ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિને સંરક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ અને સૈનિક શાળાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા


ઉપરાષ્ટ્રપતિએ NCCને મજબૂત કરવા અને સૈનિક શાળાઓના વિસ્તરણ માટે રાજ્યોની વધુ ભાગીદારીનું આહ્વાન કર્યું

प्रविष्टि तिथि: 13 JUL 2026 3:32PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણનને આજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) અને સૈનિક શાળાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તુતિઓ (પ્રેઝન્ટેશન) માં એનસીસીના લગભગ 20 લાખ સભ્યો ધરાવતા યુવા સંગઠન તરીકેના વિકાસ, તેની તાલીમ અને રાષ્ટ્ર નિર્માણની પહેલો તેમજ સૈનિક શાળાઓની કામગીરી અને વિસ્તરણની સાથે દેશભરમાં આ નેટવર્કને મજબૂત કરવાના રોડમેપને આવરી લેવામાં આવ્યા હતા.

રાષ્ટ્ર નિર્માણમાં NCCના યોગદાનની પ્રશંસા કરતા, ઉપરાષ્ટ્રપતિએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' કેમ્પ ને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા માટેની એક ઉત્કૃષ્ટ પહેલ ગણાવી હતી. તેમણે નશા મુક્ત ભારત અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન સહિતની NCCની સામુદાયિક સેવા પહેલોની પણ પ્રશંસા કરી હતી અને NCC એલ્યુમની એસોસિએશનની સ્થાપનાને આવકારી હતી. NCCને મજબૂત બનાવવીએ એક સહિયારી રાષ્ટ્રીય જવાબદારી છે તેના પર ભાર મૂકતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણનને વધુ સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, જમીન અને તાલીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારો સાથે બહેતર વધુ સારું સંકલન સાધવા આહ્વાન કર્યું હતું અને રાજ્યો સાથે જોડાવા માટે તમામ સંભવિત સમર્થનની ખાતરી આપી હતી.

ઉપરાષ્ટ્રપતિને સૈનિક શાળાઓની કામગીરી અને વિસ્તરણ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં હાલના મોડલ અને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધી રહેલી માંગને પહોંચી વળવાનું સૂચન કરતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણનને અવલોકન કર્યું કે દરેક રાજ્ય પોતાના ક્ષેત્રમાં ત્રણથી પાંચ સૈનિક શાળાઓ બનાવવાનું લક્ષ્ય રાખી શકે છે. તેમણે હાલની સૈનિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા (ઇનટેક કેપેસિટી) વધારવાની શક્યતાઓ ચકાસવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2284145) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Malayalam