માનવ સંસાધન વિકાસ મંત્રાલય
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 (PGI-S) અને જિલ્લાઓ માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સનો વર્ષ 2025-26 નો અહેવાલ જાહેર કર્યો
प्रविष्टि तिथि:
07 JUL 2026 6:22PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આજે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 (PGI-S) અને જિલ્લાઓ માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI-D) નો વર્ષ 2025-26 નો અહેવાલ જાહેર કર્યો છે.
ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી મોટી શિક્ષણ પ્રણાલીઓમાંની એક છે, જેમાં વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતી 14.67 લાખથી વધુ શાળાઓ, 1.03 કરોડ શિક્ષકો અને આશરે 24.72 કરોડ વિદ્યાર્થીઓ સામેલ છે.
PGI - રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) તૈયાર કર્યો છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરીનું મૂલ્યાંકન કરીને તેમને વિવિધ ગ્રેડ અથવા સ્તરોમાં વર્ગીકૃત કરે છે. આ ગ્રેડિંગ અભિગમ બહુવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન કાર્યક્ષમતા બેન્ડમાં મૂકવાની મંજૂરી આપે છે, જેથી વધુ સંતુલિત અને રચનાત્મક મૂલ્યાંકન માળખાને પ્રોત્સાહન આપી શકાય.
PGI- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનું માળખું 70 સૂચકાંકો પર કુલ 1000 પોઇન્ટના વેઇટેજ પર આધારિત છે, જે 2 મુખ્ય કેટેગરીમાં વહેંચાયેલા છે, એટલે કે - પરિણામ અને ગવર્નન્સ તથા મેનેજમેન્ટ; જેમાં છ ક્ષેત્રોનો સમાવેશ થાય છે: 1) લર્નિંગ આઉટકમ્સ એન્ડ ક્વોલિટી (શિક્ષણના પરિણામો અને ગુણવત્તા), 2) એક્સેસ, 3) ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટીઝ (માળખાકીય સુવિધાઓ અને સવલતો), 4) ઇક્વિટી, 5) ગવર્નન્સ પ્રોસેસીસ, અને 6) ટીચર્સ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. આ માળખું યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+), પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 , પીએમ પોષણ પોર્ટલ, પ્રબંધ પોર્ટલ અને વિદ્યાંજલિ પોર્ટલના ડેટા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
PGI - જિલ્લાઓ: શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલયે જિલ્લા સ્તરે PGI ની કવાયતનો વિસ્તાર કરીને જિલ્લા માટે PGI (PGI-D) ની રચના કરી છે. PGI-D વધુ કેન્દ્રિત ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે જેથી સમાન માપદંડો પર જિલ્લાઓનું મૂલ્યાંકન કરી શકાય અને હવે શૈક્ષણિક નીતિઓના પરિણામોના માપન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
PGI-D માળખું 70 સૂચકાંકો પર કુલ 600 પોઇન્ટના વેઇટેજ પર આધારિત છે, જેને 6 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, એટલે કે - આઉટકમ્સ, ઇફેક્ટિવ ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એન્ડ સ્ટુડન્ટ એન્ટાઇટલમેન્ટ્સ, સ્કૂલ સેફ્ટી એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન (શાળા સુરક્ષા અને બાળ સુરક્ષિતતા), ડિજિટલ લર્નિંગ અને ગવર્નન્સ પ્રોસેસ. આ કેટેગરીઝને આગળ 11 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવી છે, જે નીચે મુજબ છે: 1) લર્નિંગ આઉટકમ્સ એન્ડ ક્વોલિટી (LOQ), 2) એક્સેસ આઉટકમ્સ (AO), 3) ટીચર અવેલેબિલિટી એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ આઉટકમ્સ (TAPDO), 4) લર્નિંગ મેનેજમેન્ટ (LM), 5) લર્નિંગ એનરિચમેન્ટ એક્ટિવિટીઝ (LEA), 6) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, સ્ટુડન્ટ એન્ટાઇટલમેન્ટ્સ (IF&SE), 7) સ્કૂલ સેફ્ટી એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન (SS&CP), 8) ડિજિટલ લર્નિંગ (DL), 9) ફંડ્સ કન્વર્જન્સ એન્ડ યુટિલાઇઝેશન (FCU), 10) અટેન્ડન્સ મોનિટરિંગ સિસ્ટમ્સ (AMS) અને 11) સ્કૂલ લીડરશિપ ડેવલપમેન્ટ (SLD).
PGI-D માટેના ડેટા વિવિધ સ્રોતોમાંથી મેળવવામાં આવ્યા છે, જેમાં યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE +), પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 (PRS 2024) અને પ્રબંધ પોર્ટલ (PRABANDH Portal) નો સમાવેશ થાય છે.
વર્ષ 2025-26 માટેના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટેના પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 (PGI-S) અને જિલ્લાઓ માટેના પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI-D) ના વિગતવાર અહેવાલો નીચેની લિંક્સ પર ઉપલબ્ધ છે:
https://spgi.udiseplus.gov.in/
https://dpgi.udiseplus.gov.in/
https://www.dsel-education.gov.in/documents
SM/NP/JD
(रिलीज़ आईडी: 2282232)
आगंतुक पटल : 23