યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે કોમનવેલ્થ સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ મીટિંગને સંબોધિત કરી
ભારત સુરક્ષિત, સમાવેશી અને સમાન રમત પ્રણાલીઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારિત કરે છે જે માનવ અધિકારોનું સન્માન કરે છે અને તમામ માટે તકોનું સર્જન કરે છે: ડૉ. માંડવિયા
ડૉ. માંડવિયાએ અમદાવાદમાં ઐતિહાસિક 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે ભારતની સજ્જતાનો પુનઃઉચ્ચાર કર્યો
प्रविष्टि तिथि:
23 JUL 2026 2:09PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતે કોમનવેલ્થ સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ મીટિંગને સંબોધિત કરતી વખતે કોમનવેલ્થ રમતગમત સહયોગ માટે મજબૂત, સભ્યો દ્વારા સંચાલિત માળખા માટે વિનંતી કરી હતી.
"રીઇમેજિનિંગ વર્કિંગ ટુગેધર: સ્ટ્રેન્ધનિંગ કોમનવેલ્થ કોલોબ્રેશન્ ઓન સ્પોર્ટ" વિષય પર મુખ્ય પ્રવચન આપતાં, ડૉ. માંડવિયાએ સમગ્ર કોમનવેલ્થમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ, એથ્લેટ કલ્યાણ અને સંસ્થાકીય ક્ષમતામાં સહયોગ વિસ્તારવા માટે ભારતના વિઝનની રૂપરેખા આપી હતી.

કોમનવેલ્થ રમતગમત પ્રત્યે ભારતની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશ અમદાવાદમાં 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યો છે.
"આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે 2047 સુધીમાં વિકસિત ભારત માટેનું વિઝન વ્યાખ્યાયિત કર્યું છે અને રમતગમત આ રોડમેપનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. 2030 ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ અને અમદાવાદમાં 13મી કોમનવેલ્થ સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ મીટિંગના યજમાન તરીકે, અમે કોમનવેલ્થ રમતગમત માટે એક સ્થાયી સંસ્થાકીય વારસો છોડીને એક અસાધારણ રમતોત્સવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ," તેમણે કહ્યું.

ડૉ. માંડવિયાએ ગવર્નન્સ સુધારાઓ, મજબૂત એન્ટી-ડોપિંગ ફ્રેમવર્ક અને ખેલો ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા અને અસ્મિતા લીગ જેવી ફ્લેગશિપ પહેલોની પણ રૂપરેખા આપી હતી, જે ગ્રાસરૂટ ટેલેન્ટને પ્રોત્સાહિત કરી રહી છે, રમતગમતમાં મહિલાઓની વધુ ભાગીદારીને સશક્ત બનાવી રહી છે અને દેશભરમાં એક જીવંત રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે.
તેમણે મંત્રી સ્તરના નિર્ણયોને અમલમાં મૂકવા માટે એક વાર્ષિક મંચ તરીકે કોમનવેલ્થ સ્પોર્ટ કોઓર્ડિનેશન ફોરમની સ્થાપના કરવા માટે ભારતના મજબૂત ટેકાની સાથે સાથે જ્ઞાનની વહેંચણી અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે સભ્ય સંચાલિત કોમનવેલ્થ સેન્ટર્સ ઓફ એક્સેલન્સના નેટવર્કની સ્થાપના માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.

"2030 સુધીના સમયગાળા દરમિયાન મિટિંગો, તકનીકી કાર્યશાળાઓ અને પ્રાદેશિક મસલતોની યજમાની કરતાં ભારતને આનંદ થશે," તેમ તેમણે કહ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે પ્રસ્તાવિત સભ્ય-સંચાલિત અભિગમ રમતગમત ગવર્નન્સમાં ભારતના પોતાના સુધારાઓને પ્રતિબિંબિત કરે છે.
"ગયા વર્ષે, અમે રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓમાં જવાબદારી, વ્યાવસાયિક શાસન અને એથ્લેટ કલ્યાણને મજબૂત કરવા માટે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ અમલમાં મૂક્યો હતો," તેમ તેમણે કહ્યું હતું.
ડૉ. માંડવિયાએ 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે ભારતની સજ્જતાનો પુનઃઉચ્ચાર કર્યો અને જણાવ્યું કે અમદાવાદ રમતોની ઐતિહાસિક, ટકાઉ અને યાદગાર આવૃત્તિ પ્રદાન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

તેમણે જણાવ્યું હતું કે અમદાવાદનું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા એ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતનું વધતું કદ અને મોટી આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સ સફળતાપૂર્વક યોજવાની તેની ક્ષમતા દર્શાવે છે.
તેમણે પ્રસ્તાવિત નેતૃત્વ મોડલને પણ સમર્થન આપ્યું હતું જે અંતર્ગત કોમનવેલ્થ સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ મીટિંગના આવનારા યજમાન દેશ ચેરપર્સન તરીકે સેવા આપશે, જ્યારે કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ કો-ચેર તરીકે સેવા આપશે.
"2026-2030 વર્ષ માટે CABOS ના અધ્યક્ષ પદ સંભાળવા બદલ ભારત સન્માનિત થશે," તેમ તેમણે જણાવ્યું હતું.
પોતાના સંબોધનના સમાપનમાં, ડૉ. માંડવિયાએ કોમનવેલ્થ રાષ્ટ્રોને ભાગીદારી મજબૂત કરવા અને સામાજિક વિકાસ માટે રમતગમતની શક્તિનો ઉપયોગ કરતી સ્થાયી સંસ્થાઓનું નિર્માણ કરવાનો આગ્રહ કર્યો હતો.
“ચાલો આપણે એવી સંસ્થાઓનું નિર્માણ કરીએ જે ટકી રહે, એવા સહયોગને મજબૂત કરીએ જે પરિણામો આપે અને ભાવિ પેઢીઓ માટે રમતગમતની પરિવર્તનકારી શક્તિનો ઉપયોગ કરીએ. ભારત સુરક્ષિત, સમાવેશી અને સમાન રમત પ્રણાલીઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારિત કરે છે જે માનવ અધિકારોનું સન્માન કરે છે અને તમામ માટે તકોનું સર્જન કરે છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2288258)
आगंतुक पटल : 20