગીદારી, સુધારેલા શાસન અને ટેકનોલોજી-સક્ષમ સેવા વિતરણ દ્વારા, મંત્રાલય સંવેદનશીલ સમુદાયોનું રક્ષણ કરવા અને તમામ માટે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2288261) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada