માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
ઇમરજન્સી કેર મજબૂત કરવી: રોડ એમ્બ્યુલન્સ માટે ઉન્નત સુરક્ષા જોગવાઈઓ
AIS-125 માં ડ્રાફ્ટ સુધારાઓ દ્વારા વિશિષ્ટ એમ્બ્યુલન્સ, ફરજિયાત બચાવ સાધનો અને ઇ-એમ્બ્યુલન્સ માટેની જોગવાઈઓ રજૂ કરવામાં આવી
प्रविष्टि तिथि:
02 JUL 2026 4:28PM by PIB Ahmedabad
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ દેશભરમાં રોડ એમ્બ્યુલન્સની સુરક્ષા, કાર્યક્ષમતા અને તબીબી ક્ષમતાઓને મજબૂત કરવા માટે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS)-125 માં સુધારાની દરખાસ્ત કરી છે. રોડ એમ્બ્યુલન્સ એ ઇમરજન્સી કેરમાં જીવન બચાવતી મહત્વપૂર્ણ કડી છે, જે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુવિધા આપે છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓ માટે એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ પૂરો પાડે છે. ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોના મોત થાય છે, જેમાંથી ઘણા સમયસર તબીબી સહાય દ્વારા અટકાવી શકાય તેવા હોય છે. અભ્યાસો દર્શાવે છે કે જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રથમ કલાકની અંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો માર્ગ અકસ્માતના લગભગ 50% મૃત્યુ નિવારી શકાય છે.
જ્યારે મોટર વાહનોના ઉપયોગને કારણે થતા માર્ગ અકસ્માતોમાં ભોગ બનેલા તમામ દર્દીઓને જરૂરી તબીબી સારવારનું કવરેજ સુનિશ્ચિત કરવા માટે "પ્રધાનમંત્રી - રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ (PM-RAHAT) યોજના" જેવી યોજનાઓ અધિસૂચિત કરવામાં આવી છે, ત્યારે તેની સાથે જ એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે જરૂરિયાતવાળા નાગરિકો માટે રોડ એમ્બ્યુલન્સ સરળતાથી ઉપલબ્ધ હોય અને તે તબીબી કર્મચારીઓ માટે કામગીરીની અનુકૂળતા તેમજ પરિવહન દરમિયાન દર્દીઓ માટે મહત્તમ સંભવિત આરામ અને સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોય.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 8 સપ્ટેમ્બર, 2016 ના રોજની અધિસૂચના G.S.R. 868(E) દ્વારા રોડ એમ્બ્યુલન્સની બાંધકામ અને કાર્યાત્મક આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે સ્ટાન્ડર્ડ AIS-125 (પાર્ટ 1) અધિસૂચિત કર્યું હતું. વધુમાં, AIS-125 (પાર્ટ 2) ને માર્ગદર્શિકા સ્ટાન્ડર્ડ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું હતું જેમાં રોડ એમ્બ્યુલન્સની વિવિધ શ્રેણીઓ માટે તેમની નિયુક્ત કામગીરી કરવા સક્ષમ બનાવવા માટે તબીબી ઉપકરણોની આવશ્યકતાઓ નિર્દિષ્ટ કરવામાં આવી હતી.
રોડ એમ્બ્યુલન્સની સુરક્ષા અને કાર્યાત્મક કાર્યક્ષમતા વધારવા માટે હવે AIS-125 (પાર્ટ 1) અને AIS-125 (પાર્ટ 2) માં સુધારા અપનાવવામાં આવ્યા છે. આ સુધારાઓમાં વિશિષ્ટ રોડ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે, જેમ કે: (i) નિયોનેટલ રોડ એમ્બ્યુલન્સ (નવજાત શિશુ માટેની એમ્બ્યુલન્સ) – સામાન્ય રીતે ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ માટે, બીમાર અથવા અધુરા મહિને જન્મેલા નવજાત બાળકોને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી છે; અને (ii) મલ્ટી-સ્ટ્રેચર રોડ એમ્બ્યુલન્સ – એકસાથે અનેક સ્ટ્રેચર લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સામાન્ય રીતે એક સમયે એક દર્દી પર સઘન સારવાર સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ફરજિયાત બચાવ સાધનો - વધુમાં, ક્લાસ B, C અને D શ્રેણી હેઠળ આવતી તમામ રોડ એમ્બ્યુલન્સ માર્ગ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનોમાંથી પીડિતોને બહાર કાઢવાની સુવિધા આપવા માટે, તેમજ રોડ એમ્બ્યુલન્સ પોતે કોઈ અકસ્માતમાં સામેલ થાય તેવા સંજોગોમાં બચાવ સહાય પૂરી પાડવા માટે ઇમરજન્સી અને બચાવ સાધનોથી સજ્જ હોવી ફરજિયાત રહેશે.
ઇ-એમ્બ્યુલન્સ માટે સમર્પિત પાવર સ્ત્રોત - દર્દીની સંભાળ સાથે સમાધાન કર્યા વિના ગ્રીન મોબિલિટી તરફના સંક્રમણને ટેકો આપવા માટે, ઇ-એમ્બ્યુલન્સને તબીબી ઉપકરણો ચલાવવા માટે સમર્પિત પાવર સ્ત્રોત પણ પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત, AIS-125 (પાર્ટ 2) એવા ધોરણો નિર્દિષ્ટ કરે છે જેને એમ્બ્યુલન્સમાં સ્થાપિત તમામ તબીબી ઉપકરણોએ અનુરૂપ હોવું જરૂરી રહેશે.
ડ્રાફ્ટ અધિસૂચના GSR 382(E), તારીખ 14.05.2026 બહાર પાડવામાં આવી છે અને અંતિમ સ્વરૂપ આપવા માટે જનતાના સૂચનો આમંત્રિત કરવા મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ સુધારાઓ અંતિમ અધિસૂચનામાં નિર્દિષ્ટ તારીખથી અમલમાં આવશે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2280365)
आगंतुक पटल : 11