નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

DRIએ પશ્ચિમ બંગાળમાં સરહદ પારથી થતા સોનાના દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો; ₹34 કરોડની કિંમતનું 24 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત, સાત લોકોની અટકાયત

प्रविष्टि तिथि: 01 JUL 2026 5:37PM by PIB Ahmedabad

વિદેશી મૂળના સોનાની સરહદ પારથી થતી દાણચોરી સામેની એક મોટી કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદે સક્રિય એવી સોનાની દાણચોરી કરતી એક સુવ્યવસ્થિત સિન્ડિકેટનો સફળતાપૂર્વક પર્દાફાશ કરીને તેને નષ્ટ કરી દીધી છે.

ખાનગી બાતમીના આધારે કરાયેલા એક ઓપરેશનમાં, DRI અધિકારીઓએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ક્રિષ્ણાનગરથી ચકદાહ તરફ અલગ-અલગ મોટરસાઇકલ પર મુસાફરી કરી રહેલા સાત વ્યક્તિઓને અટકાવ્યા હતા. અટકાવવામાં આવેલા આ શખ્સોની ઝડતી લેતા તેમની પાસેથી વિદેશી માર્કિંગ ધરાવતી અને ઘસેલી સોનાની લગડીઓના 180 ટુકડા મળી આવ્યા હતા, જે પકડાઈ જવાથી બચવા માટે તેમની કમરની આસપાસ ખાસ તૈયાર કરાયેલા કાપડના બેલ્ટની અંદર ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવ્યા હતા.

રિકવર કરાયેલું આ વિદેશી મૂળનું સોનું, જેનું કુલ વજન આશરે 24 કિલો છે અને તેની કિંમત અંદાજે ₹34 કરોડ થાય છે, તેને કસ્ટમ્સ એક્ટ, 1962 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. સ્મગલિંગની આ કામગીરીમાં સામેલ તમામ સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કેરિયર્સે ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકના સ્થળોએથી સ્મગલિંગનું સોનું મેળવ્યું હતું અને તેને કેરિયર્સના અન્ય એક જૂથને ડિલિવરી આપવા માટે આગળ લઈ જઈ રહ્યા હતા.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2280073) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu