કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત ટેક્સ 2026 ,ભારતનો સૌથી મોટો વૈશ્વિક ટેક્સટાઇલ્સ એક્સ્પોની તૈયારી શરુ


‘ભારત ટેક્સ 2026: ભારતીય ટેક્સટાઇલ્સની ઉત્કૃષ્ટતાને વૈશ્વિક વિકાસના તાણાવાણા સાથે વણતી પહેલ’

प्रविष्टि तिथि: 02 JUL 2026 4:28PM by PIB Ahmedabad

ભારતનો સૌથી મોટો વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમ ‘ભારત ટેક્સ 2026’, 14 થી 17 જુલાઈ 2026 દરમિયાન ભારત મંડપમ્, નવી દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યો છે, જે એક સંકલિત વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના ટેક્સટાઇલ ઇકોસિસ્ટમની સંપૂર્ણ વ્યાપકતા અને ઊંડાણને પ્રદર્શિત કરશે. ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના સહયોગથી, ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંસ્થાઓના સંઘ ‘ભારત ટેક્સ ટ્રેડ ફેડરેશન’ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ટેક્સટાઇલ્સ, ફેશન, સસ્ટેનેબિલિટી (ટકાઉપણું), ટેકનોલોજી, ઇનોવેશન, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતના વધતાં વૈશ્વિક નેતૃત્વને પ્રદર્શિત કરે છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત, ભારત ટેક્સ 2026 એ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં વ્યાપાર, રોકાણ, સોર્સિંગ, ઇનોવેશન, નીતિગત સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક અગ્રણી વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે વિકસિત થયું છે. આ કાર્યક્રમ ઉત્પાદકો, નિકાસકારો, વૈશ્વિક ખરીદદારો (બાયર્સ), બ્રાન્ડ્સ, સોર્સિંગ કન્સલ્ટન્ટ્સ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, રાજ્યો, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો, ડિઝાઇનર્સ, કારીગરો, સ્ટાર્ટ-અપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવે છે.

આ ત્રીજી આવૃત્તિ દરમિયાન અર્થપૂર્ણ વ્યાપારી જોડાણો તરફ દોરી જવા માટે 7,000 થી વધુ ખરીદદારો, 1.3 લાખ ટ્રેડ વિઝિટર્સ, 20,000+ ટેક્સટાઇલ ઉત્પાદનો અને 1.6 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા પ્રદર્શનની ભાગીદારી જોવા મળવાની અપેક્ષા છે.

આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ અગ્રણીઓ, સીએક્સઓ (CXOs), નીતિ નિર્માતાઓ અને વિચારકો સહિત 350 થી વધુ વક્તાઓ એકસાથે આવશે, જેની સાથે વૈશ્વિક ભાગીદારીને ગાઢ બનાવવા અને સરહદ પારના વ્યવસ્થિત જોડાણોને સરળ બનાવવા માટે ખાસ ડિઝાઇન કરાયેલું ઇન્ટરનેશનલ પેવેલિયન પણ હશે. યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની, સ્પેન, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, કેનેડા, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, હોંગકોંગ, સ્વીડન, કેન્યા, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયાના વક્તાઓ અને નિષ્ણાતો આ ચર્ચાઓમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે.

આ આવૃત્તિમાં મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ સહિત આઠ સ્પોન્સર રાજ્યોની અભૂતપૂર્વ ભાગીદારી જોવા મળી છે. આ ઉપરાંત, આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, મણિપુર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદર્શક તરીકે ભાગ લઈ રહ્યા છે. રાજ્યોની આ ભાગીદારી ભારતની પ્રાદેશિક ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ, રોકાણની તકો, ક્લસ્ટર ક્ષમતાઓ, ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિગત તથા નિયામક સહાયને પ્રદર્શિત કરશે.

પ્રદર્શનના મોરચે, ભારત ટેક્સ 2026 ફાઇબર, યાર્ન (સૂતર), ફેબ્રિક, એપેરલ અને ફેશન, હોમ ટેક્સટાઇલ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને આનુષંગિક ઉદ્યોગોમાં ફેલાયેલા સમર્પિત પ્રદર્શન હોલમાં 1,600 થી વધુ પ્રદર્શકો સાથે ભારતની સંપૂર્ણ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનનું વ્યાપક પ્રદર્શન રજૂ કરે છે. આ પ્રદર્શનનું અન્ય એક મુખ્ય આકર્ષણ તિરુપર, ઇચલકરંજી અને અમદાવાદ સહિત ભારતના ટેક્સટાઇલ ક્લસ્ટરોની ઉજવણી અને પ્રદર્શન કરવાનું છે. આ આવૃત્તિમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જાપાન, પોર્ટુગલ, સ્પેન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, નેપાળ સહિત 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો સામેલ છે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને યુરોપિયન યુનિયન (EU) નું મજબૂત સંસ્થાકીય પ્રતિનિધિત્વ છે, અને ટ્રાઇડેન્ટ, વર્ધમાન ટેક્સટાઇલ્સ, RSWM, શાહી એક્સપોર્ટ્સ, કલરજેટ, અરવિંદ, પીડીએસ લિમિટેડ અને સત્વ સહિતના મુખ્ય પ્રાયોજકો સાથે ઉદ્યોગના ખેલાડીઓની મજબૂત ભાગીદારી છે, જે ભારત ટેક્સની ભારતના સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ્સ એક્સ્પો તરીકેની સ્થિતિને રેખાંકિત કરે છે.

આ ઉપરાંત, આ કાર્યક્રમની ત્રીજી આવૃત્તિ 100+ થી વધુ નોલેજ સેશન્સ (જ્ઞાન સત્રો)નું આયોજન કરી રહી છે, જે અગાઉની આવૃત્તિની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આમાં 39 પેનલ ચર્ચાઓ, 16 રાઉન્ડટેબલ, 37 માસ્ટર ક્લાસ, 8 સ્ટેટ સેશન્સ અને અન્ય વિશિષ્ટ ફોર્મેટનો સમાવેશ થાય છે. આ નોલેજ પ્રોગ્રામને સહયોગ કરવા માટે 50 થી વધુ ભાગીદાર એજન્સીઓને જોડવામાં આવી છે. આવરી લેવામાં આવેલા મુખ્ય વિષયોમાં વ્યાપાર અને રોકાણ, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલરિટી, ફેશન અને ક્રાફ્ટ, નીતિગત સત્રો અને સમર્પિત રાજ્ય સત્રોનો સમાવેશ થાય છે. આ સત્રો ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને હલ કરવા અને નિકાસ સજ્જતા, સસ્ટેનેબિલિટી પાલન, ઇન્ડસ્ટ્રી 5.0, ફાઇબર સુરક્ષા, ઉત્પાદન નવીનતા, વૈશ્વિક સોર્સિંગના મુખ્ય પ્રવાહો અને ઉભરતી તકનીકો જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે એમએસએમઇ (MSMEs) અને ઉભરતા નિકાસકારોને મુખ્ય બજારોમાં વધુ સારી સ્પર્ધા કરવામાં મદદ કરશે.

આ કાર્યક્રમ આશરે 3,500 ક્યુરેટેડ B2B બેઠકો, 100 થી વધુ B2G બેઠકો અને વ્યાપાર, રોકાણ, ટેકનોલોજી, સસ્ટેનેબિલિટી, બજાર પહોંચ અને સંસ્થાકીય સહયોગમાં 20 થી વધુ એમઓયુ (MoUs) પર હસ્તાક્ષરની સુવિધા આપે તેવી અપેક્ષા છે. આ જોડાણો નિકાસકારો, ઉત્પાદકો, ખરીદદારો, સપ્લાયર્સ, રાજ્યો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો માટે નક્કર પરિણામો લાવશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમથી રોકાણ પ્રોત્સાહન, વૈશ્વિક સોર્સિંગ ભાગીદારી, એમએસએમઇ એકીકરણ, ટેકનિકલ ટેક્સટાઇલ વિકાસ, ટકાઉ ઉત્પાદન અને વૈશ્વિક ટેક્સટાઇલ બજારોમાં બ્રાન્ડ ઇન્ડિયાની સ્થિતિને મોટો વેગ મળવાની પણ અપેક્ષા છે.

સરકારો, ઉદ્યોગ સંગઠનો અને વૈશ્વિક ટેક્સટાઇલ હિસ્સેદારોની વધતી જતી રુચિ સાથે ભારત ટેક્સની આંતરરાષ્ટ્રીય પ્રોફાઇલ સતત વિસ્તરી રહી છે. ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, જોર્ડન, કમ્બોડિયા અને બ્રુનેઈ સહિતના દેશોના મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળોએ આ કાર્યક્રમમાં ભાગ લેવામાં રસ દાખવ્યો છે, જે ટેક્સટાઇલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નીતિ સંવાદ અને દ્વિપક્ષીય સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ભારત ટેક્સના ઉદ્ભવને પ્રતિબિંબિત કરે છે.

સમાંતર રીતે, યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ, રશિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત (UAE), થાઇલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને યુગાન્ડા સહિતના ઉદ્યોગ અને વ્યાપારી પ્રતિનિધિમંડળો ભાગ લે તેવી અપેક્ષા છે, જે વૈશ્વિક ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં વ્યાપાર, સોર્સિંગ, રોકાણ ભાગીદારી અને વ્યાપારી સહયોગ માટે નોંધપાત્ર તકો ઊભી કરશે. આ જોડાણો દરેક પ્રતિનિધિમંડળની ચોક્કસ આવશ્યકતાઓને પ્રતિબિંબિત કરવા, દ્વિપક્ષીય વ્યાપાર પ્રાથમિકતાઓ અને વહેંચાયેલા ઉદ્યોગ હિતો સાથે સંરેખિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ વિશેષ સત્રોમાં ભારત-અમેરિકા કપાસ ભાગીદારી, ભારત-ન્યૂઝીલેન્ડ ઊન ઇકોસિસ્ટમ, ભારત-યુકે એફટીએ (FTA) અમલીકરણ, જાપાન પ્રતિનિધિમંડળ જોડાણ અને રશિયા પર કેન્દ્રિત ટેક્સટાઇલ ચર્ચાઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે.

આ આવૃત્તિનું બીજું એક મહત્વનું લક્ષણ સમર્પિત 'સ્ટેટ ઇન્વેસ્ટર કનેક્ટ સેશન્સ' છે. આ સત્રો રાજ્યોને રોકાણની તકો, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીએમ મિત્ર (PM MITRA) જોડાણો, નીતિગત સહાય અને ક્ષેત્રીય શક્તિઓ રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુ માટે રાજ્ય સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સાથે એક વિશેષ ગુજરાત અને ઉત્તર પ્રદેશ PM MITRA માસ્ટર ડેવલપર સેશન પણ યોજાશે. આ સત્રો કેન્દ્ર-રાજ્ય-ઉદ્યોગ સહયોગને મજબૂત કરશે, રોકાણો આકર્ષિત કરશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેક્સટાઇલ ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.

ભારત ટેક્સ 2026માં 'CITI ટેક્સટાઇલ સસ્ટેનેબિલિટી એવોર્ડ્સ 2026'નું પણ આયોજન કરવામાં આવશે, જે સંસાધન કાર્યક્ષમતા, ઉર્જા અને ઉત્સર્જન, સર્ક્યુલર ઇકોનોમી, ટકાઉ મટીરિયલ, સામાજિક જવાબદારી, જવાબદાર વ્યાપાર અને ઉદ્યોગ સહયોગના સાત મુખ્ય ક્ષેત્રો પર આધારિત છે, જે ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં પાણી અને મટીરિયલના સંરક્ષણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા અપનાવવાથી લઈને ચક્રીય નવીનતા, નૈતિક સપ્લાય ચેઇન અને ક્લસ્ટર-સ્તરની ભાગીદારી સુધીની ટકાઉ અને જવાબદાર પ્રથાઓના સંપૂર્ણ સ્પેક્ટ્રમને પ્રતિબિંબિત કરે છે.

ડિજિટલ સક્ષમતાને મજબૂત કરવા માટે, તાજેતરમાં પ્રદર્શકો, ખરીદદારો, પ્રતિનિધિઓ, વક્તાઓ અને મુલાકાતીઓ માટે એક સંકલિત ડિજિટલ સાથી તરીકે 'Bharat Tex 2026 Mobile App' લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન સીમલેસ ઇવેન્ટ નેવિગેશન, પ્રદર્શકોની શોધ, B2B મીટિંગ શેડ્યુલિંગ, ડિજિટલ બેજ એક્સેસ, QR-આધારિત લીડ કેપ્ચર, લાઇવ એજન્ડા એક્સેસ અને AI-સંચાલિત સહાયને સક્ષમ કરે છે. આ એપ્લિકેશન ખરીદદારો, પ્રતિનિધિઓ અને પ્રદર્શકોને મેચમેકિંગ, મીટિંગ્સનું સંચાલન કરવા, બૂથ શોધવા, ફ્લોર પ્લાન એક્સેસ કરવા, રીઅલ-ટાઇમ અપડેટ્સ મેળવવા અને ઇવેન્ટ પછીની વ્યવસ્થિત લીડ્સ બનાવવામાં મદદ કરી રહી છે. આ કાર્યક્રમની મુલાકાત લેવા માટે કોઈ પણ વ્યક્તિ આ એપ પર નોંધણી કરાવી શકે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લિક કરો: https://onelink.to/zcrm4s અથવા નોંધણી ભારત ટેક્સની સત્તાવાર વેબસાઇટ, @https://bharat-tex.com/general-visitor-registration/ પર કરી શકાય છે.

ઇવેન્ટ પૂર્વેની ડિરેક્ટરી (Pre-Fair Directory) ઇવેન્ટ પહેલાં ખરીદદાર-વિક્રેતાના મેચમેકિંગને સક્ષમ કરી રહી છે. આ ડિરેક્ટરી ખરીદદારો, પ્રદર્શકો અને સોર્સિંગ કન્સલ્ટન્ટ્સને સંબંધિત કંપનીઓ, ઉત્પાદન શ્રેણીઓ અને વ્યાપારી ભાગીદારોની અગાઉથી ઓળખ કરવા દે છે, જેથી ઇવેન્ટ દરમિયાન વધુ ઉત્પાદક બેઠકો થઈ શકે. સાથે મળીને, મોબાઇલ એપ્લિકેશન અને પ્રી-ફેર ડિરેક્ટરી ભારત ટેક્સ 2026 ને વધુ ડિજિટલ રીતે સક્ષમ, ડેટા-આધારિત અને વ્યાપાર-કેન્દ્રિત ટ્રેડ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.

ભારત ટેક્સ 2026 વૈશ્વિક ટેક્સટાઇલ સમુદાય માટે તેના દરવાજા ખોલે છે, ત્યારે તે માત્ર ભારતની ટેક્સટાઇલ ક્ષમતાઓનું પ્રદર્શન જ નહીં કરે; તે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, સ્થિતિસ્થાપક અને ટકાઉ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન બનાવવાની સાથે વ્યાપાર, રોકાણ, તકનીકી ભાગીદારી અને ઇનોવેશન માટે નવી તકો ઊભી કરવાના ભારતના વિઝનને મૂર્ત સ્વરૂપ આપશે. તે વૈશ્વિક ટેક્સટાઇલ વિકાસના આગામી તબક્કાને આકાર આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. સરકારો, ઉદ્યોગ અગ્રણીઓ, નિકાસકારો, નીતિ નિર્માતાઓ, રોકાણકારો, ઇનોવેટર્સ, ડિઝાઇનર્સ, ખરીદદારો, સોર્સિંગ હેડ્સ અને ઉત્પાદકોને એક જ પ્લેટફોર્મ પર લાવીને, ભારત ટેક્સ 2026 આંતરરાષ્ટ્રીય ભાગીદારીને ગાઢ બનાવવા, નવી વ્યાપાર અને રોકાણ તકો ખોલવા, ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીને વેગ આપવા અને વૈશ્વિક ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનમાં એક વિશ્વસનીય અને પસંદગીના ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવા માંગે છે. આ કાર્યક્રમ વૈશ્વિક ટેક્સટાઇલ ઉદ્યોગના ભવિષ્યનું નેતૃત્વ કરવા માટે ભારતનો વધતો આત્મવિશ્વાસ, ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વધુ માહિતી માટે, મુલાકાત લો: www.bharat-tex.com

SM/DK/JD


(रिलीज़ आईडी: 2280402) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Kannada