જળશક્તિ મંત્રાલય
જલ શક્તિ મંત્રાલય દ્વારા 7મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર માટે અરજી મંગાવવામાં આવી
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2026
प्रविष्टि तिथि:
03 JUL 2026 4:43PM by PIB Ahmedabad
જલ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાન વિભાગ (DoWR, RD & GR) દ્વારા ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર 7મા રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તમામ અરજીઓ માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (www.awards.gov.in) મારફતે જ સ્વીકારવામાં આવશે. પાત્રતા ધરાવતી સંસ્થાઓ, એકમો અને અરજદારો વધુ વિગતો માટે પોર્ટલ અથવા વિભાગની વેબસાઇટ www.jalshakti-dowr.gov.inની મુલાકાત લઈ શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ, 2026 છે.
પુરસ્કારો માટેની પાત્રતા:
જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સારું કાર્ય કરનાર કોઈપણ રાજ્ય, જિલ્લા, શહેરી સ્થાનિક સંસ્થા, ડેમ માલિકીની એજન્સીઓ અને ઉદ્યોગ પાત્ર છે.
ટ્રોફી અને પ્રશસ્તિપત્ર:
દરેક વિજેતાને એક પ્રશસ્તિપત્ર સાથે ટ્રોફી એનાયત કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
7મા રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે પ્રાપ્ત થયેલી તમામ અરજીઓની પ્રથમ તબક્કે સ્ક્રિનિંગ સમિતિ દ્વારા ચકાસણી અને પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ પસંદગી પામેલી અરજીઓ જલ શક્તિ મંત્રાલયના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાન વિભાગ દ્વારા રચાયેલી જ્યુરી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. જ્યુરી સમિતિની ભલામણો મંજૂરી માટે જલ શક્તિ મંત્રીને મોકલવામાં આવશે. ત્યારબાદ યોગ્ય સમયે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિજેતાઓને પુરસ્કારો અર્પણ કરવામાં આવશે.
પુરસ્કારોની વિગતો:
|
ક્રમ
|
પુરસ્કારની શ્રેણી (કેટેગરી)
|
પેટા-શ્રેણી (સબ-કેટેગરી)
|
પાત્ર એન્ટિટી
|
પુરસ્કારોની સંખ્યા/ ઈનામી રકમ
|
પસંદગી પ્રક્રિયા
|
|
1.
|
શ્રેષ્ઠ રાજ્ય
|
જળ સંસાધન વ્યવસ્થાપન (વોટર રિસોર્સ મેનેજમેન્ટ)
|
રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશ
|
3 પુરસ્કારો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)
|
ગૃહ મંત્રાલય (MHA)ના પુરસ્કાર પોર્ટલ પર પ્રાપ્ત થયેલી અરજીઓ
|
| |
|
જલ સંચય જલ ભાગીદારી (JSJB)
|
રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશ
|
3 પુરસ્કારો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)
|
JSJB મોનિટરિંગ ફ્રેમવર્કમાંથી પસંદગી કરવામાં આવશે
|
| |
|
જલ જીવન મિશન (JJM)
|
રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશ
|
3 પુરસ્કારો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)
|
JJM-IMIS, JSAn (જલ સેવા આકલન) ના ડેટા, અને WQMIS (વોટર ક્વોલિટી મોનિટરિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ) ના ડેટાના આધારે પસંદગી કરવામાં આવશે
|
|
2.
|
શ્રેષ્ઠ જિલ્લો
|
જળ સંસાધન વ્યવસ્થાપન (વોટર રિસોર્સ મેનેજમેન્ટ)
|
જિલ્લા વહીવટીતંત્ર / DM / DC
|
15 પુરસ્કારો (પાંચ ઝોન એટલે કે ઉત્તરીય, દક્ષિણ, પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ઝોનમાંથી ઝોન દીઠ ત્રણ પુરસ્કારો - પ્રથમ, દ્વિતીય અને તૃતીય)
|
ગૃહ મંત્રાલય (MHA) ના પુરસ્કાર પોર્ટલ પર પ્રાપ્ત થયેલી અરજીઓ
|
| |
|
જલ સંચય જલ ભાગીદારી (JSJB)
|
જિલ્લા વહીવટીતંત્ર / DM / DC
|
15 પુરસ્કારો (પાંચ ઝોન એટલે કે ઉત્તરીય, દક્ષિણ, પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ઝોનમાંથી ઝોન દીઠ ત્રણ પુરસ્કારો - પ્રથમ, દ્વિતીય અને તૃતીય)
|
JSJB મોનિટરિંગ ફ્રેમવર્કમાંથી પસંદગી કરવામાં આવશે
|
| |
|
જલ જીવન મિશન (JJM)
|
જિલ્લા વહીવટીતંત્ર / DM / DC
|
15 પુરસ્કારો (પાંચ ઝોન એટલે કે ઉત્તરીય, દક્ષિણ, પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ઝોનમાંથી ઝોન દીઠ ત્રણ પુરસ્કારો - પ્રથમ, દ્વિતીય અને તૃતીય)
|
JJM-IMIS, JSAn (જલ સેવા આકલન) ના ડેટા, અને WQMIS (વોટર ક્વોલિટી મોનિટરિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ) ના ડેટાના આધારે પસંદગી કરવામાં આવશે
|
|
3.
|
શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંસ્થા (અર્બન લોકલ બોડી)
|
જળ સંસાધન વ્યવસ્થાપન (વોટર રિસોર્સ મેનેજમેન્ટ)
|
શહેરી સ્થાનિક સંસ્થા
|
5 પુરસ્કારો (પાંચ ઝોન એટલે કે ઉત્તરીય, દક્ષિણ, પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ઝોનમાંથી દરેકમાંથી એક પુરસ્કાર)
|
ગૃહ મંત્રાલય (MHA) ના પુરસ્કાર પોર્ટલ પર પ્રાપ્ત થયેલી અરજીઓ
|
| |
|
જલ સંચય જલ ભાગીદારી (JSJB)
|
શહેરી સ્થાનિક સંસ્થા
|
5 પુરસ્કારો (પાંચ ઝોન એટલે કે ઉત્તરીય, દક્ષિણ, પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ઝોનમાંથી દરેકમાંથી એક પુરસ્કાર)
|
JSJB મોનિટરિંગ ફ્રેમવર્કમાંથી પસંદગી કરવામાં આવશે
|
|
4.
|
જળ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અમલીકૃત પ્રોજેક્ટ
|
7મા NWAs માટેની થીમ 'ડેમ સેફ્ટી' (ડેમ સુરક્ષા) છે
|
પ્રોજેક્ટ અમલીકરણ સત્તાધિકારીઓ (પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટિંગ ઓથોરિટીઝ)
|
3 પુરસ્કારો: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર
|
ગૃહ મંત્રાલય (MHA)ના પુરસ્કાર પોર્ટલ પર પ્રાપ્ત થયેલી અરજીઓ
|
|
5.
|
જળ ક્ષેત્રમાં CSR પહેલ માટે શ્રેષ્ઠ ઉદ્યોગ
|
-
|
ઉદ્યોગ
|
3 પુરસ્કારો: પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર
|
કોર્પોરેટ બાબતોના મંત્રાલય/ સંબંધિત મંત્રાલયોના CSR સંબંધિત પોર્ટલ પરથી પસંદગી કરવામાં આવશે
|
સરકારના 'જલ સમૃદ્ધ ભારત' ના વિઝનને સાકાર કરવા માટે દેશભરમાં રાજ્યો, જિલ્લાઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યો અને પ્રયાસોને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય જળ પુરસ્કારો (NWAs) ની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય પાણીના મહત્વ વિશે જનતાને જાગૃત કરવાનો અને તેમને પાણીના ઉપયોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. રાષ્ટ્રીય જળ પુરસ્કારોનો ઉદ્દેશ્ય હિતધારકોને દેશમાં જળ સંસાધન વ્યવસ્થાપન તરફ સર્વગ્રાહી અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે સપાટી પરનું પાણી અને ભૂગર્ભજળ (ગ્રાઉન્ડવોટર) જળચક્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય જળ પુરસ્કારોની પ્રથમ આવૃત્તિ વર્ષ 2018માં વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને વિભાગ દ્વારા આ પુરસ્કારોની 6 આવૃત્તિઓ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી ચૂકી છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2280784)
आगंतुक पटल : 12