પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ PMNRFમાંથી સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 18 JUL 2026 7:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.

શ્રી મોદીએ પીએમએનઆરએફ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50000ની એક્સ-ગ્રેશિયા (સહાય) આપવાની પણ જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:

ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.

પીએમએનઆરએફ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને 50000 આપવામાં આવશે: PM @narendramodi

SM/NP/JD


(रिलीज़ आईडी: 2286151) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Tamil , Telugu , Malayalam