મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ભારત 6-7 જુલાઈ 2026 દરમિયાન કોચીમાં બ્રિક્સ (BRICS) વિમેન વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરશે
ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ સહકારને આગળ વધારવા અને મુખ્ય પરિણામ દસ્તાવેજો પર ચર્ચા કરવા માટે બ્રિક્સ સભ્ય દેશોના અધિકારીઓ જોડાશે
प्रविष्टि तिथि:
05 JUL 2026 10:11AM by PIB Ahmedabad
આ વર્ષે ભારત તેની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા હેઠળ 6-7 જુલાઈ 2026ના રોજ કેરળના કોચીમાં બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રૂપ (WWG)ની બેઠકનું આયોજન કરશે. બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકસાથે આવશે, જ્યારે વહેંચાયેલી પ્રાથમિકતાઓ પર સહકારને આગળ વધારશે.
ભારતની બ્રિક્સ અધ્યક્ષતાની થીમ, "બિલ્ડિંગ ફોર રેસિલિયન્સ, ઈનોવેશ, કોર્પોરેશન એન્ડ સસ્ટેનબિલિટી" (સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ), જે માનવ-કેન્દ્રી અને માનવતા-પ્રથમ અભિગમને પ્રતિબિંબિત કરે છે તેના દ્વારા માર્ગદર્શન મેળવીને, બ્રિક્સ વિમેન ટ્રેકે ચાર પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે: શાસન અને નેતૃત્વમાં મહિલાઓ; મહિલાઓનું ડિજિટલ અને નાણાકીય સમાવેશીકરણ; મહિલા ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ; અને આબોહવા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા અને પોષણમાં મહિલાઓની ભૂમિકા.
વિમેન વર્કિંગ ગ્રૂપની બેઠક સભ્ય દેશોને ચર્ચા કરવા અને સર્વસંમતિ સાધવાની તક પૂરી પાડશે જે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને આગળ વધારે છે.
બ્રિક્સ (BRICS) 11 દેશો ધરાવે છે - બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત, જે સંયુક્ત રીતે વૈશ્વિક જીડીપીના આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે.
બ્રિક્સ વૈશ્વિક વસ્તીના આશરે 49.5% નું પ્રતિનિધિત્વ કરે છે. આની અંદર, મહિલાઓનો રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસ દરેક ક્ષેત્રના પરિણામોને આકાર આપે છે, જે વિમેન ટ્રેકને બ્રિક્સ 2026 માં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટ્રેક બનાવે છે.
વર્કિંગ ગ્રૂપની બેઠક 30 એપ્રિલ 2026, 22 મે 2026 અને 29 જૂન 2026ના રોજ વર્ચ્યુઅલ રીતે આયોજિત ત્રણ વર્ચ્યુઅલ પ્રારંભિક બેઠકો દ્વારા યોજાયેલી વ્યાપક પરામર્શ પર આધારિત છે. આ જોડાણોએ સભ્ય દેશોને કોચીમાં બેઠકો પહેલા ચર્ચાઓ આગળ વધારવા માટે સક્ષમ બનાવ્યા છે.
બ્રિક્સ વિમેન વર્કિંગ ગ્રૂપની બેઠક 8-9 જુલાઈ 2026ના રોજ યોજાનારી બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગ (મંત્રી સ્તરની બેઠક) માટે મજબૂત પાયો નાખશે તેવી અપેક્ષા છે, જે વ્યવહારિક સહકાર અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ પ્રત્યે બ્રિક્સ સભ્ય દેશોની વહેંચાયેલી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરે છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281201)
आगंतुक पटल : 29