PIB Backgrounder
azadi ka amrit mahotsav

કિસાન સારથી પ્લેટફોર્મ

प्रविष्टि तिथि: 29 JUN 2026 11:28AM by PIB Ahmedabad

કૃષિ ઇકોસિસ્ટમને એકજૂથ, સશક્ત અને મજબૂત કરતી ટેકનોલોજી

ટેકનોલોજી, નિપુણતા અને ખેડૂતોની જરૂરિયાતો વચ્ચે સેતુ

જુલાઈ 2021માં શરૂ કરવામાં આવેલું 'કિસાન સારથી' એ ભારતનું સૌથી મોટું સંકલિત ડિજિટલ કૃષિ-પરામર્શ (એગ્રો-એડવાઇઝરી) પ્લેટફોર્મ છે. તે ખેડૂતોને સમયસર, સચોટ અને બહુભાષી પરામર્શ પૂરો પાડે છે. ખેડૂતોને આના દ્વારા વિવિધ સરકારી યોજનાઓ, હવામાનની અપડેટ અને નિષ્ણાતોની સલાહ પણ મળે છે. આ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની સંયુક્ત પહેલ છે. ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન આ પ્લેટફોર્મનો અમલ કરે છે.

આ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટિવ ઇન્ફોર્મેશન ડિસેમિનેશન સિસ્ટમ (IIDS)નો ઉપયોગ કરે છે. IIDS ખેડૂતો અને નિષ્ણાતો વચ્ચે દ્વિમાર્ગી સંવાદ સક્ષમ બનાવે છે. તે કૃષિ જ્ઞાનને પ્રયોગશાળાથી જમીન સુધી (લેબ-ટુ-લેન્ડ) પહોંચાડવામાં મદદ કરે છે.

કિસાન સારથી એપ ખેડૂતોને આ સંસ્થાઓ સાથે જોડે છે:

  • 730થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs)
  • 100થી વધુ ICAR સંસ્થાઓ
  • 65થી વધુ કૃષિ યુનિવર્સિટીઓ

આ સંસ્થાઓનું સંકલન એક મજબૂત રાષ્ટ્રીય કૃષિ પરામર્શ ઇકોસિસ્ટમ બનાવે છે. તે સમગ્ર ભારતમાં ખેડૂતોને વિશ્વસનીય અને સ્થાનિક સ્તરનું સમર્થન પહોંચાડવામાં મદદ કરે છે.

પરંપરાગત રીતે, ખેડૂતોને પરામર્શ સેવાઓ, હવામાનની આગાહી અને યોજના સંબંધિત માહિતી માટે વિવિધ માધ્યમો પર નિર્ભર રહેવું પડતું હતું. કિસાન સારથી મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને સંકલિત કરીને અને આવશ્યક સેવાઓ સુધી ઝડપી, સરળ અને વધુ વિશ્વસનીય પહોંચ સક્ષમ બનાવીને આ પડકારનો ઉકેલ લાવે છે. આ મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ નીચે મુજબ છે:

  • કિસાન કોલ સેન્ટર
  • કોમન સર્વિસ સેન્ટર (CSC)
  • ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)
  • માયસ્કીમ
  • ભાષિણી (BHASHINI)

આ રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સનું સંકલન મહત્વપૂર્ણ કૃષિ સેવાઓને એક જ ડિજિટલ ઇન્ટરફેસ પર લાવે છે.

સમગ્ર ભારતમાં ખેડૂતો પાસે સ્માર્ટફોનની ઉપલબ્ધતા, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ડિજિટલ સાક્ષરતાનું સ્તર અલગ-અલગ છે. ઍક્સેસના બહુવિધ માધ્યમો ઓફર કરીને, કિસાન સારથી એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ ખેડૂત સમયસર પરામર્શ સહાય મેળવવાથી વંચિત ન રહે. ખેડૂતો કિસાન સારથીનો ઉપયોગ આ માધ્યમો દ્વારા કરી શકે છે:

  • કિસાન કોલ સેન્ટર્સ
  • કોમન સર્વિસ સેન્ટર્સ
  • વેબ પોર્ટલ
  • વોટ્સએપ
  • મોબાઇલ એપ

કિસાન સારથી ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે?

  • કિસાન સારથી ખેડૂતોને સીધા કૃષિ નિષ્ણાતો સાથે જોડે છે.
  • ખેડૂતો હવામાનની અપડેટ, બજાર ભાવો અને અન્ય બાબતો પર પ્રાદેશિક સ્તરની, રિયલ-ટાઇમ સલાહ મેળવી શકે છે.
  • કિસાન સારથી પ્લેટફોર્મ ખેડૂતોને તેમની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સરકારી યોજનાઓ શોધવામાં મદદ કરે છે. તેઓ પીએમ-કિસાન (PM-KISAN) જેવી વિવિધ સરકારી યોજનાઓની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી શકે છે.
  • તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓ બંનેને આવરી લે છે. 25 જૂન 2026 સુધીમાં, આ પોર્ટલ પર 610 યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાંથી 102 કેન્દ્ર સરકારની યોજનાઓ છે.
  • તમામ મુખ્ય ધાન્ય પાકો, કઠોળ, તેલીબિયાં, બાગાયતી પાકો, રોકડિયા પાકો અને ઘાસચારાના પાકો માટે પરામર્શ ઉપલબ્ધ છે. પશુપાલન, મરઘા પાલન, મત્સ્યોદ્યોગ અને આનુષંગિક ક્ષેત્રો માટે પણ સલાહ ઉપલબ્ધ છે.
  • ખેડૂતો KVK ના નિષ્ણાતો સમક્ષ પ્રશ્નો ઉઠાવી શકે છે અને તેમની સ્થાનિક ભાષાઓમાં સલાહ મેળવી શકે છે.
  • ખેડૂતો તાલીમ સત્રો અને વીડિયો પરામર્શમાં જોડાઈ શકે છે.
  • ખેડૂતો મુખ્ય પાકો માટે મંડીના ભાવો અને જિલ્લાવાર બજાર દરો સરળતાથી મેળવી શકે છે. તેઓ પસંદ કરેલા પાકો માટે બજારના પ્રવાહો પણ જોઈ શકે છે.

કિસાન સારથી પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ અને ઓફર કરવામાં આવતી સેવાઓ

કિસાન સારથી પ્લેટફોર્મ તેના વપરાશકર્તાઓને નીચેની વિશેષતાઓ પ્રદાન કરે છે:

  • ખેતર અને ખેડૂતની પ્રોફાઇલના આધારે વ્યક્તિગત પરામર્શ
  • વિષયના નિષ્ણાતો સાથે 13 પ્રાદેશિક ભાષાઓમાં જીવંત (લાઇવ) સંવાદ
  • ખેડૂતની જરૂરિયાત મુજબ કોલ સુવિધા અને કોન્ફરન્સિંગ સપોર્ટ
  • ખેડૂતોના જ્ઞાનના ડેટાબેઝ સુધી પહોંચ
  • ખેડૂતના સ્થાન અને ક્ષેત્રને અનુરૂપ પુશ એલર્ટ સંદેશાઓ
  • ટોલ-ફ્રી મોબાઇલ નંબર અને વેબ દ્વારા સરળ નોંધણી

IIDS: કિસાન સારથી પાછળની ટેકનોલોજી

કિસાન સારથી ઇન્ટરેક્ટિવ ઇન્ફોર્મેશન ડિસેમિનેશન સિસ્ટમ (IIDS) દ્વારા સંચાલિત છે. IIDS એ દ્વિમાર્ગી સંચાર પ્લેટફોર્મ છે. તે ખેડૂતો અને નિષ્ણાતો વચ્ચે અવરોધરહિત સંવાદ સક્ષમ બનાવે છે. ચેટ દ્વારા વોઇસ કોલ, વીડિયો કોલ, ટેક્સ્ટ, ઇમેજ અને વીડિયોની આપ-લે દ્વારા સંચાર થઈ શકે છે.

IIDSના મુખ્ય કાર્યો નીચે મુજબ છે:

  • ખેડૂતો પસંદ કરેલી સેવાઓ સબ્સ્ક્રાઇબ કરી શકે છે
  • ખેડૂતો વ્યક્તિગત પરામર્શ મેળવે છે
  • ખેડૂતો ગમે ત્યારે સબ્સ્ક્રિપ્શનમાં ફેરફાર કરી શકે છે
  • નિષ્ણાતો ખેડૂતોનો ઇતિહાસ અને ભૂતકાળના સંવાદો જોઈ શકે છે
  • પરામર્શ ખેડૂતોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવે છે

IIDS ના અનન્ય પાસાઓ (USPs):

  • ખેડૂતોના કોલ સેન્ટ્રલાઇઝ્ડ સર્વર પર પ્રાપ્ત થાય છે.
  • પ્રશ્નો સંબંધિત નિષ્ણાતો તરફ મોકલવામાં આવે છે.
  • ભવિષ્યના સંદર્ભ માટે પ્રશ્નોનો ઇતિહાસ સંગ્રહિત કરવામાં આવે છે.
  • નિષ્ણાતો જ્ઞાનના ડેટાબેઝનો ઉપયોગ કરી શકે છે.
  • આ સિસ્ટમ 'નો યોર ફાર્મર' (KYF - તમારા ખેડૂતને જાણો) અભિગમનું પાલન કરે છે. આનાથી પરામર્શની સચોટતા અને સુસંગતતામાં સુધારો થાય છે.

કિસાન સારથીની પહોંચ અને લાભાર્થીઓનું કવરેજ

  • 25 જૂન 2026 સુધીમાં, કિસાન સારથી સેવાઓ 37 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 768 જિલ્લાઓ અને 6.63 લાખ ગામડાઓમાં ઉપલબ્ધ છે.
  • કિસાન સારથી પાસે 4,767 ICAR વૈજ્ઞાનિકો અને 113 ICAR સંસ્થાઓનું નેટવર્ક છે.
  • આ પ્લેટફોર્મ પર 2.95 કરોડ નોંધાયેલા ખેડૂતો છે, જેમાંથી 56.16 લાખ મહિલા લાભાર્થીઓ છે.
  • 2.89 કરોડ ખેડૂતોએ નજીકના KVK ની મુલાકાત લઈને પોતાની નોંધણી કરાવી છે. 5.35 લાખ ખેડૂતો કિસાન કોલ સેન્ટર્સ દ્વારા, 21,517 મોબાઇલ એપ્લિકેશન દ્વારા, 2,416 વેબ પોર્ટલ દ્વારા અને 39,193 કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા જોડાયા છે.
  • આ પ્લેટફોર્મ દ્વારા અત્યાર સુધીમાં 19.21 લાખ પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું છે.
  • કિસાન સારથીએ અત્યાર સુધીમાં 21,900 પરામર્શ જાહેર કર્યા છે, જે 34 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 351 કૃષિ ચીજવસ્તુઓને આવરી લે છે.

A person standing next to a cell phoneDescription automatically generated

અન્ય કૃષિ હિતધારકો માટેના ફાયદા

કિસાન સારથી એક જોડાયેલી કૃષિ ઇકોસિસ્ટમ બનાવે છે જે નિષ્ણાતો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ જેવા અન્ય કૃષિ હિતધારકોને લાભ પહોંચાડે છે.

  • ICAR સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ

 સંશોધન સંસ્થાઓને મજબૂત પહોંચ અને વૈજ્ઞાનિક પરામર્શના વ્યાપક પ્રસારનો લાભ મળે છે. આ પ્લેટફોર્મ જ્ઞાનની વહેંચણીમાં પણ સુધારો કરે છે અને સંશોધનના વ્યવહારિક ઉપયોગને વધારે છે.

  • KVKs અને કૃષિ નિષ્ણાતો

કિસાન સારથી ખેડૂતો સુધી ઝડપી પહોંચ અને પરામર્શની વધુ કાર્યક્ષમ ડિલિવરી સક્ષમ બનાવે છે. તે પ્રશ્નોના નિવારણમાં સુધારો કરે છે અને લેબથી ફિલ્ડ સુધી ટેકનોલોજીના ટ્રાન્સફરને મજબૂત બનાવે છે.

  • નીતિ નિર્માતાઓ અને વહીવટકર્તાઓ

આ પ્લેટફોર્મ રિયલ-ટાઇમ ફિલ્ડ આંતરદૃષ્ટિ, ડેશબોર્ડ્સ અને એનાલિટિક્સ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ પુરાવા-આધારિત નીતિ આયોજનને સમર્થન આપે છે અને કૃષિ વિસ્તરણ પ્રણાલીઓને મજબૂત બનાવે છે.

ડિજિટલ કૃષિના ભવિષ્યને વેગ આપવો

કિસાન સારથી ભારતીય કૃષિ વિસ્તરણ પ્રણાલીના ડિજિટલ પરિવર્તનમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ પ્લેટફોર્મ ખેડૂતો, સંશોધન સંસ્થાઓ, વિસ્તરણ એજન્સીઓ અને નીતિ નિર્માતાઓ વચ્ચેના સહયોગને વધારે છે, જે વધુ જોડાયેલી અને પ્રતિભાવશીલ કૃષિ ઇકોસિસ્ટમ બનાવે છે. તેના બહુભાષી ઇન્ટરફેસ, બહુવિધ ઍક્સેસ ચેનલો અને દ્વિમાર્ગી સંચાર મોડલે દેશભરમાં જરૂરિયાત આધારિત કૃષિ માહિતીના વિતરણને મજબૂત બનાવ્યું છે.

વિસ્તરી રહેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેડૂતોની ભાગીદારી સાથે, કિસાન સારથી જ્ઞાનના પ્રસારને મજબૂત કરે છે અને ખેતરના સ્તરે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. ટેકનોલોજી-સક્ષમ પરામર્શ અને સંસ્થાઓના અભિસરણ (કન્વર્જન્સ) દ્વારા, આ પ્લેટફોર્મ વધુ સ્થિતિસ્થાપક, ઉત્પાદક અને ડિજિટલ રીતે સશક્ત કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યું છે.

સંદર્ભો

Ministry of Electronics & Information Technology

https://kisansarathi.in/

https://ks-aams-web.digitalindiacorporation.in/about-us

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1736155&reg=48&lang=2

Ministry of Statistics and Programme Implementation

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=2132330&reg=48&lang=2

The Kisan Sarathi Platform

SM/BS/JD


(रिलीज़ आईडी: 2278963) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil